તા. ૨૭ ફેબ્રુઆરીથી ૪ માર્ચ ૨૦૧૬

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 24th February 2016 07:25 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ મનની ઇચ્છાઓ આ સમયમાં સાકાર ન થતાં માનસિક અશાંતિ કે અજંપો અનુભવશો. તમારા માર્ગ આડેના વિઘ્નો ધારો છો તેટલા ઝડપથી દૂર ન થતાં નિરાશા જણાય. તમારા ખર્ચ વિશે વ્યવસ્થિત આયોજન કરવા પ્રયત્ન કરજો. આર્થિક કામકાજોમાં પ્રગતિ જણાય. આ સમયમાં નોકરિયાતોને જો કોઈ સમસ્યા હોય તો ઉકેલાતી જણાય. બદલી-બઢતી બાબતમાં સાનુકૂળ માર્ગ મળશે. વેપાર-ધંધાના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળદાયી બનશે. બાપદાદાની સંપત્તિ અંગેના વાદ-વિવાદો હશે તો હજુ માનસિક તાણ આપશે. મકાન બદલવાનું વિચારતા હો તો તેમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં તમારી હિંમત અને સ્વસ્થતા ટકાવી રાખજો. અવાસ્તવિક ભય અને કાલ્પનિક ચિંતાઓ જણાશે. નિરાશા અને નકારાત્મક વિચાર છોડી દેવા જરૂરી છે. નાણાકીય આયોજનને વ્યવસ્થિત નહિ રાખો તો ગરબડ વધે. ખોટા ખર્ચ વધી જશે. મકાન-સંપત્તિની કામગીરીઓમાં પ્રગતિ જણાય. ચિંતાઓ હળવી બનશે. દાંપત્યજીવનમાં અકારણ ગેરસમજોના કારણે વાદ-વિવાદ થશે. સંતાનોના પ્રશ્નો હલ થશે. પ્રવાસ-પર્યટન ફળદાયી નીવડશે. વિદ્યાર્થી વર્ગ માટે સમય ઉત્સાહપ્રેરક અને સફળ બને.

મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહમાં મનોવેદના અને બેચેનીનો અનુભવ થાય. વિઘ્ન કે વિલંબના કારણે ઉત્પાત જણાશે. ધીરજ અને સમતા કેળવજો. નાણાકીય લાભ મેળવી લેવાની ઉતાવળ કરશો નહીં. લાભની આશા ઠગારી નીવડે. નોકરિયાતોને પ્રયત્નોનું ફળ લાંબા ગાળે મળશે. ધંધાકીય સમસ્યાઓનો ઉકેલ મેળવી શકશો. કોઈ પણ અગત્યનું કામકાજ સફળ થતું જણાશે. દાંપત્યજીવનમાં વિવાદ-વિખવાદોનું કોઈ કારણ ઊભું ન થાય તે જોવું રહ્યું. સમજીવિચારીને નિર્ણય કરજો. સંતાનો અંગે ચિંતા રહેશે. પ્રવાસથી લાભ જણાશે. પ્રિયજનથી વિખવાદ અને મતભેદ વધે નહીં તે માટે જતું કરવાની ભાવના રાખજો. લાંબા કરતા ટૂંકા પ્રવાસ સરળ બને.

કર્ક (ડ,હ)ઃ આ સમય પ્રવૃત્તિશીલ અને સક્રિય પુરવાર થશે. અધૂરા કામકાજોને આગળ ધપાવી શકશો. અગત્યની કાર્યવાહીમાં પ્રગતિ થતી જણાય. ભાગ્ય અવરોધના કારણે ચિંતા થાય. નોકરી-ધંધાના ક્ષેત્રે માનસિક ચિંતા કે ભય હોય તો તે નિરર્થક સાબિત થાય. તમે ધારો છો તેટલી લાભની અપેક્ષા મળે નહિ. મકાન-સંપત્તિને લગતા પ્રશ્નો માટે સમય અનુકૂળ છે. મહત્ત્વની ખરીદીઓ થાય. કૌટુંબિક પરિસ્થિતિ સારી રહે. સ્ત્રી વર્ગને તબિયત અંગે કેર લેવી પડે. વિદ્યાર્થીને મહેનતનું ધાર્યું પરિણામ મળવામાં વિલંબ થાય.

સિંહ (મ,ટ)ઃ અધૂરા કામકાજો આ સપ્તાહમાં પૂરા થશે. અટવાયેલા લાભો મેળવશો. અંગત સમસ્યાઓ ઉકેલી શકશો. ધંધા કે નોકરીને લગતી મૂંઝવણ હશે તો હલ થશે. નાણાકીય પરિસ્થિતિ બગડી હશે તો સુધારી શકશો. સમસ્યા હલ કરવાનો માર્ગ મળશે. અકારણ ખર્ચાઓ અંકુશમાં રાખજો. કૌટુંબિક અને ગૃહજીવનની પરિસ્થિતિ એકંદરે સંવાદિતાભરી રહેશે. અંગત પ્રશ્નોનું નિરાકરણ આવશે. ગેરસમજો દૂર કરી શકશો. મકાન-મિલકતના પ્રશ્નો પર બોજો વધશે. માનસિક તાણ રહેશે. તબિયત અંગે સામાન્ય ફરિયાદો રહેશે. સ્વજનોની તબિયત બગડે. પ્રતિસ્પર્ધીના હાથ હેઠા પડશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ કૌટુંબિક અને નાણાકીય બાબતો અંગે ઠીક ઠીક પ્રમાણમાં પ્રતિકૂળતા કે અડચણોનો અનુભવ કરવો પડે. ખર્ચ વધવાના કારણે નાણાભીડ રહે. દાંપત્યજીવનમાં મતભેદોનો ઉકેલ મેળવશો. જીવનસાથીનો સાથસહકાર વધે. સંપત્તિની બાબતો અંગે પ્રતિકૂળતા છે. વધુ પ્રયત્નો કરવાથી કામ પાર પડશે. નોકરિયાત જાગ્રત નહિ રહે તો વિરોધીના કારણે મુશ્કેલી વધશે. વેપારી વર્ગને ધાર્યું થાય નહીં. હાથમાં આવેલી તક સરી ન પડે તે જોજો. હરીફો ચિંતા રખાવે. આવક-લાભ વધશે, પણ માનસિક તાણ વધશે. વિદ્યાર્થીઓ માટે સાનુકૂળતા છે. પ્રવાસ મજાનો અને લાભદાયી નીવડશે.

તુલા (ર,ત)ઃ ધાર્યા આયોજનમાં સફળતા મળતી જણાશે. માનસિક રીતે શાંતિ મેળવશો. અગત્યની પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહક તક મેળવી શકશો. નોકરિયાતને તેમના પુરુષાર્થનું ધાર્યું ફળ મળે. બદલી-બઢતી અંગેની ઇચ્છા સાકાર થતી જણાય. મુશ્કેલીના સંજોગોમાંથી બહાર આવી શકશો. મકાન-સંપત્તિના પ્રશ્નો વધુ ગૂંચવાય નહિ તે જોજો. વિરોધીઓની ચાલબાજીથી ચેતતા રહેજો. ખર્ચ અને પ્રતિકૂળતા જણાય. ધીરજથી કામ લેવું જરૂરી છે. તમારા સામાજિક કે કૌટુંબિક કામકાજોમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. અકસ્માત કે ઇજાથી સાવધ રહેજો. કોર્ટ-કચેરી અને સરકારી કામમાં ગૂંચવાડો વધતો જણાય.

વૃશ્ચિક (ન,ય)ઃ ઘણાં વણઉકેલ્યા પ્રશ્નો ઉકેલાશે. હવે વધારાની નવી જવાબદારી ઉઠાવવી પડશે. નવીન તકો પણ પ્રાપ્ત થાય. જેટલી સાનુકૂળતાઓ છે તેટલી જ નવી કામગીરીઓ પણ આવશે. નાણાકીય પરિસ્થિતિ સારી આવકના અભાવે યથાવત્ રહેશે. નોકરિયાતોને હજુ કેટલાક વિઘ્નો જણાશે. હિતશત્રુઓથી સાવચેત રહેવાની સલાહ છે. વેપાર-ધંધા માટે આ સમય શુભાશુભ પુરવાર થાય. પરિસ્થિતિ બગડે નહિ તે જોતાં રહેજો. મકાન-મિલકતની બાબતો માટે આ સમય સારો નીવડશે. ધાર્યું કામ આગળ વધતાં માનસિક ઉત્સાહ-ઉમંગ વધે. નવા મકાનમાં રહેવા જવાની તક મળશે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આગામી સમયમાં જે યોજના હાથ પર લેવા માગો છે તેનું આયોજન કરીને આર્થિક નવરચના કરવી પડશે. ખોટા ખર્ચ વધે નહીં તે જોવું રહ્યું. ગૃહજીવનમાં વધુને વધુ સંતાપ, ઘર્ષણ અને ઝઘડાઓ ઉદ્ભવે નહીં તેની કાળજી લેજો. સંતાનોનો પણ સાથ મળે. જોઈએ તેટલી સરળતા આ સમયમાં જણાશે નહીં. ચિંતાઓમાં વધારો થતો જણાશે. વિદ્યાર્થીઓને સાનુકૂળતા જણાશે. તમારી મહેનત લેખે લાગતી જણાશે અને ધાર્યું ફળ મળતું જણાશે. નોકરિયાતને આ સમયમાં અસંતોષ જોવા મળે. ધંધાકીય નવરચના માટે આ સમય સારો નીવડે. પ્રવાસમાં ખર્ચ અને હેરાનગતિ જણાય.

મકર (ખ,જ)ઃ તમારી આજુબાજુના સંજોગો ગમેતેટલા મુશ્કેલીભર્યા હશે તો પણ તમે કુનેહપૂર્વક તેમાંથી રસ્તો મેળવીને સમસ્યાનો ઉકેલ મેળવશો. નાણાકીય સ્થિતિ સંતોષકારક રહે નહીં. નાણાંભીડનો ઉકેલ મળતા તમારા વ્યવહારો નભી શકશે. નોકરીના ક્ષેત્રે દેખાતો લાભ મૃગજળસમાન જણાશે. બઢતી-બદલીની આશા ફળે નહિ. વિરોધીના કારણે લાભ અટકશે. વેપાર-ધંધાના કામ માટે સંઘર્ષમય પરિસ્થિતિ જણાશે. સંપત્તિની બાબત અંગે પ્રતિકૂળતા જણાશે. દામ્પત્યજીવનમાં સંવાદિતા રહે. જોકે સંતાન અંગે ચિંતા જણાશે. નવા સંબંધો ઉપયોગી બનશે. સરકારી અને કોર્ટ કચેરીના કામ આગળ વધતા જણાય.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં તમારી અંદર રહેલી વેદનાઓને વાચા આપી શકશો. તમારું ધાર્યું થતું જણાશે. મનની ઇચ્છાપૂર્ણ થતી જણાશે. આર્થિક દૃષ્ટિએ આ સમયમાં ખર્ચ વધે, પણ આવકમાં ધાર્યો લાભ ન મળતાં મન દુઃખી રહે. મોટા ખર્ચને રોકવા પડશે. નોકરીમાં ધાર્યું સ્થાન મળવામાં અવરોધ જણાય. શત્રુઓ વિઘ્ન સર્જતા જણાય. ધંધાકીય રીતે કોઈ નવી મુલાકાત આ સમયમાં થાય. આવકમાં ખાસ મોટો લાભ મળે નહીં. વિરોધીઓ ફાવે નહિ. મકાન-જમીન- વાહનના કામમાં ધાર્યું ફળ મેળવવા મહેનત વધારવી પડશે. અકસ્માત - ઇજા અને આરોગ્ય અંગે સંભાળ જરૂરી છે. સંતાનોના કામમાં પ્રગતિ જણાય.

મીન (દ,ચ,ઝ,થ)ઃ મનોવેદનાઓ, વ્યથાઓ હળવી બનતા માનસિક શાંતિ અનુભવશો. ઇશ્વરીયશક્તિ સહાયભૂત બનશે. પ્રગતિની તક મળે તે ઝડપી લેજો. આવકવૃદ્ધિનો માર્ગ મેળવશો. આર્થિક પરિસ્થિતિ સુધરતી જણાય. નોકરિયાતને અંતરાય હશે તો દૂર થશે. ગૂંચવાયેલા પ્રશ્નો હલ કરી શકશો. બદલી-બઢતીના પ્રશ્નો ઉકેલાતા લાગે. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિનો માર્ગ મોકળો થાય. મકાન-મિલકતના પ્રશ્નો યથાવત્ રહે. સારા મકાનની શોધ કરતાં હો તો તમારે રાહ જોવી પડે. જમીન-મકાન અંગેના કામમાં વિઘ્ન આવે. ગૃહજીવનમાં આનંદ અને સહકારને કારણે સંવાદિતા સર્જાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter