તા. ૨૪ ફેબ્રુઆરી થી ૨ માર્ચ ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 23rd February 2018 06:49 EST
 

મેષ (અ,લ,ઇ)ઃ અંગત બાબતોના કારણે અજંપો-વ્યથાનો અનુભવ થાય. અગમ્ય બેચેની જણાશે. મનને સક્રિય રાખશો તો વધુ નિરાશામાંથી ઊગરી શકશો. આયોજન વ્યવસ્થિત કરશો તો નાણાંકીય મુશ્કેલી અનુભવશો નહીં. આવકવૃદ્ધિ થાય, પણ બચત થાય નહિ. અગત્યના નાણાંકીય કામો પતાવી શકશો. નોકરીના ક્ષેત્રે તમે ધારો છો તેવી તક હાથમાં આવીને સરી ન પડે તે જોજો. ગાફેલ રહેશો તો તક ગુમાવવી પડશે. બદલીનો યોગ પ્રબળ છે. વિરોધીની ચાલબાજીથી સાવધ રહેજો. વ્યવસાયના ક્ષેત્રે વિકાસ મંદ જણાશે. મકાનના ખરીદ-વેચાણના કામકાજમાં અવરોધો હશે તો દૂર થાય. કૌટુંબિક સંપત્તિના પ્રશ્નો ઉકેલાતા જણાશે. કૌટુંબિક સમસ્યાઓ માનસિક ચિંતા રખાવે. સ્વજનો સાથે વિવાદ થશે. જીવનસાથીનો સહકાર મળશે. લાભકારક મુસાફરી થાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ અકારણ ચિંતાઓ મનને સ્વસ્થ કરશે. અકળામણ અને બેચેની વધતા જણાશે. માનસિક તાણનો ભોગ બનશો. નાણાંકીય લેવડદેવડ માટે સમય સાનુકૂળ થતો નથી. આથી ધારી આવક કે લાભ પૂરો મળે નહીં. નવા વધારાના ખર્ચા ઊભા થશે. આથી આવક તેમાં ખર્ચાઈ જશે. નોકરી-ધંધાની પરિસ્થિતિ સાનુકૂળ રહેશે. ખાસ કોઈ ચિંતા રહે નહીં. ધંધા-વેપારના ક્ષેત્રે વધુ સારી તકો ઊભી કરી શકશો. મિલકત અંગેની કાર્યવાહીઓમાં અવરોધ જણાય. ધાર્યા કામ ઉકેલાશે નહીં. નવી લે-વેચમાં ન પડવું. કૌટુંબિક વિખવાદ હોય તો તે દૂર થાય. સ્વજનોથી મિલન-મુલાકાત થાય.

મિથુન (ક,છ,ઘ)ઃ રચનાત્મક પ્રવૃત્તિઓનો વિકાસ થશે. બૌદ્ધિક કામગીરીમાં સફળ થશો. માનસિક ઉત્સાહ અનુભવશો. ધ્યેય સિદ્ધ કરવાની સાનુકૂળતા વધશે. નોકરિયાતો માટે આ સમય કામકાજનો બોજો વધારનારો છે. હરીફ અને કર્મચારીઓ સાથે મતભેદ વધશે. ધાર્યું ફળ મળે નહિ. ધંધાકીય ક્ષેત્રે વિઘ્નો વધુ જણાશે. મકાન-સંપત્તિને લાગતા પ્રશ્નો યથાવત્ રહેતા જણાશે. કોર્ટ-કચેરીના આંગણે રહેલા દાવાઓ પણ જેમના તેમ જણાશે. મિલકતોના લે-વેચના કાર્ય માટે ફાયદાકારક સમય જણાતો નથી.

કર્ક (ડ,હ)ઃ માનસિક શાંતિ હણાય તેવા પ્રસંગો સર્જાય. પ્રતિકૂળતાથી ડગી જશો નહીં, પણ તમારો પુરુષાર્થ જારી રાખજો. વ્યવસ્થિત રહેશો તો પ્રતિકૂળ સંજોગો પણ સાનુકૂળ બની જશે. ચિતિંત થવાને કોઇ કારણ નથી. આ સમયમાં તમારી આવક અને ખર્ચને સમતોલ નહિ રાખી શકો. ધાર્યા લાભ મળવામાં હજુ અવરોધો જણાશે. વિશ્વાસઘાત અને નુકસાનના પ્રસંગોથી સાવધ રહેજો. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ નાના-મોટા અવરોધો બાદ સમસ્યા ઉકેલાશે. મકાન-જમીન કે સંપત્તિના મામલામાં કે તેને લાગતા કામકાજના ઉકેલ માટે ગ્રહયોગો મદદરૂપ બની રહેશે. વિઘ્નોને પાર કરી શકશો. દામ્પત્યજીવનની સમસ્યાઓને ઉકેલી શકશો. મતભેદો દૂર થાય.

સિંહ (મ,ટ)ઃ મહત્ત્વની પ્રવૃત્તિઓ વિકાસ તરફી થતાં તમારો આત્મવિશ્વાસ વધતો જણાશે. કેટલીક નવરચના અને લાભદાયી તકો મળતાં ઉત્સાહ વધશે. નાણાંકીય દૃષ્ટિએ તમારા સંજોગો અગાઉ કરતાં પણ વધુને વધુ મુશ્કેલી સૂચવે છે. દેવું કે કરજ ન વધારશો. નાણાંની પ્રાપ્તિનો માર્ગ હવે અવરોધાતો જણાશે. ખર્ચ અને જવાબદારી વધારવા પર અંકુશ રાખજો. નોકરીના ક્ષેત્રે તમે ધારો છો તેવી તક હાથમાં આવીને સરી ન પડે તે જોજો. ગાફેલ રહેશો તો તક ગુમાવવી પડે. સ્થળાંતરના યોગ પ્રબળ છે. વિરોધીઓ અને સહકર્મચારીઓની ચાલબાજીથી સાવધ રહેજો.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય મૂંઝવણ, એક પ્રકારના અજંપાનો બોજ સૂચવે છે. ધીરજ ઘણી દાખવવી પડશે. અકળામણ વધશે. તમે જે નાણાંકીય લાભની આશા રાખો છો તે હજુ મળે તેમ જણાતું નથી. આવકના નવા માર્ગ મળે નહિ. શેરસટ્ટાથી લાભ લેવા જતાં પસ્તાવું પડશે. નવી નોકરી મેળવવાના પ્રયત્ન ફળદાયી બનશે. વર્તમાન નોકરીના પ્રશ્નોના ઉકેલમાં સાનુકૂળતા સર્જાશે. બઢતી સંભવ છે.

તુલા (ર,ત)ઃ તમારી મનોવેદના, વ્યથા હળવી બે તેવા પ્રસંગો સર્જાશે. ઈશ્વરીય શક્તિ સહાયભૂત બનશે. ઇચ્છિત તક સામેથી આવશે. આવકવૃદ્ધિનો માર્ગ મળે. પરિસ્થિતિમાં સુધરો થશે. માથા પરની જવાબદારીઓને અદા કરવા માટે જોઈતી મદદ મેળવી શકશો. વિશ્વાસે ધીરધાર કરશો નહીં. નોકરીના પ્રશ્નો હલ થશે. પ્રગતિ થાય. ખટપટ કરનાર ફાવે નહીં. ગૂંચવાડામાંથી બહાર નીકળશો. વેપાર-ધંધાના ક્ષેત્રે ઉજ્જવળ તકો મળે. જમીન-મકાનને લગતી બાબતો માટે પ્રતિકૂળતા હશે તો સાધારણ સુધારો જણાશે. ખર્ચ ચિંતા વધવાના યોગ છે. સંયુક્ત કુટુંબની મિલકતોના વિવાદો વધશે. જીવનસાથી સાથેના સંબંધો સુમેળભર્યા રહી શકશે. ગેરસમજોનું નિરાકરણ આવે. મતભેદોના સાનુકૂળ ઉકેલ મળે.

વૃશ્ચિક (ન,ય)ઃ તમારો પુરુષાર્થ યોગ્ય દિશાનો અને સફળ રહેતા સક્રિયતા વધશે. મુશ્કેલીઓના વાતાવરણમાંથી બહાર નીકળશો. આગળ વધો અને ફતેહ મેળવો. આર્થિક સમસ્યાઓ ઘેરી બનતી જણાય તો પણ કાર્યશીલ રહીને ચાલશો તો કોઈને કોઈ રીતે નાણાંનો બંદોબસ્ત થતાં કામકાજ ઉકેલાશે. જોકે ધીરજની કસોટી થશે. વધારાના લાભની આશા અશંતઃ ફળે. નોકરિયાતો માટે આ સમય સાનુકૂળ નીવડશે. હાથ ધરેલા કામકાજમાં સફળતા યશ મળે. હિતશત્રુઓ પર વિજય મળે. વેપાર-ધંધાની સ્થિતિ સુધરતી જણાશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ મનોવ્યથા કે બેચેની વધે તેવા પ્રસંગો માનસિક સંઘર્ષ પેદા કરશે. નકારાત્મક અને આવેશાત્મક વલણને વધવા દેશો તો તાણ વધશે. ધીરજ, સમતા અને સંયમને મૂળ મંત્ર માનવો. નાણાંકીય જરૂરિયાતો સંતોષવામાં અવરોધો જણાશે. આવક કરતાં ખર્ચ, ચૂકવણીનો બોજ વધુ રહેતા આ સમય ચિંતામાં પસાર થાય. સરકારી નોકરિયાતોને જોઈતી સફળતા મળે નહિ. ઉપરી સાથે ઘર્ષણ, વિવાદના પ્રસંગો આવે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ પરિસ્થિતિ પ્રતિકૂળતા ભરી રહેશે.

મકર (ખ,જ)ઃ લાગણી દુભાય તેવા પ્રસંગોના કારણે તંગદિલી જણાશે. અન્ય લોકો સાથે ચકમક ઝરવાના પ્રસંગો નહિ અટકાવો તો સાથે ઉશ્કેરાટ વધશે. કૌટુંબિક સંપત્તિના કામકાજો પાર પડતા જણાશે. જીવનસાથી સાથે નાની-મોટી બાબતોમાંથી વિવાદ-ઘર્ષણના પ્રસંગો સર્જાતા અટકાવજો. કૌટુંબિક વાતાવરણ અશાંત રહેવાના યોગો છે. સંતાનોના આરોગ્યની કાળજી લેજો. પ્રિયજન સાથે ચકમક ઝરવાના કે વિયોગના યોગ છે. ભાગીદારીના પ્રશ્નોને ધીરજથી ઉકેલજો. નવીન યોજનાઓમાં હજુ વિઘ્ન જણાશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમય પ્રવૃત્તિમય રહેશે. વધારાના કામકાજની જવાબદારીના કારણે માનસિક તાણ વર્તાશે. આર્થિક દૃષ્ટિએ સમય સુધારાજનક અને સાનુકૂળ જણાશે. આવકવૃદ્ધિનો માર્ગ મળે. નોકરિયાતો માટે આ સમય પ્રગતિકારક જણાશે. અટવાયેલા લાભ મેળવી શકશો. તમારા માર્ગમાં અવરોધ સર્જાતા લોકો ફાવશે નહીં. વેપાર-ધંધાના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળશે. મિલકત સંબંધિત કામકાજોના ઉકેલ માટે સાનુકૂળતા જણાશે. કૌટુંબિક સમસ્યાનો સારો ઉકેલ મળશે. જીવનસાથીની તબિયત ચિંતા કરાવે. દામ્પત્યજીવનમાં વાતાવરણ એકંદરે સારું રહે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ રચનાત્મક અને સર્જનાત્મક કાર્યોમાં સાનુકૂળતા મળતા આનંદ અને ખુશી જણાય. મનની ઈચ્છાઓ સાકાર થતી જણાશે. બેચેનીનો બોજો હળવો થાય. આર્થિક જવાબદારીઓ છતાંય એકંદરે જવાબદારી પાર પાડી શકશો. નાણાંના અભાવે કશું અટકે તેવા યોગો જણાતા નથી. એકાદ-બે લાભ અને આવકના પ્રસંગોના કારણે ચિંતા દૂર થાય. નોકરિયાતો માટે આ સમય સફળતા, પ્રગતિ અને યશ આપનાર છે. હિતશત્રુના હાથ હેઠાં પડે. સારી તકો મળતાં આનંદ વધે. ધંધા-વેપારના ક્ષેત્રે હવે આગેકૂચ કરી શકશો. અલબત્ત, પ્રગતિ મંદ ગતિએ થશે તેથી ધીરજ જાળવજો. મકાન-મિલકતને લગતા કામકાજો હવે અટવાતા જણાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter