તા. ૨૪ ડિસેમ્બર ૨૦૧૬ થી ૩૦ ડિસેમ્બર ૨૦૧૬

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 21st December 2016 08:40 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહના શુભારંભે શુભ સમાચાર મળશે. અત્યાર સુધી મનમાં સંઘરી રાખેલ વ્યથા આ સમયમાં દુર થશે. અંગત પરિજનોની હૂંફ અને પ્રેરણા તમારા કાર્યોમાં પ્રગતિ કરાવશે. નાણાકીય પરિસ્થિતિ સુધરશે. આર્થિક વ્યવહાર સચવાશે. વેપારી કામમાં થોડી થોડી તેજી આવશે. નોકરીમાં વધુ રાહત રહેશે. આત્મબળ ટકી રહેશે. નવા સોદા કરવા માટે તથા રોકાણ માટે થોભી જઈને કામ કરશો.

વૃષભ (બ,વ,ઉ)ઃ નવા પ્રવાસની તૈયારીઓ સાથે અધૂરાં રહેલા કામોને પૂર્ણ કરવાની પણ મનોકામના પૂર્ણ થશે. શારીરિક બાબતોની ચિંતા હલ થતી જણાશે. નવીન ખરીદીમાં કાળજી લેવી પડશે. વધુ પડતું દેવું ન થાય તે જોવું જરૂરી છે. ધર્મલાભ મળશે. માંગલિક અને સામાજિક પ્રસંગોને લઈ દોડધામ વધશે. સંતાન અંગેના પ્રશ્નોમાં સહાયતા મળશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં મળતી તકોનો સદુપયોગ કરી લેવો જરૂરી છે. અનેક મુશ્કેલીઓ બાદ મળતી સફળતાનો અનુભવ આ સમયમાં થશે. અટકેલા કામોનો ઉકેલ મળશે. સ્વજનો તરફથી સ્નેહભાવ વધશે. ધંધાકીય બાબતોમાં પડેલી ગૂંચવણો ઊકેલાશે. ભાગીદારીમાં રાહત રહેશે. પૈસાની તકલીફ ઓછી થાય. લેણા પૈસા પાછા મેળવવાનું શક્ય બનશે. વડીલો તરફથી સહાનુભૂતિ વધશે.

કર્ક (ડ,હ)ઃ નુકસાનથી બચવું હોય તો શેરસટ્ટા કે લોટરીમાં પૈસા ન ઉડાવશો. નાણાકીય ખેંચ તમને મુશ્કેલીમાં ન મૂકે એ જોવું જરૂરી છે. લગ્ન અને માંગલિક કાર્યો માટે દોડધામ વધશે. નવીન ખરીદી અને ઈચ્છિત વસ્તુઓ વસાવવા માટે ખર્ચ થશે. સંતાન માટે સમય ફાળવવો પડશે. દામ્પત્યજીવનમાં કડવાશ ઓછી થશે અને જીવનરૂપી બાગમાં આનંદમંગલના પુષ્પો ખીલશે.

સિંહ (મ,ટ)ઃ નાણાકીય ભીડ હળવી થશે. આર્થિક વ્યવહારો આસાનીથી પાર પાડી શકશો. જમીન-મિલકત બાબતના પ્રશ્નોનો ગૂંચવાડો ક્રમશઃ ઓછો થાય. લગ્ન અને વૈવાહિક બાબતે અટકેલી વાતો વેગ પકડશે. ક્રમશઃ પ્રગતિ જણાશે. રહેણાંકમાં રિનોવેશન કરાવવાનું કાર્ય હાથ ધરવાનું શક્ય બનશે. વાહનની ખરીદી માટેના ચક્રો ગતિમાન થાય. સંતાનો તરફથી હૂંફ મળશે. નોકરી-ધંધામાં રાહત અનુભવશો.

કન્યા (પ,ઠ,ણ)ઃ નવા વેપાર-ધંધાનું આયોજન કરતા હશો તો પ્રારંભે થોડીક અડચણોનો સામનો કરવો પડશે. નોકરીમાં પણ મન ઊંચું થાય. સાથીદારો સાથે ચડભડ ન થાય તેની કાળજી રાખવી જરૂરી છે. કૌટુંબિક તથા સામાજિક કામગીરી પાછળ ખર્ચ થશે. સંતો-મહાપુરુષોનું મિલન માનસિક શાંતિનો અનુભવ કરાવશે. નોકરી બાબતે થોડીક ચિંતા વધશે. જોકે મજબૂત આત્મવિશ્વાસ થકી તેનો સામનો કરી શકશો. મુશ્કેલ બાબતોમાં મિત્રોનો સહયોગ વધશે. ઈચ્છિત ફળ મળશે.

તુલા (ર,ત)ઃ લાંબા સમયથી ગૂંચવાયેલા પ્રશ્નોનું અનુભવી અને વડીલોની સલાહથી નિરાકરણ મેળવી શકશો. નાણાકીય મુશ્કેલી હવે ઓછી થતી જણાશે. યાત્રા-પ્રવાસમાં થયેલી ઓળખાણનો લાભ આ સપ્તાહમાં મળશે. નવા ધંધામાં મૂડીરોકાણ કરવાની યોજના સફળ થાય. શેરસટ્ટામાં કાળજી રાખવી જરૂરી છે. નવીન ચીજવસ્તુની ખરીદીમાં કાળજીપૂર્વક નિર્ણય કરવો. મકાન અને ઓફિસની લગતી કામગીરી સરળ થશે. મિત્રોની હૂંફ અને સ્વજનોની લાગણી પામશો.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહ દરમિયાન નાણાકીય સ્થિતિમાં ચઢાવ-ઉતાર આવશે. વિના કારણ દેવાનો બોજ ન વધે તેનું ધ્યાન રાખશો. સરકારી અને વેપારી કામકાજમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. સ્વજનો તથા મિત્રો સાથે કેટલાક મુદ્દે મતભેદ રહે. ખોટા વાદ-વિવાદ અને ટાપસી પૂરાવવાનું વલણ ટાળજો. બીજાના દોરવાયા દોરવાઈ જઈને નિર્ણય લેતા પહેલાં ધ્યાન રાખશો. મહત્ત્વના નિર્ણય લેતાં પહેલાં બે વખત ચકાસણી જરૂરી છે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ નાણાકીય બાબતે લાભ અને સફળતાની આશાઓ ફળશે. બાકી લેણા મુદ્દે પણ રાહત થતી જણાય. મનમાં રહેલી ગૂંચવણોનો જવાબ મળશે. ભાઈભાંડુઓ અને વડીલો તરફથી સ્નેહભાવ, આત્મીયતા વધશે. મતભેદ હશે તો તેનું નિરાકરણ આવશે. ધાર્મિક તથા માંગલિક પ્રસંગોમાં તમને લાભકારક ફળ મળશે. હાથમાં લીધેલા કાર્યો પૂરાં થશે. લગ્નવાંચ્છુઓ માટે આ સમય અનુકૂળ છે.

મકર (ખ,જ)ઃ ધંધાકીય મુદ્દે આ સપ્તાહમાં તમારી અનુકૂળતા વધશે. અટવાયેલા નાણાં અને મિલકતો પરત મેળવવાની તમારી યોજના ફળશે. વાહનખરીદીના યોગ છે. નોકરીમાં સાનુકૂળતા વધતી જણાય. ઉચ્ચ અધિકારીઓ તરફથી રાહત રહે. સંતાન અંગેના પ્રશ્નોનું નિરાકરણ મળશે. દામ્પત્યજીવનમાં આનંદની સુવાસ પ્રસરશે. માનપાન મળશે તથા કામની કદર થશે. નાના પ્રવાસનું આયોજન થાય.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહમાં ક્રમશઃ પ્રગતિ અને ઈચ્છત સફળતાઓ મેળવી શકશો. સંતાનના પ્રશ્નોમાં વધુ ધ્યાન આપવું હિતાવહ રહેશે. ધંધાકીય ક્ષેત્રે તેજી જોવા મળશે. ભૂતકાળમાં કરેલા મૂડીરોકાણોનું વળતર મળશે. શુભ પ્રસંગોનું આયોજન થશે. સંતાનસુખની ઈચ્છાઓ ફળીભૂત થતી જોવા મળશે. સંતો સાથેનો સમાગમ લાભદાયી બનશે. ધર્મસ્થાનની મુલાકાત શાંતિ બક્ષી ચિંતામુક્ત કરાવશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહના આરંભે કામકાજનો બોજ વધશે. મિત્રો-પરિવાર તરફથી નવી જવાબદારી આવશે. નાણાકીય ખેંચ ઊભી થતી જણાશે. વાદવિવાદમાં અયોગ્ય નિર્ણય ન લેવાય જાય તે જોવું જરૂરી છે. નવા પ્રવાસ માટે ઈચ્છાઓ પ્રબળ બને. નવી ઓળખાણો મદદરૂપ બનશે. અટકેલા સરકારી કાર્યમાં પ્રગતિ થાય. પ્રિતીપાત્રોની હૂંફ વધશે. શારીરિક તંદુરસ્તીમાં કાળજી લેવી હિતાવહ છે. વડીલોની ચિંતા રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter