તા. ૨૫ ઓગસ્ટ થી ૩૧ ઓગસ્ટ ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 24th August 2018 04:35 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ આવેશ અને ગુસ્સાને કાબૂમાં રાખજો. સ્વમાનનો પ્રશ્ન બનાવશો તો અંતે તમારી મનોસ્થિતિ તંગ જ બનશે. તમારી યોજના મુજબના લાભ થાય નહીં. આવક અંગેનો અસંતોષ અકળાવશે. કરજ કે ચૂકવણી અંગે લોન કે સ્વજનોની સહાય મેળવી શકશો. નોકરિયાતો માટે કાર્યભાર અને નવીન જવાબદારી વધારનાર સમય છે. ખોટી ખટપટો અને વિરોધીઓની પ્રવૃત્તિઓના કારણે ટેન્શન જણાશે. બદલી કે બઢતી અંગેના તમારા પ્રયત્નો સફળ થશે. ધંધા-વેપારના ક્ષેત્રે ઘણો પુરુષાર્થ કરવો પડે. અલબત્ત પરિસ્થિતિ સુધરતી જણાશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ અગત્યના મૂંઝવતા પ્રશ્નોના ઉકેલમાં સફળતા મળતાં ઉત્સાહ વધશે. લાંબા ગાળાથી અટવાયેલા કાર્યોનો નિકાલ આવે અથવા તો તેમાં પ્રગતિ થતી જણાય. આર્થિક દૃષ્ટિએ આ સમય સુધારાજનક અને એકંદરે વધુ સાનુકૂળ જણાય છે. આવકવૃદ્ધિનો માર્ગ મળે. તમારા વહેવારો પાર પાડવા પૂરતી નાણાંકીય વ્યવસ્થા કરી શકશો. નોકિરયાતોને સાનુકૂળતા જણાશે. અટવાયેલા કામકાજો ઉકેલાશે. ઉપરી અધિકારીનો સહકાર મળે. નોકરીમાં સારી તક મળે. ધંધાર્થીને પણ સફળતા અને પ્રગતિનો માર્ગ મોકળો થાય.

મિથુન (ક,છ,ઘ)ઃ તમારો પુરુષાર્થ ફળદાયી નીવડશે. સક્રિયતા વધતી જશે તેમ લાભ પણ વધશે. આગળ વધો અને ફતેહ મેળવો - આ સૂત્રને ધ્યાનમાં રાખો અને આગેકૂચ કરતા રહો. નોકરીમાં સંજોગો પલટાતા જણાય. પ્રતિકૂળતા અને અડચણમાંથી માર્ગ કાઢવો પડશે. ધંધા-વેપારની બાબતે હજુ સમય અનુકૂળ જણાય નહીં. ભાગીદાર સાથે ગેરસમજ વધતી લાગે. આ સમયમાં મકાન-મિલકતના કામકાજો ઉકેલી શકશો.

કર્ક (ડ,હ)ઃ આ સમયમાં એક પ્રકારની એક ઉદાસીનતા - વ્યગ્રતાની લાગણીનો અનુભવ થશે. તમારા વિચારોને અમલમાં મૂકવાનું અશક્ય લાગતા તંગદિલી વધશે. આર્થિક સંજોગો સુધારવામાં હજુ સમય લાગશે. આથી સમજીવિચારીને ખર્ચ કે સાહસ કરજો. નાણાંનો વ્યય ન થઈ જાય તે જોવું રહ્યું. ધંધાકીય ક્ષેત્રે વિકાસ ધીમો જોવા મળે. કાર્યબોજાના કારણો ઝડપી પ્રગતિ ન થાય. પ્રગતિનો પ્રશ્ને ગૂંચવાઇ શકે છે. મુશ્કેલીઓ પેદા થતી જણાશે. નવીન સ્થાન મળે નહિ. તમારા સંપત્તિના પ્રશ્નો હજુ ગૂંચવાયેલા રહેશે. ધાર્યું કામ થાય નહીં. કોઈને કોઈ મુશ્કેલી પેદા થાય. સંયુક્ત મિલકતો અંગે ઘર્ષણો પેદા થવા સંભવ છે.

સિંહ (મ,ટ)ઃ કેટલીક સાનુકૂળ અને પ્રોત્સાહક પરિસ્થિતિનું નિર્માણ થતાં સમય વિકાસ સૂચવે છે. માર્ગ આડે આવતા અંતરાયો દૂર થતાં જણાશે. મહત્ત્વની પ્રવૃત્તિઓથી આનંદ થશે. નાણાંકીય મૂંઝવણનો ઉકેલ મળશે. જરૂરી પ્રસંગો વખતે નાણાંની વ્યવસ્થા થઈ શકશે. અટવાયેલા નાણાં પ્રાપ્ત થાય. શેર-સટ્ટા દ્વારા લાભના યોગ નથી. નોકરિયાતોને અંગત સમસ્યાઓનો ઉકેલનો માર્ગ મળશે. વિરોધીઓના હાથ હેઠા પડશે. બદલી-બઢતી વગેરેને લગતા કામમાં પ્રગતિ થાય. વેપાર-ધંધાની કાર્યવાહીમાં વિકાસ થાય. સફળતા સાથે લાભ મેળવી શકશો.

કન્યા (પ,ઠ,ણ)ઃ તમારું આયોજન ખોરવાય નહીં તે જોવું રહ્યું. માનસિક દ્વિધાઓ અને કામકાજના બોજના કારણે યોગ્ય સમયે યોગ્ય પગલું ન ભરી શકાતા લાભ દૂર થતો જણાય. એકાગ્રતા સાથે એક જ લક્ષ રાખીને યોજના ઘડશો તો ત્વરિત અમલની આશા છે. આ સમયમાં નાણાંકીય સમસ્યા હળવી બનતી જણાશે. આર્થિક જવાબદારીઓ પાર પાડી શકશો. નોકરીમાં બદલી કે સ્થળાંતરની સમસ્યાનો ઘણા પ્રયાસે ઉકેલ શક્ય છે. ઉપરી સાથે વાદવિવાદ ન વધે તે જોવું રહ્યું. એકંદરે તમારા પ્રયાસો સફળ થતા જણાશે.

તુલા (ર,ત)ઃ મૂંઝવણની લાગણી એક પ્રકારનો માનસિક બોજો સૂચવે છે. ઘણી જ ધીરજ દાખવવી પડશે. અકળામણ વધશે. તમે જે આર્થિક લાભની આશા રાખી રહ્યા છો તે હજુ આ સમયમાં મળે તેમ લાગતું નથી. આવકના નવા માર્ગ મળવામાં વિલંબ થાય. શેર-સટ્ટાથી લાભ લેવા જતાં પસ્તાવું પડશે. સારી નોકરી મેળવવાના પ્રયત્નો ફળદાયી બનશે. વર્તમાન નોકરીના સ્થળે પ્રશ્નોના ઉકેલ માટે સાનુકૂળતા સર્જાશે. બદલી અંગેના કાર્યમાં સફળતા મળે. મકાન-મિલકતના કામકાજો માટે ઇચ્છિત તકો અને સાનુકૂળતા સાંપડશે.

વૃશ્ચિક (ન,ય)ઃ મનની અશાંતિ અને ખોટી ચિંતાના ભારના કારણે સમયે પ્રતિકૂળ જણાશે. શક્ય હોય તો ખોટા વાદ-વિવાદથી દૂર રહેવું જરૂરી છે. નાણાંકીય બાબતો માટેના તમારા પ્રયત્નો સફળ થાય નહીં. આર્થિક મુદ્દે ચિંતા વધતી જણાશે. વધારાના ખર્ચના પ્રસંગો પણ આવશે. નોકરિયાતો માટે આ સમય પરિવર્તન અને સાનુકૂળ જણાય છે. આપના મિત્રો-સ્નેહીજનો, પરિચિતો ઉપયોગી બનતા જણાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે ધાર્યા લાભ ઓછા મળે. મકાન-મિલકતના કામકાજ માટે ગ્રહયોગો સાનુકૂળ છે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ હિંમત અને સ્વસ્થતા ટકાવી રાખશો તો સફળતા નિશ્ચિત છે. અવાસ્તવિક ભય અને કાલ્પનિક ચિંતાઓ જણાશે. આધ્યાત્મિક માર્ગ દ્વારા જ શાંતિ મેળવી શકશો. નિરાશા અને નકારાત્મક વિચારો છોડી દેજો. નાણાંકીય આયોજનને વ્યવસ્થિત રાખજો નહિ તો હેરાન થઈ જશો. ખોટા ખર્ચ વધી જવા સંભવ છે. હજુ અટવાયેલા લાભ કે ઉઘરાણી મેળવવામાં વિલંબ થાય. નોકરિયાત વર્ગને કામકાજનો બોજ વધતો જણાય. ઉપરી વર્ગ સાથે વાદ-વિવાદ ટાળવો રહ્યો. વેપાર-ધંધામાં પરિસ્થિતિ સામે ધીમે ધીમે આશાજનક અને પ્રગતિકારક બનશે.

મકર (ખ,જ)ઃ સપ્તાહમાં ઘણા અણઉકેલ્યા પ્રશ્નો ઉકેલાશે. જોકે વધારાની જવાબદારી ઉઠાવવી પડશે. નવીન તકો પણ પ્રાપ્ત થાય. જેટલી સાનુકૂળતા છે તેટલી જ નવી કામગીરી પણ આવશે. નાણાંકીય પરિસ્થિતિ સારી આવકના અભાવે યથાવત્ રહેશે. જે કંઈ સારી આવક થશે તે ખર્ચાઈ જશે. જૂની જવાબદારીઓ હળવી થશે. મકાન-સંપત્તિ તેમજ મિલકતો અંગેના પ્રશ્નો હલ થશે. પૈતૃક સંપત્તિ મેળવી શકશો. ભાડુઆત અંગેના પ્રશ્નો હલ થશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ મૂંઝવણનો સાનુકૂળ ઉકેલ મળશે. રચનાત્મક પ્રવૃત્તિઓથી આનંદ મળે. માનસિક બોજો હળવો થાય. આર્થિક પરિસ્થિતિ સુધરશે. આવકમાં વધારો થાય. ખર્ચની જોગવાઈ કરી શકશો. જવાબદારીઓ પાર પડે. વિશ્વાસે ધિરાણ કરવું નહીં. નોકરીના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળશે. કોઈની સહાયતા પ્રાપ્ત થાય. મૂંઝવણ-ગૂંચવણોમાંથી માર્ગ મળશે. વેપાર-ધંધાની પરિસ્થિતિ વ્યવસ્થિત બનાવીને સારા લાભ ઊભા કરી શકશો. જમીન-મકાનની સમસ્યાઓ મૂંઝવશે. ખર્ચ વધે અને ધાર્યા પ્રમાણે કામ ન થાય.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહમાં માનસિક તંગદિલી ઘટશે. સાનુકૂળતાના કારણે વધુ આનંદ માણી શકશો. ચિંતા-ઉપાધિના પ્રસંગો જણાતા નથી. સર્જનાત્મક કાર્ય પાર પડી શકશે. જરૂરિયાત પ્રમાણે આવક વધે તેવા યોગ જણાતા નથી, બલકે હાથમાં જે નાણાં છે તે ખર્ચાતા નાણાંભીડ સર્જાશે. આ સમયમાં જૂના લેણાંની રકમો મળવાથી વહેવાર નભી જશે. નોકરિયાતો માટે આ સમય પ્રોત્સાહક છે. સફળતા મળે. બઢતીનો માર્ગ મોકળો થાય. અગત્યના ધંધાકીય કામકાજોથી લાભ વધે. વિકાસના માર્ગે પ્રયાણ કરશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter