તા. ૨૪ જૂન થી ૩૦ જૂન ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Saturday 24th June 2017 10:09 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં માનસિક તાણને કારણે મૂંઝવણ વધે. લાગણીઓને મહત્ત્વ ન આપશો. નાણાંકીય બાબતો અંગે આ સમયના ગ્રહયોગો સાથ આપશે. તમારા પ્રયત્નો સફળ થાય. નાણાકીય ચિંતાઓનો ઉકેલ મળે. વધારાના ખર્ચના પ્રસંગોને કાબુમાં રાખજો. નોકરિયાતો માટે સપ્તાહ પરિવર્તન અને સાનુકૂળતા સૂચવે છે. આ સમયમાં કેટલીક મુશ્કેલીઓ દૂર થશે. મિત્ર-પરિચિતો ઉપયોગી બનશે. વેપાર-ધંધાના ક્ષેત્રે ધાર્યા કરતાં લાભ ઓછા મળે. મકાન-મિલકતના કામકાજો સાથેના વિવાદનો ઉકેલ મળે. લગ્ન-વિવાહના કામમાં સફળતા મળે. યાત્રા-પ્રવાસ સફળ સાબિત થશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં કોઈ અશુભ પ્રકારના માનસિક ઉચાટ કે અકળામણનો અનુભવ થશે. આવેશોને કાબુમાં રાખજો. આર્થિક પ્રશ્નો ગૂંચવાતા જણાશે. પરિસ્થિતિ કાબુ બહાર ન જતી રહે તેની કાળજી લેજો. ખોટા મૂડીરોકાણને અટકાવવા જરૂરી. નોકરી-ધંધાની સમસ્યાઓનો ઉકેલ લાવી શકશો. પ્રગતિની તક આવી મળશે. જમીન-મકાનના કામકાજો હશે તો ઉકેલ આવતો જણાય. ગૃહજીવનમાં ચકમક ટાળજો. નોકરી-ધંધાના કામકાજોમાં વિઘ્નો જણાશે. ઉપરી વર્ગથી સાચવવું જરૂરી. મહત્ત્વના કામકાજ ટાળવા. અકસ્માત કે ઈજાથી બચતા રહેજો. પ્રવાસ-પર્યટનની યોજનામાં વિઘ્ન જણાય. વડીલો મદદરૂપ બનશે.

મિથુન (ક,છ,ઘ)ઃ માનસિક ચિંતાનું ભારણ રહે. અગત્યના કામકાજ સંદર્ભે હજી પ્રતિકૂળતા જણાશે. ખોટા વાદવિવાદથી દૂર રહેજો. નાણાંકીય સ્થિતિના કારણે આ અંગેની કામગીરીમાં વિલંબ જણાય. આવક અને જાવક વચ્ચે સંતુલન રાખવાથી રાહત અનુભવશો. મિત્ર કે સ્વજનની મદદ ઉપયોગી નીવડશે. અણધાર્યા ખર્ચના પ્રસંગે આવશે, જેને પહોંચી વળવા આયોજન કરવું પડશે. નોકરી-ધંધાના ક્ષેત્રે આ સમયમાં વિલંબથી ફળ મળી શકે છે. આ અંગેના મહત્ત્વના પ્રશ્નોથી ચિંતા જણાય. તેને ઉકેલવા પુરુષાર્થ વધારવો રહ્યો. ધંધા-વેપારના ક્ષેત્રે હજુ કામ અટકતું લાગે. ધાર્યો લાભ મળે નહીં. મકાન-જમીનની સમસ્યા હશે તો તેના ઉકેલનો માર્ગ મળી આવે. ઇચ્છિત પ્રગતિ માટે દોડધામ કરવી પડશે.

કર્ક (ડ,હ)ઃ અન્ય સાથે સંઘર્ષો ન જાગે તે જોવું રહ્યું. નાણાંકીય પરેશાની હજી ખાસ દૂર થાય તેમ જણાતું નથી. તમારી પરિસ્થિતિ કટોકટીરૂપ બનશે. જે આવક વધે તેનો ઉપયોગ આયોજનપૂર્વક કરશો તો જવાબદારી નિભાવી શકશો. નોકરિયાતોને કાર્યભાર વધશે. જોઈતી સફળતા મેળવવામાં હજુ અવરોધો જણાશે. વેપારી વર્ગને થોડી સુધારાનજક પરિસ્થિતિ જોવા મળશે. સ્થાવર મિલકતના પ્રશ્નો માટે ગ્રહયોગો સાનુકૂળ છે. સ્થાવર સંપત્તિ અંગેની કામગીરીમાં પ્રગતિ જણાય. દામ્પત્યજીવનમાં વાદવિવાદ ટાળજો. મહત્ત્વના કૌટુંબિક કામો કરી શકશો.

સિંહ (મ,ટ)ઃ આવકવૃદ્ધિનો માર્ગ મળશે. નોકરિયાતો માટે આ સમય એકંદરે સાનુકૂળ અને પ્રગતિકારક જણાશે. અટવાયેલા લાભ મેળવી શકશો. તમારા માર્ગમાં અવરોધો સર્જતા લોકો ફાવશે નહિ. વેપાર-ધંધાના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળશે. મકાન-મિલકતના કામકાજના ઉકેલ માટે સાનુકૂળતા જણાશે. જમીનની લે-વેચના કાર્યોમાં સાવધ રહીને ચાલવું જરૂરી છે. અંગત સમસ્યાઓનો સારો ઉકેલ મળશે. જીવનસાથીની તબિયતની ચિંતા સર્જાય. દામ્પત્યજીવનમાં વાતાવરણ સારું રહે. લગ્નવિવાહની વાતચીતો માટે સાનુકૂળતા જણાય. નવીન પરિચયોથી લાભ થાય.

કન્યા (પ,ઠ,ણ)ઃ સ્વસ્થતા ટકાવી રાખજો. અવાસ્તવિક ભય અને કાલ્પનિક ચિંતાઓ જણાશે. માનસિક શાંતિ તમે આધ્યાત્મિક માર્ગ દ્વારા જ શાંતિ મેળવી શકશો. નિરાશા અને નકારાત્મક વિચાર છોડી દેવા જરૂરી છે. આ સમયમાં નાણાંકીય આયોજનને વ્યવસ્થિત નહીં રાખો તો ગરબડ વધે. નોકરિયાતો માટે આ સમય મિશ્ર ફળ આપનારો છે. વધુ પ્રયાસે કાર્યસફળતાના યોગ છે. બઢતી-બદલીના કમકાજો અટવાયેલા હશે તો ઉકેલાશે. વેપારીઓને પ્રોત્સાહક વાતાવરણ જોવા મળશે. મકાન-મિલકતના કામકાજો ગૂંચવાય તો તેને ઉકેલી શકશો.

તુલા (ર,ત)ઃ આર્થિક સમસ્યાઓ વધવાના કારણે વધુ ધ્યાન નાણાંકીય જોગવાઈ ઊભી કરવા પર આપવું પડશે. કોઈના ભરોસે નાણાંની લેવડદેવડ કરવી નહિ. નોકરિયાત વર્ગને કેટલીક સારી તક મળશે. વિઘ્નોને પાર કરી શકશો. ધંધાકીય સમસ્યાઓ ઊકેલી શકશો. જમીન યા મકાનને લગતા વિવાદ, અવરોધ કે પ્રતિકૂળતાનાં પ્રસંગો ઊભા થાય. ગૃહજીવનમાં વિસંવાદિતા રહે. સમસ્યામાં સ્વજનો ખાસ ઉપયોગી બને નહીં. સંતાનોના પ્રશ્નો ઉકેલી શકશો. લગ્ન-વિવાહની વાતચીતોમાં અંતરાય આવશે. વિદ્યાર્થીઓને મહેનતના પ્રમાણમાં ફળ ન મળતા ચિંતા વધશે.

વૃશ્ચિક (ન,ય)ઃ લાભદાયી પરિવર્તન આપનારો સમય છે. આર્થિક સ્થિતિમાં સુધારો થાય. ધંધાકીય કામકાજમાં સરળતા જોવાય. આવકમાં સંતોષ રહે નહીં. અયોગ્ય ખર્ચ થઈ જાય. તબિયત અંગે બેદરકારી રાખવી નુકસાનકારક સાબિત થશે. કાર્યોમાં નિયમિતતા જાળવવી. ધીરજ અને કુનેહથી કાર્યો કરવાથી જ સફળતા સાંપડશે. શેરસટ્ટામાં પૈસા રોકવા નહિ. જમીન, મકાન, વાહનના પ્રશ્નોમાં ધીરજ રાખવી. યાત્રા-પ્રવાસમાં અવરોધ આવશે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આસપાસનું વાતાવરણ માનસિક તાણ અને ઉત્પાતનો અનુભવ કરાવશે. કોઇ પણ ઉતાવળા નિર્ણયો લેતાં પહેલાં સો વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવજો. નોકરિયાતો માટે આ સમયના યોગો શુભ જણાય છે. પ્રતિકૂળતામાંથી માર્ગ મળશે. વિરોધીના વિઘ્નોને પાર પાડી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે પરિસ્થિતિ સુધારાજનક અને પ્રોત્સાહજનક જણાશે. મકાન-મિલકતના લે-વેચ, ખરીદીના કામ પતાવી શકશો. મકાનનું સ્થળાંતર થાય. બાપદાદાની કૌટુંબિક મિલકતોને લગતા વિવાદો ઉકેલાશે.

મકર (ખ,જ)ઃ હાલનાં ચાલુ કાર્યોમાં અણધાર્યો ફાયદો થાય. તક સ્વીકારી લેવાથી લાભમાં રહેશો. મોટી લાલચમાં પડવું નહીં. વ્યવસાય અંગે આગળ વધવાનાં ચાન્સ મળશે. હાલ જ્યાં કામ કરો છો ત્યાં સ્થિરતા જ રાખવી. નવું જોખમ કે નવું આયોજન કરવું નહીં. ચાલુ આવકનાં સાધનો બળવાન થશે. બહારગામથી શુભ સમાચાર મળશે. મિત્ર-સ્વજનોથી ટેન્શન. નોકરિયાત વર્ગે બદનામી અને આરોપોથી બચવું રહ્યું. વૈવાહિકો માટે સમય પ્રતિકૂળ છે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સપ્તાહમાં એક દિવસ સારો જાય તો એક દિવસ સખત ઉચાટ ઉદ્વેગ રખાવશે. નોકરી-ધંધામાં શાંતિથી દિવસો પસાર કરી લેવા જરૂરી ચે. વિચારોમાં અટવાયેલા રહેવાથી કામકાજમાં વિલંબ થાય. ધાર્યું કામકાજ ન થવાથી પોતાના પર ગુસ્સો આવે. મહત્ત્વનું કામકાજ કરવાનું હોય કે નિર્ણય લેવાનો હોય તો કોઈની સાથે વિચારવિમર્શ કરી લેવો. સહકાર્યકરના સાથ-સહકારથી એક-બે કામનો ઉકેલ લાવી શકવાથી રાહત મળે. ધર્મકાર્ય-શુભકાર્યથી તમારા હૃદય અને મનને આનંદ-ઉત્સાહ જણાય. ખર્ચ ખરીદી થાય. સ્ત્રીવર્ગે તબિયત સાચવવીને કામકાજ કરવું.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહ શુભ ઘટનાઓ સાથે શરૂ થશે. આર્થિક લાભનાં કામો તમારે શોધવા નહીં પડે. શરીર સુખાકારી સારી રહેશે. આમ છતાં ખાવાપીવા અંગે કાળજી રાખવી જરૂરી છે. મિત્રોથી સાવધાની રાખવી. ઉદાર બનીને કોઇને ઉધાર પૈસા આપવા નહિ. કોર્ટ-કચેરીના કેસમાં લાભકારક સમય. ઉતાવળિયા સાહસોથી દુર રહેવું. કૌટુંબિક ખર્ચમાં વધારો થાય. વણઉકેલ્યા પ્રશ્નોમાં ધીરજ રાખવી જરૂરી. નોકરિયાત વર્ગ માટે સપ્તાહ લાભદાયી છે. વ્યાવહારિક કાર્યોનો ઉકેલ મળી આવે. સામાજિક બાબતોમાં કડવા અનુભવો થાય. સાવધાની રાખવાની જરૂરી છે. ધર્મલાભ મળે. અન્ય કાર્યો સફળ થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter