તા. ૨૯ મે ૨૦૨૧થી ૪ જૂન ૨૦૨૧ સુધી

સાપ્તાહિક રાશિ ભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 28th May 2021 05:57 EDT
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ રાશિ (અ,લ,ઇ)ઃ સમય આશાવાદી જણાશે. સાનુકૂળ તક હાથ લાગે. નવીન કાર્ય રચના થાય. તમારા પ્રયત્નો સફળ થતાં ઉત્સાહ બમણો થાય. સફળતાનો માર્ગ ખુલે. નાણાકીય અભાવના કારણે અટવાયેલા કાર્યો માટે જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરી શકશો. નોકરિયાત વર્ગ માટે વેતન વધારો શક્ય બને છે. મકાન-સંપત્તિને લગતી કાર્યવાહી જે કેટલાય સમયથી કોર્ટમાં અટવાયેલ હોય તેનો ઉકેલ આવશે. કૌટુમ્બિક જીવનમાં બેલેન્સ જાળવી શકશો.

વૃષભ રાશિ (બ,વ,ઉ)ઃ આપની અકારણ ચિંતાઓ મનને અસ્વસ્થ કરશે. અકળામણ બેચેની વધતા માનસિક તાણ અનુભવશો. અહીં આપની પરીક્ષા થાય એટલે કે આપની ધીરજની કસોટી થાય. નાણાકીય દૃષ્ટિએ નહીં નફો, નહીં નુકશાન રહેશે. નોકરીના ક્ષેત્રમાં થોડીઘણી તકલીફોનો સામનો કરવો પડશે. જોકે વ્યવસાય-ધંધામાં થોડો ફાયદો થાય. માંગલિક પ્રસંગોને કારણે વ્યસ્તતા રહેશે. વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર આવશે.
મિથુન રાશિ (ક,છ,ઘ)ઃ આ સમય દરમિયાન તમારી આસપાસના લોકો તમારી પાસેથી વધુ અપેક્ષા રાખે છે. જેના કારણે થોડો દબાણનો અનુભવ કરશો. ફક્ત અન્યને ખુશ કરવા માટે બિનજરૂરી તાણ લઇને પોતાની જાતને નુકશાન કરશો નહીં. તમારી વિચારસરણીમાં થોડા ફેરફાર લાવવો અહીં જરૂરી રહેશે. નવા પ્રોજેક્ટને લઇને આગળ વધવાનું વિચારતા હો તો હજી થોડોક સમય રાહ જોવી પડશે. નોકરીના ક્ષેત્રે વિરોધીઓથી બચશો. નવી નોકરીની ઇચ્છા રાખનારને પણ સફળતા પ્રાપ્ત થાય. મિલકત ખરીદી શક્ય બને.
કર્ક રાશિ (ડ,હ)ઃ આ સમય દરમિયાન આપને ઘણા ખરાની સલાહ પણ લઇ શકશો. તમારા ભૂતકાળના રોકાણોને કારણે અહીં સારી એવી નાણાકીય સદ્ધરતા પ્રાપ્ત કરી શકશો. જેનાં કારણે તમારા અધૂરા સ્વપ્ન પણ પૂરાં કરી શકશો. નવા વાહનની ખરીદી થાય. નોકરી-વ્યવસાયમાં પણ સફળતા અપાવતો સમય છે. વિદેશમાં અભ્યાસ માટે પ્રયત્નશીલ વિદ્યાર્થીઓને સફળતા મળશે.
સિંહ રાશિ (મ,ટ)ઃ સારું સ્વાસ્થ્ય એક સારા અને સફળ જીવનની ચાવી છે. તમે તમારા સ્વાસ્થ્યને લઇને ઘણીખરી નિયમિતતા અને બદલાવ લાવશો. નાણાકીય રીતે આ સમયમાં કોઇ ટેન્શન રહેશે નહીં. જોકે કોઇક મોટા રોકાણ કરવાના ના હોય તો થોડો સમય થોભી જશો. વ્યવસાયિક રીતે આ સમય ઘણો ખરો તમારી તરફેણમાં રહેશે. રોકાયેલા નાણા પરત મળશે. નોકરીમાં તમારા વિરોધીઓ પણ તમારા પક્ષમાં આવતા જોવા મળશે. રાજકારણની દૃષ્ટિએ આ સમયમાં થોડું સાવચેત રહેવું જરૂરી.
કન્યા રાશિ (પ,ઠ,ણ)ઃ આપનો આ સમય કૌટુંમ્બિક જવાબદારી તેમજ નાણાકીય મામલે થોડુંક ટેન્શન રહ્યા કરશે. થોડી સહનશીલતા અને સુઝબૂઝ વાપરશો તો આમાંથી જલ્દી બહાર આવી શકશો. નોકરિયાત વર્ગ માટે બદલીના ચાન્સીસ રહેશે. ધંધાકીય કામગીરીમાં હજી પણ મહેનત વધારે કરવી પડશે. જોકે અહીં આપની કૌટુંમ્બિક મિલકતના પ્રશ્નો હલ થતાં ઘણી મદદ મેળવી શકશો. આરોગ્ય બાબતે થોડીક વધુ સાવચેતી રાખવી હિતાવહ રહેશે.
તુલા રાશિ (ર,ત)ઃ આ સમય દરમિયાન આપના ગ્રહયોગો ઘણી એવી સારી પ્રગતિશીલ યોજનાઓનો માર્ગ ખુલ્લો કરી આપશે. યોગ્ય તકને ઝડપી લેશો તો ભવિષ્યમાં ફાયદો જ રહેશે. ધંધાકીય ક્ષેત્રમાં પણ નવા ધીરધાર અથવા પાર્ટનરશીપથી લાભ થાય. અહીં નોકરી કરતી વ્યક્તિઓને થોડીક જવાબદારીનું ભારણ વધતું જોવા મળે. મિલકત-વાહનની ખરીદીની ઇચ્છાઓ પૂર્ણ થાય. સંતાનની લગ્નવિષયક બાબતોમાં આનંદના સમાચાર સાંભળવા મળશે. પારિવારિક જીવનમાં પણ ખુશીનો માહોલ સર્જાય.
વૃશ્ચિક રાશિ (ન,ય)ઃ આ સમય દરમિયાન આપની માનસિક સ્થિતિ વધુ સારી રહેશે, કારણ કે તમે તમારી જાતને તમામ પ્રકારના તણાવથી દૂર રાખવામાં સમર્થ હશો. નાણાંકીય રીતે આ સમય ઘણો સારો રહેશે. એક બાજુ તમે ખર્ચાઓ પણ ઓછાં કરશો તો બીજી તરફથી આવકના નવા સ્ત્રોત પણ ઉભા કરી શકશો. નોકરીના ક્ષેત્રમાં તમારી કામગીરીની સરાહના થાય. ધંધા-ઉદ્યોગો માટે પણ સમય ઓર મજબૂત બને. પરિવારના સભ્યો સાથે વધુમાં વધુ સમય વિતાવી શકશો, જેના કારણે આંતરિક શાંતિનો અહેસાસ થાય. પ્રવાસની ઇચ્છાઓ પૂર્ણ થાય.
ધન રાશિ (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમય દરમિયાન ઉગ્રતા - આવેશે કે ક્રોધને કાબૂમાં રાખશો. ખોટા વિવાદોથી પણ અંતર જાળવજો. નહીં તો સ્વાસ્થ્ય પર ખૂબ માઠી અસર ઉભી થઇ શકે છે. નાણાંકીય રીતે અગત્યના મૂડીરોકાણોને કારણે થોડીક ખેંચનો અનુભવ થાય પરંતુ એ લાંબા ગાળે આપની કામગીરીની નોંધ લેવાય. વેપાર-ધંધામાં અવરોધોને દૂર કરી શકશો. મિલકતની ખરીદી થાય.
મકર રાશિ (ખ,જ)ઃ આ સમયમાં માનસિક દૃષ્ટિએ સારું રહેશે. મનનો બોજો ઓછો થાય. નવા કામકાજોને કારણે ઉત્સાહમાં વધારો થાય. આર્થિક પરિસ્થિતિમાં વધુ મજબૂતી જોવા મળે. ફસાયેલાં નાણાં પરત મળે. નોકરિયાત વર્ગને થોડો મુશ્કેલીનો સામનો કરવો પડશે. વેપાર-ધંધામાં કોઇ મહત્ત્વના કરારો કરવાના હોય તો થોડોક સમય થોભી જજો. કૌટુંમ્બિક મિલકતના પ્રશ્નો ઉકેલાય, જેમાં આપને ફાયદો થાય. માતા-પિતાના સ્વાસ્થ્ય સંબંધી થોડી ચિંતાઓ રહેશે.
કુંભ રાશિ (ગ,શ,ષ,સ)ઃ તમારી માનસિક દૃઢતા અને સ્વસ્થતા વધશે. મહત્વકાંક્ષાની પ્રાપ્તિ માટે જરૂરી સાનુકૂળતા જોવા મળશે. તમારી પ્રતિષ્ઠામાં વધારો થાય એવી પરિસ્થિતી ઉભી થશે. આર્થિક રીતે પણ સુધારો જોવા મળશે. આવકવૃદ્ધિનો માર્ગ મોકળો થાય. નોકરીમાં ઉભી થયેલી સમસ્યાનો આપ મક્કમતાથી સામનો કરીને પ્રગતિનો માર્ગ કંડારી શકશો. વ્યાપારી વર્ગને થોડીક વધુ કાળજી રાખીને આગળ વધવાનું સૂચન છે. લાંબા સમયથી હાથમાં લીધેલું કાર્ય પૂર્ણ થતું જોવા મળશે.
મીન રાશિ (દ,ચ,ઝ,થ)ઃ આપનો સ્વભાવ અહીં દરેક સમસ્યાનું મૂળ રહેશે. જેથી કરીને થોડો બદલાવ જરૂરી બનશે. જો થોડી વધુ ઉદારતા આપના સ્વભાવમાં લાવશો તો દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. અહીં આર્થિક રીતે થોડીક વધુ કાળજી રાખવી પડશે, કોઇ મોટા નુકશાનમાં ફસાઇ ન જાવ એ માટે ખાસ ધ્યાનથી વ્યવહાર કરશો. ધંધાકીય ક્ષેત્રમાં હાલ કોઇ મોટા રોકાણ કરશો નહિં. નોકરીયાત વર્ગને થોડી રાહત વાળો પરિસ્થિતી રહેશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં હજી વિલંબ થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter