તા. ૨૬ ડિસેમ્બર ૨૦૨૦થી ૧ જાન્યુઆરી ૨૦૨૧ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 25th December 2020 05:01 EST
 
 

મેષ (અ,લ,ઇ)ઃ આ સમય ઉત્સાહજનક સાબિત થાય. મનોકામના પૂર્ણ થતી જણાય. નવીન આશાઓ જન્મશે. કોઈ સાનુકૂળ વિકાસની તક ઊભી થતી જોવા મળશે. આર્થિક પરિસ્થિતિ વિકટ અને મૂંઝવણભરી રહેવા છતાં તમે નાણાંભીડમાંથી બહાર નીકળી આવકવૃદ્ધિનો માર્ગ મેળવી શકશો. વિદ્યાર્થીઓ માટે વધુ મહેનતવાળો સમય. કૌટુંબિક પ્રશ્નોના હલ મેળવવા માટે વધુ પ્રયત્નો કરવા પડે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય દરમિયાન આપની ધીરજની કસોટી થાય. પરિસ્થિતિના પરિવર્તન માટે ખૂબ મહેનત કરવી પડશે. હજુ માર્ગ આડે કટેલાક અવરોધો આવશે. આર્થિક પ્રશ્નોના ઉકેલમાં વિલંબ થતો જણાશે. ધંધાકીય ક્ષેત્રમાં પણ ખૂબ જોઈજાળવીને આગળ વધવું. મહત્ત્વના મિલન-મુલાકતો માટે સમય સાનુકૂળ રહેશે. માંગલિક-ધાર્મિક પ્રસંગો માટે સમય સાનુકૂળ રહેશે. કોર્ટ-કચેરીના પ્રશ્નોનું નિરાકરણ નજીકના સમયમાં આવતું દેખાય.

મિથુન (ક,છ,ઘ)ઃ પરેશાનીઓનો અંત આવતા વિધેયાત્મક માર્ગ તરફ આગળ વધી શકશો. મહત્ત્વની તકો પ્રાપ્ત થાય, જેના કારણે વિકાસનો માર્ગ ઉજ્જવળ બનશે. જમીન-મકાન કે સંપત્તિને લગતા કામકાજ માટે પણ સમયની સાનુકૂળતા સારી. નોકરિયાત વર્ગને બઢતી મળવાના ચાન્સીસ રહેશે. દાંમ્પત્યજીવનમાં ક્લેશ દૂર થાય. શાંતિમય વાતાવરણ દ્વારા એકબીજાને સાનુકૂળ સમય આપી શકશો. વિદ્યાર્થીઓ માટે પણ સમય સારો રહેશે.

કર્ક (ડ,હ)ઃ તમારી યોજનાઓ અંગે જોઈતી સાનુકૂળતા કે સગવડો ઊભી થતાં ધાર્યા કામકાજ કરીને પ્રગતિમાં વધારો કરી શકાય. ઉમંગ-ઉલ્લાસ અનુભવશો. નોકરી-ધંધાના ક્ષેત્રમાં પ્રગતિકારક તક સાંપડે. આર્થિક જવાબદારીમાં વધારો જોવા મળશે. સામે આવકમાં પણ વધારો થશે. વિદ્યાર્થી વર્ગ માટે વધુ મહેનત દ્વારા સફળતાના શીખરો પ્રાપ્ત કરી શકાય. મકાન-મિલકતના કાર્યો માટે હજી થોડી રાહ જોવી પડે.

સિંહ (મ,ટ)ઃ હજી તમારા માર્ગ આડે કેટલાક અવરોધો છે તેને પાર કરવા માટે મનની શક્તિઓને કેન્દ્રિત કરી પૂરી લગન સાથે મહેનત કરશો તો અવશ્ય સફળતા પ્રાપ્ત કરશો. ઉતાવળા નિર્ણય ન લેવા સલાહભર્યું રહેશે. કોઈની સાથે કારણ વિનાના વાદ-વિવાદમાં ન ઉતરશો. નાણાંકીય દૃષ્ટિએ સમય સાનુકૂળ છે. જરૂરી ખર્ચને પહોંચી વળવા માટે આર્થિક સદ્ધરતા કેળવી શકશો. કૌટુંબિક વાદ-વિવાદથી પણ દૂર રહેવું સલાહભર્યું રહેશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ તમારો આત્મવિશ્વાસ અને મનોબળ મક્કમ રાખશો તો ધારી સફળતા પ્રાપ્ત કરી શકશો. સંજોગો ભલે વિપરીત જણાય, પણ મક્કમતાથી આગળ વધશો તો ચિંતા કરવાની કોઈ જરૂર રહેશે નહીં. આર્થિક દૃષ્ટિએ થોડી વધારે ચિંતા રહેશે. આવકના પ્રમાણમાં જાવક વધુ રહે. નોકરિયાત વ્યક્તિઓને આ સમય થોડોક વધુ મહેનત કરાવનારો રહેશે. વિદ્યાર્થીઓ માટે સમયની સાનુકૂળતા સારી રહેશે. ઉચ્ચ અભ્યાસના યોગો રહેશે.

તુલા (ર,ત)ઃ કારણ વિનાની પરિસ્થિતિ કે પ્રસંગોથી માનસિક ઉત્પાત કે અજંપો ન વર્તાય તેનું ખાસ ધ્યાન રાખશો. નાની-નાની બાબતોના વિવાદમાં ન ઉતરવું. અગત્યના કામકાજોમાં મન પરોવાયેલું રાખશો તો માનસિક સ્વસ્થતા પણ જાળવી શકશો. નાણાંકીય દૃષ્ટિએ સમય મધ્યમ રહેશે. નોકરિયાત વર્ગને પોતાના ઉપરી અધિકારી સાથે સારો મનમેળ રહે. કામકાજના કારણે પ્રવાસ - પર્યટનના યોગો બળવાન બને.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં અંગત મૂંઝવણો દૂર થતાં આશાવાદી વાતાવરણ સર્જાય. ધંધાકીય કાર્યોમાં સમયની સાનુકૂળતા તથા નવીન તકો સર્જાતા માનસિક સ્વસ્થતા અનુભવશો. નોકરિયાત વર્ગને પણ ઇચ્છિત બદલી-બઢતીના પ્રસંગો બળવાન બને. ગૃહાદિક જવાબદારીઓ સારી રીતે નિભાવી શકશો. માંગલિક પ્રસંગો સર્જાય. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની તકો પ્રાપ્ત થાય. ઇચ્છિત કાર્યોની પૂરતી થતાં હર્ષોલ્લાસભર્યો સમય પસાર થાય.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આપની આસપાસની પરિસ્થિતિ અને વાતાવરણ માનસિક તણાવ અને બેચેનીનો અનુભવ કરાવે. કોઇ પણ ઉતાવળા નિર્ણય લેતાં પહેલાં ખાસ વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવી રાખશો તો આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકશો. નાણાકીય મૂંઝવણોનો ઉકેલ આવતો જણાય. આવકવૃદ્ધિના પ્રયત્નો સફળ થતાં જોવા મળે. નોકરિયાત વર્ગને હિતશત્રુઓથી સાવધાન રહેવું જરૂરી. કૌટુંબિક જવાબદારીઓનો બોજો વધતો જણાય.

મકર (ખ,જ)ઃ આ સમયમાં નવી આશાઓ તેમજ નવીન તકો પ્રાપ્ત થાય. જોકે એને સમયસર ઉપયોગ નહીં કરો તો જીતેલી બાજી હારી શકશો છો. નાણાકીય દૃષ્ટિએ આ સમય સારો રહેશે. અટવાયેલા નાણાં પરત મેળવી શકશો. મકાન-મિલકતના અટવાયેલા પ્રશ્નોના હલ માટે થોડી વધુ મહેનત કરવી પડશે. નોકરી-ધંધાના ક્ષેત્રમાં પ્રગતિની તકો ઊભી થતી જણાય. પ્રવાસ-પર્યટન, ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકાય. વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો રહેશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ પુરુષાર્થ અને મહેનત રંગ લાવશે. સફળતા અને પ્રસિદ્ધિ તમારા કદમ ચૂમશે એવી પરિસ્થિતિઓ સર્જાશે. દરેક કાર્ય સફળ થાય. નોકરી અને ધંધાના ક્ષેત્રમાં ખૂબ પ્રગતિકારક તકો ઊભી થાય. આર્થિક દૃષ્ટિએ સદ્ધરતા વધે. મકાન-મિલકતની ખરીદી આ સમય દરમિયાન શક્ય બનશે. વિદ્યાર્થી વર્ગ થોડીક મહેનત દ્વારા ધાર્યું પરિણામ પ્રાપ્ત કરી શકશે. દામ્પત્યજીવનના પ્રશ્નોનો નિકાલ આવે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ અજંપો અને અશાંતિભર્યા વાતાવરણમાંથી બહાર આવવા માટે ખૂબ મહેનત કરવી પડે. ધારેલા કાર્યોની પૂર્તતા કરવા માટે મહેનતની સાથે સાથે આસપાસની વ્યક્તિઓનો સહકાર પણ લેવો પડે. કૌટુંબિક વ્યક્તિઓની મદદ દ્વારા માનસિક સ્વસ્થતા કેળવી શકશો. નોકરી-વ્યાપારના ક્ષેત્રમાં નવીન તકો પ્રાપ્ત થતાં થોડી રાહત અનુભવાય. ધાર્મિક સામાજિક પ્રસંગોમાં હાજરી આવશ્યક રહે. વિદ્યાર્થીઓ માટે થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter