તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૧૫થી ૨ ઓક્ટોબર, ૨૦૧૫

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 23rd September 2015 05:03 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આવકના પ્રમાણમાં ખર્ચનું પ્રમાણ વધશે. વિશ્વાસઘાતના કારણે ઉઘરાણી ન મળતાં ધનહાનિના યોગ છે. કૌટુંબિક બાબતો અંગે ખર્ચ વધશે. નોકરિયાતોને બદલી-બઢતી આડે વિઘ્ન હશે તો દૂર થશે. વેપાર-ધંધાની પરિસ્થતિ ધીમે ધીમે સુધરતી જણાશે. મહેનત વધુ થશે, પણ ફળ અલ્પ મળશે. મકાન-સંપત્તિની કામગીરીમાં આગળ વધી શકશો. વિઘ્નો કે અંતરાયોથી ગભરાશો નહીં. પ્રયત્નો ચાલુ રાખજો. દાંમ્પત્યજીવનમાં ગેરસમજોના કારણે વાદ-વિવાદ સર્જાશે. પ્રવાસ ફળદાયી નીવડશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં પૂર્વનિર્ધારિત કામ પાર પડતાં આનંદ મળે. મનની સ્વસ્થતા જાળવી શકશો. મિત્રો-સ્નેહીજનોનો સરકાર મળતાં સાનુકૂળતા વર્તાશે. આર્થિક દૃષ્ટિએ આ સમય મિશ્ર રહેતો જણાય. નાણાકીય જરૂરિયાતો કે અપેક્ષાઓ પ્રમાણે નાણા ઊભા કરી શકશો. નોકરિયાતોને સ્થળાંતર, પરિવર્તનની તક મળશે. મોકો ઝડપી લેજો. નવા ક્ષેત્રમાં જવાની તક મળશે. ઉપરી સાથેના સંબંધો સાનુકૂળ બનશે. વેપાર-ધંધાના ક્ષેત્રે જણાતી સમસ્યાઓ સુખદ રીતે ઉકેલાશે. ગૃહજીવનમાં આનંદ અને સહકારના કારણે સંવાદિતા સર્જાશે.

મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ દરમિયાન હિંમત અને સ્વસ્થતા ટકાવી રાખજો. નિરાશા અને નકારાત્મક વિચાર છોડવા જરૂરી છે. આ સમયમાં નાણાકીય આયોજનને વ્યવસ્થિત નહિ રાખો તો ગરબડ વધશે. ખોટા ખર્ચ વધી જવા સંભવ છે. હજુ અટવાયેલા લાભ કે ઉઘરાણીઓ મળવામાં વિલંબ થતો જણાશે. કૌટુંબિક કારણસર ખર્ચનું પ્રમાણ વધતાં નાણાભીડ જણાશે. નોકરિયાતને કામકાજનો બોજો વધતો લાગશે. સહકર્મચારીઓ સાથે વાદવિવાદ ટાળજો. વેપાર-ધંધામાં પરિસ્થતિ ધીમે ધીમે આશાજનક અને પ્રગતિકારક થશે. મહત્ત્વની કામગીરીઓ સફળતાં ભવિષ્યમાં લાભ મળશે. આ સમયમાં જમીન-મકાન સંબંધિત બાબતોમાં વાતાવરણ અવરોધક જણાશે. વ્યર્થ દોડાદાડીમાં સમય પસાર થતો લાગશે. અંગત આરોગ્યની કાળજી લેજો.

કર્ક (ડ,હ)ઃ આ સમયગાળાના ગ્રહયોગની ચાલ દર્શાવે છે કે તમારાં મહત્ત્વનાં કામકાજોમાં સાનુકૂળતા અને સફળતા મળશે. સારી તક પ્રાપ્ત થાય. ગૂંચવાયેલા પ્રશ્ન ઉકેલી શકશો. માનસિક તાણ હળવી થશે. આવકની દૃષ્ટિએ આ સમયના સંજોગો પ્રતિકૂળ બનશે. આર્થિક લાભ અટકતા લાગે. અલબત્ત તમારા જરૂરી કાર્યો માટે જોગવાઈ થઇ રહેવાથી રાહત મળશે. તમારા ઉઘરાણીના નાણાં પણ મળવામાં વિલંબ જણાય અને તેથી પરેશાની અનુભવવી પડશે. જમીન-મકાન તથા અન્ય મિલકતના પ્રશ્નો અંગે સમય સાનુકૂળ બનશે. વણઉકેલ પ્રશ્નોનો ઉકેલ મળશે.

સિંહ (મ,ટ)ઃ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સ્થિતિ એકંદરે સારું જળવાશે. ઉત્સાહપ્રેરક કામકાજો થાય. કોઈ સારા સંબંધ વિકસશે. આર્થિક જવાબદારીઓ અને અગત્યની લેવડદેવડના કામકાજો માટે આ સમય સાનુકૂળ જણાય છે. આ અંગે કોઇ તકલીફો હોય તો દૂર થાય. નવા સંબંધોથી લાભ મળશે. ફસાયેલા યા અટવાયેલા લાભ મેળવવાના પ્રયત્નો ફળદાયી બનશે. આ સમયગાળામાં સામાજિક અને કૌટુંબિક કારણસર ખર્ચનો યોગ છે. જમીન-મકાનના પ્રશ્નો ગૂંચવાય. અલબત્ત, વધુ પ્રયત્ને ઉકેલમાં સફળતા મળે. નોકરીમાં હિતશત્રુઓથી સાવધ રહેવું જરૂરી.

કન્યા (પ,ઠ,ણ)ઃ મનની ચિંતા કે સમસ્યાઓના ઉકેલ માટે આ સમય સાનુકૂળ છે. અંતરાયોને પાર કરીને સફળતા મેળવી શકશો. આર્થિક જવાબદારી કે કરજના ભારની ચિંતા હશે તો તેના ઉકેલની તક મેળવશો. ખર્ચ-ખરીદીઓ પર અંકુશ રાખશો તો આર્થિક વ્યવહારમાં વાંધો નહીં આવે. ઉઘરાણીના નાણાં મેળવી શકશો. નોકરિયાત વર્ગે ગુપ્ત વિરોધીઓથી સાવધ રહેવું. બદલી યા પરિવર્તનની તક ઊભી થતી જણાય. વેપારી વર્ગ માટે આ સમય મિશ્ર જણાય છે. ધંધાના કામકાજો વધુ ધ્યાન માગી લેતા જણાય છે. સરળતાથી કામ પાર પડે નહીં. દામ્પત્યજીવનમાં સંવાદિતા અને સુમેળ જળવાશે. સંતાનોની તબિયત સાચવવી. પ્રવાસ માટે ગ્રહો સાનુકૂળ છે.

તુલા (ર,ત)ઃ સફળતા અને સાનુકૂળતાઓનું વાતાવરણ સર્જાતા આ સમય મજાનો નીવડશે. તમારો પુરુષાર્થ ફળશે. મહત્ત્વના કામકાજોમાં પણ તમને પ્રગતિ જોવા મળશે. માનસિક ઉત્સાહ વર્તાશે. આર્થિક દૃષ્ટિએ સમય શુભ હોવાથી તમારી ચિંતા કે બોજો હળવો થાય. નાણાકીય ગોઠવણો માટે સાનુકૂળતા રહેશે. ઉઘરાણી કે લેણી રકમો મેળવી શકશો. નોકરિયાત માટે આ સમય મિશ્ર ફળ આપનારો છે. વધુ પ્રયાસે કાર્યસફળતા સાંપડશે. બઢતી-બદલીના અટવાયેલા કામકાજો વિલંબથી ઉકેલાશે. વેપારીઓને પણ પ્રોત્સાહક વાતાવરણ જોવા મળશે. તમારા સંપત્તિના પ્રશ્નો હજુ ગૂંચવાયેલા રહેશે. ધાર્યું કામ પાર પડે નહીં.

વૃશ્ચિક (ન,ય)ઃ માનસિક અકળામણ અને તીવ્ર તાણના કારણે અસ્વસ્થતા વધશે. ખોટી ચિંતાઓના કારણે વધુ અશાંત રહેશો. આધ્યાત્મિક વલણ કેળવીને શંકા અને ચિંતાને છોડી કાર્ય કર્યા કરશો તો વધુ આનંદ મેળવશો. અણધાર્યા ખર્ચના પ્રસંગો આવતા અને આર્થિક તંગી રહેતા તમારે અન્યની સહાય પર આધાર રાખવો પડશે. નવા મકાનમાં રહેવા જવા માટે ગ્રહયોગો સાનુકૂળ છે. નોકરિયાતને સારી તક મળે અને બદલી-બઢતીનો પ્રશ્ન ઉકેલાશે. કોઈના ભરોસે નાણાકીય લેવડદેવડ ન કરવી.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ અંગત પ્રશ્નો અને યોજનાઓના નિરાકરણમાં ગ્રહયોગ મદદરૂપ થશે. તમારા માર્ગ આડેના અંતરાયો ધીમે ધીમે દૂર થતાં વિકાસ થતો જણાશે. મહત્ત્વની કાર્યવાહીથી ભવિષ્યમાં સારી ઉન્નતિ થાય. આવક કરતાં ખર્ચ વધી જવાથી સ્થિતિ કટોકટીભરી બનશે. નોકરીના ક્ષેત્રે તમે ધારો છો તેવી તક હાથમાં આવીને સરી ન પડે તે જોજો. ગાફેલ રહેશો તો તક ગુમાવવી પડશે. બદલીનો યોગ પ્રબળ છે. વિરોધી અને સહકર્મચારીથી સાવધ રહેવું. વ્યવસાયના ક્ષેત્રે વિકાસ ધીમો જણાય છે. મૂંઝવણનું વાતાવરણ રહેશે. કૌટુંબિક મિલકતોના પ્રશ્નો વધુ ગૂંચવાતા જણાશે. જમીન-મકાનની લે-વેચના કામમાં પ્રતિકૂળતા કે મુશ્કેલીનું વાતાવરણ જોવું પડશે. નાણાકીય રોકાણ કરવાનું ટાળવું.

મકર (ખ,જ)ઃ પૂર્વનિર્ધારિત યોજનાઓમાં જોઈએ તેટલી પ્રગતિ ન જોવાતા અસ્વસ્થતા કે માનસિક તણાવ અનુભવશો. આર્થિક તકેદારી રાખવી જરૂરી છે. કૌટુંબિક અને આરોગ્ય સંબંધિત ખર્ચાઓ ઉપરાંત નવા મૂડીરાકોણના કારણે આર્થિક જવાબદારી વધે. સંતોષકારક સ્થિતિ થવામાં વિલંબ જણાશે. ઉઘરાણી કે અન્ય પ્રકારે અટવાયેલાં નાણાં મળતાં થોડીક રાહત થશે. નોકરિયાતને કામની જવાબદારીનો બોજ વધતો જણાશે. કોઈ પ્રકારના વિઘ્નો કે અવરોધોનું વાતાવરણ ઉદ્વેગ કરાવશે. વિરોધીઓથી સાવચેત રહેવું જરૂરી છે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ નાનીમોટી તકલીફો જણાશે.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ સપ્તાહમાં માનસિક રાહત અને સ્વસ્થતાનો અનુભવ કરશો. મહત્ત્વના કામકાજોમાં પ્રગતિ થતાં તમારો આનંદ વધશે. સક્રિયતા વધશે. ચિંતામુક્તિ મળશે. વધુ પડતા ખર્ચાના કારણે તેમ જ અગત્યના મૂડીરોકાણના કારણે નાણાકીય ભીડનો અનુભવ થશે. ધારી આવક થાય નહિ. એકાદ-બે લાભ કે આવકના પ્રસંગોથી કામ પાર પડતું જણાશે. નોકરિયાતોના પ્રયત્નો સફળ નીવડશે. સંઘર્ષ તથા મુશ્કેલીઓનો માર્ગ મળશે. વિરોધીના હાથ હેઠાં પડતાં જણાશે. અગત્યના કરારો કે નવી તક મળશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયના યોગ દર્શાવે છે કે ગમે તેટલા પ્રતિકૂળ કે વિપરીત સંજોગો છતાં તમારે માનસિક બળ જાળવી રાખવું પડે. તમારી ધીરજ ઉપયોગી બનશે. મનની લાગણી દુભાય તેવા પ્રસંગોમાં પણ અજબ સંયમ દાખવી શકશો. ખર્ચના પ્રસંગો સવિશેષ વધશે. બોજ-કરજ વધશે. નોકરિયાત માટે આ સમય એકંદરે ઠીક ઠીક સાનુકૂળ છે. ધંધા-વેપારના ક્ષેત્રે પરિસ્થિતિનો લાભ ન લઈ શકાતા ચિંતા સર્જાશે. સંપત્તિની સમસ્યાઓ હજુ ખાસ ઉકેલાશે નહિ. પૈતૃક મિલકતનો પ્રશ્ન પણ મૂંઝવશે. કૌટુંબિક પ્રશ્નોના ઉકેલ માટે આ સમયના ગ્રહયોગ સાનુકૂળ છે. મિલન-મુલાકાતોથી આનંદ. બીમારી કે અકસ્માતથી સાવધ રહેવું. વિરોધી કે હરીફોના કારણે અવરોધ જણાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter