તા. ૨૮ મે ૨૦૧૬ થી ૩ જૂન ૨૦૧૬

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 25th May 2016 11:17 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ પ્રતિકૂળ સંજોગો સર્જાતા માનસિક તંગદિલી અને ટેન્શન વધતા જણાશે. કાર્યશીલ રહેવું જરૂરી છે. ધીરજ ધરશો તો આર્થિક સમસ્યાઓ ગમે તેટલી ઘેરી હશે તો પણ સમસ્યાઓનો હલ શોધી જ શકશો. એકાદ-બે ધનલાભના પ્રસંગો આવતા લાભની આશા ફળે. નોકરિયાતોને બઢતી આડેથી અવરોધ દૂર થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ મુશ્કેલીઓ વધતી જણાશે. વિરોધીઓ અને પ્રતિસ્પર્ધીઓ બાધારૂપ બનતા જણાશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય એકંદરે સફળતા અપાવનારો છે. કામગીરીઓ પાર પડશે. કોઈના સાથસહકાર અને મદદથી ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલાશે. માનસિક તાણ વર્તાશે. આ સમયગાળામાં નાણાકીય અવરોધોમાંથી પણ માર્ગ મળે. મૂંઝવણ કે ચિંતાનો ઉકેલ મળશે. આવી પડેલા ખર્ચાઓ અંગે છેલ્લી ઘડીએ રસ્તો મળશે. આવકનું પ્રમાણ વધશે, પણ તે સંતોષજનક નહિ હોય. નોકરિયાતને બઢતી આડેના વિઘ્નો દૂર થશે.

મિથુન (ક,છ,ઘ)ઃ માનસિક તંગદિલી કે અકળામણ વધતા લાગે. વિના કારણ ચિંતાથી અશાંતિનો અનુભવ થાય. નાણાકીય જવાબદારીઓ વધતી જણાશે. આવક કરતાં ખર્ચના પ્રસંગો વધતા આર્થિક સમતુલન જળવાય નહીં. નુકસાન અને હાનિના યોગ છે. નોકરિયાતોને ઉત્સાહ વધે તેવી તક મળશે. ઉન્નતિનો માર્ગ ખૂલતો લાગશે. વિરોધીઓના હાથ હેઠા પડશે. વેપાર-ધંધાના ક્ષેત્રે વાતાવરણ મૂંઝવણરૂપ બનશે.

કર્ક (ડ,હ)ઃ આ સમયગાળામાં કોઈને કોઈ પ્રકારે નાની-મોટી ચિંતાઓના કારણે અશાંતિ અને ઉદ્વેગ વધશે. બેચેની અને અસ્વસ્થતાના કારણે ધાર્યું આયોજન પાર પડશે નહીં. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધુ રહેતા મૂંઝવણ જણાશે. જેનો ઉકેલ લાવવા માટે તમારે વધુ પ્રયત્નો કરવા પડશે. નોકરિયાતોને આ સમયના યોગો પ્રગતિકારક અને આશાજનક જણાશે. અગત્યના કામોમાં સફળતા મળશે. વિવાદો કે વિરોધોમાંથી બહાર નીકળી શકશો. વેપાર-ધંધામાં ધાર્યા કામકાજ થતાં લાભ વધશે.

સિંહ (મ,ટ)ઃ તમારી ધીરજની કસોટી થતી જણાશે. અકારણ ચિંતા છોડવી જરૂરી છે. આવકવૃદ્ધિ સામે હવે ચૂકવણી અને ખરીદીના ખર્ચ વધશે. બચત કરવાનું મુશ્કેલ બનશે. અલબત્ત તમારી આર્થિક સમસ્યાઓ ધીમે ધીમે ઉકેલાતી જણાશે. આ સમય દરમિયાન તમારા નોકરીના ક્ષેત્રે કેટલાક પ્રશ્નોથી મૂંઝવણ સર્જાશે, જે ઉદ્વેગ પેદા કરશે. વેપાર-ધંધામાં ધીરજના ફળ મીઠા કહેવત અજમાવશો તો લાભમાં રહેશો.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં કામકાજો ગૂંચવાય નહિ તેનું ધ્યાન રાખજો. ધીરજ જાળવીને સ્વસ્થતાપૂર્વક અને વ્યવસ્થિત રહીને ચાલશો તો કામકાજનો નિકાલ આવશે. ઉતાવળા થશો નહિ. મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થતી લાગશે. તમારી આર્થિક બાબતો પ્રત્યે વધુ લક્ષ આપવું જરૂરી છે. આવક-જાવક બંને પાસાંને નજર સમક્ષ રાખીને જરૂરી ખર્ચ કરશો તો ઘણી રાહત રહે. ગણતરી સાથે યોજનાબદ્ધ કામ કરશો તો નાણાંની વ્યવસ્થા કરી શકશો.

તુલા (ર,ત)ઃ પ્રયત્નો ધીમે ધીમે સફળ બનતા જણાશે. સમય લાભકર્તા બનતા આશા-ઉમંગ વધશે. સારી તકો મળશે તે ઝડપી લેજો. મનનો બોજો હળવો થાય. નાણાકીય દૃષ્ટિએ આ સમય સાનુકૂળ અને સફળ નીવડશે. આવનાર ખર્ચ માટેની જોગવાઈ કરી શકશો. લોન-કરજ વગેરેના કાર્યો પાર પડતા જણાય. નોકરિયાતોને તેમના પ્રયત્નોનું શુભ ફળ મળશે. અવરોધોમાંથી માર્ગ મળશે. બદલીના યોગ છે. વેપાર-ધંધામાં વૃદ્ધિ-વિકાસના પગલાં લઇ શકશો.

વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ ઉત્સાહપ્રેરક નીવડશે. સાનુકૂળ વિકાસની તકો તથા કાર્યસફળતાના કારણે એકંદરે માનસિક સુખ અનુભવશો. આર્થિક સ્થિતિ વિકટ અને મૂંઝવણભરી હોવા છતાં પણ તમે કોઈ ઉકેલ મેળવીને કામ પાર પાડશો. આવકવૃદ્ધિનો માર્ગ મળે. નોકરી-ધંધાની સમસ્યામાંથી કોઈ સારો ઉકેલ મળે. તેમાંથી ભાવિમાં લાભ માટે ઉન્નતિની તક મળે. અલબત્ત, મકાન-જમીનના પ્રશ્નો ચિંતા ઉપજાવશે. કૌટુંબિક કારણસર મતભેદ યા વિવાદ જાગે શત્રુઓની કારી ફાવશે નહીં.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમયમાં તમને એક પ્રકારની ઉદાસીનતાનો અનુભવ થશે. તમારા વિચારો અમલમાં ન મૂકતાં ચિંતા વધે. સંજોગો હજુ સુધરવામાં હજી સમય લાગશે તેથી સમજીવિચારીને ખર્ચ કે સાહસ કરજો. નાણાનો દુર્વ્યય ન થાય તે જોવું રહ્યું. આવકના પ્રમાણમાં ખર્ચ વધુ રહેતા બચત અશક્ય બનશે. નોકરીના ક્ષેત્રે કોઈ સારી તક મેળવી શકશો. બદલી-બઢતીનું કાર્ય શક્ય બને. વિરોધીના કારણે થોડી ઘણી ચિંતા રહેશે.

મકર (ખ,જ)ઃ આ સમયગાળામાં સ્વાસ્થ્ય સાચવવું જરૂરી છે. અસ્વસ્થતા અને બેચેનીના કારણે ઘણાખરા કામકાજો અંગે પૂરતું ધ્યાન આપી શકાય નહિ. તમે જે લાભની આશા રાખી રહ્યા છો તે મેળવવામાં હજુ વિલંબ થતો જણાય. આ સમયમાં તમારી નાણાકીય જવાબદારીઓ વધતી જણાશે. કરજ કે દેવાનો ભાર વધે નહિ તે જોવું રહ્યું. આવકની સામે ખર્ચનો પ્રવાહ વધી જતો જણાશે. આ અંગેના પ્રશ્નો ગૂંચવાતા લાગશે. નોકરિયાતોને હરીફો કારણે ચિંતા રહેશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ સમય શુભ જણાય છે. મનનો બોજ ઉતરતો જણાશે. નવા કામકાજોમાં જણાતી પ્રગતિ ઉત્સાહપ્રેરક બનશે. નાણાકીય બાબતોના ઉકેલ માટે ગ્રહયોગો મિશ્રફળ આપશે. આવક કરતાં ખર્ચનું પલ્લુ નમતું રહેવાના કારણે આર્થિક આયોજન ખોરવાય શકે છે. નોકરીમાં પ્રગતિ અને વિકાસનો માર્ગ ખુલ્લો થશે. લાંબા સમયથી અટવાયેલાં લાભ મેળવી શકશો. વેપાર-ધંધાના કાર્ય આડેના વિઘ્નોને પાર કરી સફળતા મેળવી શકશો.

મીન (દ,ચ,ઝ,થ)ઃ તમારી મનઃસ્થિતિ સ્વસ્થ રાખી શકશો. નવીન તકો આવે તે વધાવી લેજો. યશ-સન્માન વધે. આર્થિક પરિસ્થિતિ થોડીઘણી ગૂંચવાયેલી જણાય. ખર્ચાઓ ઊભા જ રહે. અલબત્ત, તમારા કામકાજો પૂરતું આર્થિક આયોજન થઇ શકશે. નોકરી-ધંધાના ક્ષેત્રે આ સમય સિદ્ધિ આપનાર નીવડશે. નોકરિયાતને મુશ્કેલ સંજોગો હશે તો તેમાંથી બહાર આવવાનો માર્ગ મળે. ધંધા-વેપારના કામકાજોમાં ધાર્યો સુધારો થતાં લાભની આશા વધે. ભાગીદારીના પ્રશ્નો હલ થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter