તા. ૨૮ માર્ચ થી ૩ એપ્રિલ ૨૦૨૦

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 27th March 2020 03:46 EDT
 
 

મેષ (અ,લ,ઈ)ઃ અંગત સમસ્યાના કારણે સ્વસ્થતા જાળવવી મુશ્કેલ બને. એક પ્રકારની નિરાશા વર્તાશે. ગૂંચવાયેલા આર્થિક પ્રશ્નોના ઉકેલ મળશે. અણધારી સહાયથી કામકાજો નભી જશે. જરૂરી આર્થિક વ્યવસ્થા થઇ શકશે. નોકરીમાં પરિવર્તન બદલીના કામકાજો થઈ શકશે. ધંધા-વેપારના ક્ષેત્રે જણાતી મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા લાગશે. મકાનની લે-વેચના કામમાં હજી ધારી સફળતાના યોગ નથી. ઉચાટ રહે. ખર્ચ વધે. નજીકના વડીલ સ્વજનની તબિયત સાચવજો. પ્રવાસ-યાત્રાના કામકાજમાં લાભ મળે.

વૃષભ (બ,વ,ઉ)ઃ મનોસ્થિતિ તણાવગ્રસ્ત અને અજંપાભરી રહેવા સંભવ છે. મનનો ઉત્પાત વધતો જણાશે. આર્થિક દૃષ્ટિએ આ સમય શુભાશુભ જણાય છે. આવકમાં ખાસ મોટો વધારો થવાની શક્યતા નથી કે નથી મોટા લાભની આશા. ઉલટાનું ખર્ચનું પ્રમાણ વધુ થવાની શક્યતા છે. મકાન-મિલકતને લગતી બાબતો માટે ગ્રહો મિશ્ર ફળ આપનાર છે. પુરુષાર્થ થકી જ ઇચ્છિત લાભ મેળવી શકશો. નવી મુસાફરીઓ વધુ થાય. નોકરીમાં સ્થળાંતરની શક્યતા રહેશે. વેપાર-ધંધાના ક્ષેત્રે વિકાસની તકો સર્જાશે.

મિથુન (ક,છ,ઘ)ઃ માનસિક બોજ વર્તાશે. સંતાનો અંગેની સમસ્યાઓમાં વધારો થાય. પ્રતિકૂળતાના કારણે ધાર્યું કામ નિયત સમયમાં થાય નહિ. મકાન કે જમીન સંબંધિત સમસ્યા જણાશે. આ સમય નોકરિયાત માટે કોઈ નવા ફેરફાર સર્જાય. ઉપરી સાથેના સંબંધો સાચવજો. તરફેણની વ્યક્તિ બદલાશે. ધંધા-વેપારના ક્ષેત્રે વધુ પુરુષાર્થે લાભ મેળવી શકશો. વિરોધીઓ ફાવે નહીં. સરકારી પ્રશ્નો અંગે તણાવ રહે. દામ્પત્યજીવનમાં આનંદ-સહકારનું વાતાવરણ સર્જી શકશો. જીવનસાથી સાથેના મતભેદો ટાળવા જરૂરી.

કર્ક (ડ,હ)ઃ સંજોગો ગમેતેટલા વિપરિત કે પ્રતિકૂળ લાગતા હોય પણ તેમાંથી તમે બહાર નીકળવાનો માર્ગ શોધી શકશો. તમારા ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલાશે. મિત્રો - પરિચિતોની મદદ પણ માનસિક ઉત્સાહ વધારશે. કેટલીક અગવડતા છતાં જરૂરિયાત પૂરતા નાણાં મેળવી શકશો. નોકરિયાત ધારે છે તે લાભ મળવામાં કોઈને કોઈ વિઘ્નો આવતા લાભ અટવાશે. ઉઘરાણી ફસાઈ ન જાય તે પણ જોવું રહ્યું. તમારા હિતશત્રુની ચાલ સફળ થાય નહિ. તમારી સંપત્તિ, જમીન કે દુકાનના મામલે ગૂંચવાયેલી સમસ્યાઓને કુનેહપૂર્વક હલ કરી શકશો.

સિંહ (મ,ટ)ઃ આ સપ્તાહમાં અધૂરા રહેલાં કામકાજો પૂરાં થશે. અટવાયેલા લાભો મેળવી શકશો. અંગત સમસ્યાનો ઉકેલ મળશે. ધંધા કે નોકરીને લગતી મૂંઝવણ હશે તો હલ થશે. નાણાંકીય પરિસ્થિતિ બગડી હશે તો સુધારી શકશો. સમસ્યા હલ કરવાનો માર્ગ મળે. બિનજરૂરી ખર્ચાઓ પર અંકુશમાં રાખજો. કૌટુંબિક અને ગૃહજીવનની પરિસ્થિતિ એકંદરે સંવાદિતાભરી રહેશે. અંગત પ્રશ્નોનું નિરાકરણ આવશે. ગેરસમજો દૂર થશે. મકાન-મિલકતના પ્રશ્નોનો બોજો વધશે. ભાડાના મકાન બાબત મૂંઝવણ વધે.

કન્યા (પ,ઠ,ણ)ઃ ઉમંગ-ઉત્સાહ જાળવવા જરૂરી. ખોટી ચિંતા કે ભય રાખવાની જરૂર નથી. તમારું કશું અનિષ્ટ થવાનું નથી. નાહકની ચિંતા કરશો તો તણાવ વધી જશે. જરૂરી ખર્ચાઓ કે મૂડીરોકાણ તેમજ જરૂરી સહાય, લોનો વગેરે મળવી શકશો. કામકાજો અટકશે નહિ. ખર્ચાઓને પહોંચી વળશો. નોકરીના ક્ષેત્રે માર્ગ આડેના અવરોધો દૂર થતાં જણાશે. અશાંતિ કે મુશ્કેલીભર્યા સંજોગો દૂર થશે. બદલીની શક્યતા જણાય છે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ સફળતા મળતી જણાય.

તુલા (ર,ત)ઃ આ સમયમાં માનસિક ચિંતા યા સમસ્યા હશે તો તેનો ઉકેલ મેળવશો. માર્ગ આડેના અંતરાયો દૂર થતા લાગે. કોઈ મહત્ત્વનું કાર્ય સફળ બનતાં આનંદ જણાય. નોકરિયાતને કાર્ય સફળતા મળતી જણાય. વિરોધીઓ ફાવી શકશે નહીં. વેપાર-ધંધાના સંજોગો ઠીક ઠીક સુધરતા જણાય. ધંધા-વેપારની કામગીરી માટે આ સમય મદદરૂપ બનતો જણાશે. ગૃહજીવનની સમસ્યાઓ કુનેહપૂર્વક ઉકેલી શકશો. સાનુકૂળતા સર્જાશે. અંગત આરોગ્ય અંગે સંભાળ લેવી જરૂરી છે.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં માનસિક તાણ કે અનિશ્ચિતતાની લાગણીમાંથી બહાર નીકળશો. તમારી લાંબા સમયની ઇચ્છાઓ સાકાર થતી જણાય. અહીં તમારે આર્થિક બાબતો પ્રત્યે વધુ સજાગ રહેવું જરૂરી છે. નોકરિયાતોને પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે અને વિરોધીઓ દૂર થતાં લાગે. માર્ગ સરળ બનશે. ઉન્નતિકારક તક મળે તે ઝડપી લેજો. મકાન-મિલકતના કામકાજ માટે આ સમય પ્રતિકૂળ જણાશે. સક્રિય નહિ બનો તો કામ પતશે નહિ.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન મહત્ત્વની બાબતો અંગે માનસિક તાણ વર્તાશે. ખોટી ચિંતા અને પરેશાનીનો અનુભવ થશે. અગત્યના કામકાજોમાં અંતરાયો જણાશે. આ સમયમાં તમારી નાણાકીય જવાબદારી વધશે. પરિણામે કરજ - દેવું વધશે. આવકના પ્રમાણમાં ખર્ચનું પ્રમાણ વધશે. નોકરિયાતોને બઢતી આડે વિઘ્ન હશે તો તે દૂર થશે. બદલી અંગેના પ્રયત્નો સફળ થશે. ધંધા-વ્યવસાયના ક્ષેત્રે પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. વધુ મહેનતે અલ્પ ફળ જણાય.

મકર (ખ,જ)ઃ અગત્યના ગૂંચવાયેલા પ્રશ્નોના ઉકેલમાં હજુ વાર લાગે. માનસિક અજંપો અને બેચેની વધશે. ખોટા વિચારોને મનમાં રાખશો નહિ. નાણાકીય વ્યવહારો ઠીક ઠીક રીતે જાળવી શકશો. નોકરિયાતોને બઢતી અટકેલી હશે તો હવે મળશે. હક્ક પ્રમાણેના લાભ તમે મેળવી હશે ખરા. અવરોધ - વિઘ્નો દૂર થાય. સ્થળાંતર યોગ છે. વેપારી વર્ગ માટે આ સમય સફળતા અને પ્રગતિકારક છે. અગત્યના કાર્ય અંગે સાનુકૂળતા જણાય. મહત્ત્વની મુલાકાતો થશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ કેટલાક પ્રસંગોથી ચિંતા જણાય. માનસિક સ્વસ્થતા હણાય તેવા પ્રસંગો સર્જાય. જોકે પ્રતિકૂળતાથી ડગી જશો નહિ. બલકે પુરુષાર્થ જારી રાખજો. નાણાકીય તકલીફમાંથી બહાર આવવાનો માર્ગ મળે. ખર્ચને પહોંચી વળશો. કેટલીક નવી તક પણ મળે. મિત્રો - સ્નેહીજનો મદદરૂપ બનશે. નોકરિયાતોને બદલી-બઢતી બાબતમાં સાનુકૂળતા જણાય. ઉપરી વર્ગનો સાથ-સહકાર મળે. વેપાર-ધંધાના ક્ષેત્રે મહેનતના પ્રમાણમાં ફળ ન મળે. જમીન-મકાન સંબંધિત કાર્યો ઉકેલાતા જણાશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહમાં કેટલીક તકલીફો વધતા ચિંતાનો અનુભવ થાય. સ્વસ્થતા કેળવવા તરફ લક્ષ આપજો. નાણાકીય દૃષ્ટિએ થોડીક વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવો પડશે. આવક સામે વિશેષ ખર્ચનો યોગ બળવાન છે. વ્યવસાયના ક્ષેત્રે પ્રગતિકારક કાર્યરચનાઓ સાકાર થશે. ઉન્નતિનો માર્ગ ખૂલે. નોકરીમાં બઢતીની તકો જણાય. મકાન-સંપત્તિને લગતા કામકાજોમાં મુશ્કેલીઓ જણાશે. ખોટા ખર્ચ વધે. દામ્પત્યજીવનને લગતી સમસ્યાઓનો સાનુકૂળ અને સુખદ રીતે ઉકેલ મેળવી શકશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter