તા. ૩ ઓક્ટોબર, ૨૦૧૫થી ૯ ઓક્ટોબર, ૨૦૧૫

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 30th September 2015 08:28 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ તમારા મનના આવેગો શાંત થશે. બેચેની અસ્વસ્થતા દૂર થાય. આશાસ્પદ વાતાવરણ માહોલ સર્જાય. અવરોધો દૂર થતાં જણાશે. નાણાકીય મૂંઝવણના પ્રસંગો બાબતે કોઈને કોઈ પ્રકારે ઉકેલ મળશે. મુશ્કેલીમાંથી બહાર નીકળી શકશો. લાભની તકો પણ મળશે. સારા કાર્ય માટે ખર્ચ થાય. નોકરિયાતો માટે રચનાત્મક સમય. સફળ કામગીરીની કદર થતી જણાશે. વિરોધીઓ દૂર થાય. સંપત્તિને લગતી સમસ્યાઓના કારણે ચિંતા સર્જાશે. મકાન બદલવા યા ખરીદવાના પ્રશ્ને અગવડતાનો અનુભવ થાય. બાપદાદાની મિલકત અંગે સમાધાન હિતાવહ છે. કૌટુંબિક વિવાદ મતભેદ નિવારી શકશો. પ્રવાસ સફળ થાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ તમારા પ્રયત્નો ધીમે ધીમે લાભકર્તા બનતાં આશા-ઉત્સાહ વધશે. બોજ હળવો થવાની પ્રક્રિયા શરૂ થતાં નાણાકીય પરિસ્થિતિ સમતોલ કરી શકશો. એકાદ-બે લાભની તક મળશે. શેરસટ્ટામાં પડવું નહીં, પસ્તાવાનો વારો આવશે. દામ્પત્યજીવનમાં ધીમે ધીમે સાનુકૂળતા, સંવાદિતાભર્યું વાતાવરણ સર્જાશે. બાળકોની તબિયત સાચવજો. કોઈની સાથે વાદ-વિવાદમાં પડવું નહીં. આનંદ-ઉત્સાહ અનુભવશો. વિદ્યાર્થી વર્ગને ચિંતા રહે.

મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહના પ્રારંભે વૃશ્ચિક રાશિમાં માઘ ચંદ્રગ્રહણ થતું હોવાથી તમારે વ્યય, ચિંતા, વિવાદથી સંભાળવું પડે. શારીરિક પીડા રહે. આર્થિક બોજ વધી ગયો હોય, વેપાર-ધંધો બરાબર ચાલતો ન હોય તેમણે રાત્રિના સમયે વાહન ચલાવવાનું ટાળવું. વેપાર-ધંધામાં આકસ્મિક ચિંતા-ઉપાધિ આવી જાય. હાથમાં આવેલી તક સરકી જાય. સ્ત્રીવર્ગને માનસિક સ્વસ્થતા હોય, પરંતુ શારીરિક અસ્વસ્થતાના કારણે આનંદ અનુભવી શકાય નહીં. માનસિક પરિતાપ રહે. નોકરી-ધંધામાં સંભાળવું. અવરોધ પછી રાહત.

કર્ક (ડ,હ)ઃ આ સમય એકંદરે મિશ્ર પ્રકારનો નીવડશે. લાભદાયી તક મળે અને સાધન-સુવિધાઓમાં વધારો થાય. નોકરી-ધંધાના ક્ષેત્રે પણ આ સમય સિદ્ધિ આપનાર નીવડશે. નોકરિયાતોને બદલી અને બઢતીની શક્યતાઓ છે. વેપાર-ધંધાના વિકાસની યોજનાઓ સફળ નીવડશે. એકંદરે વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિ જણાશે. જ્યારે નાણાકીય દૃષ્ટિએ હજી તંગી વર્તાશે. કરજ વધે અને ખર્ચાઓ પણ ઊભા રહે. આ બધામાંથી ધીરજપૂર્વક માર્ગ શોધવાનો છે. કોઈના ભરોસે ચાલવા જેવો સમય નથી. ધીરજ અને સંયમ જાળવીને આત્મપ્રેરણા અનુસાર ચાલજો. આરોગ્ય કથળશે અને અકસ્માતથી સાવધ રહેજો. સંતાનો સંબંધિત પ્રશ્નોનો ઉકેલ લાવી શકશો.

સિંહ (મ, ટ)ઃ માનસિક અશાંતિ કે તાણમાંથી મુક્તિ મેળવવામાં ગ્રહો મદદરૂપ થશે. જોકે કેટલીક અન્ય વ્યક્તિઓ સાથે માનસિક ઘર્ષણના પ્રસંગો સર્જાય. તમારી કેટલીક મહત્ત્વની પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહક તકો પણ મેળવી શકશો. ખર્ચ વધુ અને આવક અલ્પ રહેતા પરિસ્થિતિ કપરી બનતી જણાશે. આવકનો નવો માર્ગ શોધવો પડશે અને તે માટેના તમારા પ્રયત્નો સફળ થશે. નોકરીના ક્ષેત્રે કોઈ મુશ્કેલી કે અંતરાય હશે તો દૂર થતા જણાશે. સમસ્યાના ઉકેલ માટે નવો માર્ગ શોધવો પડશે. તે માટે તમારા પ્રયત્નો સફળ થશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ સંજોગો સાનુકૂળ બની રહ્યા હોવાથી ચિંતાઓનો બોજો હળવો થાય. આશાવાદી કાર્યરચનાના કારણે તંગદિલી ઘટશે. જેટલા વધુ કાર્યશીલ થશો તેટલો આનંદ મળશે. નાણાકીય રીતે અણધાર્યા લાભની આશા ઠગારી નીવડે. વધુ પડતો ખર્ચ થાય તેમ હોવાથી સાચવીને નાણા વાપરવાની સલાહ છે. નોકરિયાતોને કોઈ સમસ્યા હશે તો ઉકેલાશે. બદલી-બઢતીની બાબતમાં સાનુકૂળ માર્ગ નીકળશે. વેપાર-ધંધાના ક્ષેત્રે વિકાસના તમારા પ્રયત્નો ફળદાયી બને. જમીન-મકાન અંગે કેટલીક મૂંઝવણો આવે. કૌટુંબિક કામકાજો પાર પડે. સ્નેહી-સ્વજનોથી મિલન-મુલાકાત થાય. સામાજિક વ્યવહારોના ઉકેલ માટે સાનુકૂળતા રહે. લાંબી મુસાફીમાં વિઘ્ન જણાય. વિરોધીના કારણે કેટલાક લાભ અટકતા જણાશે.

તુલા (ર,ત)ઃ પરિસ્થિતિ ગમેતેટલી પ્રતિકૂળ લાગે પણ તેમાંથી તમે સફળતાપૂર્વક બહાર નીકળી શકશો. મનોબળ અને ઉત્સાહ વધશે. આર્થિક દૃષ્ટિએ આ સમય મધ્યમ છે. એક બાજુથી આવક વધે તો બીજી બાજુ નવો ખર્ચાઓ પણ આવશે. જોકે મુશ્કેલીઓ ઝાઝી ટકશે નહિ. નોકરિયાતો માટે આ સમય એકંદરે સાનુકૂળ છે. વિરોધીઓથી મૂંઝવણ રહે, પણ કોઇ કશું બગાડી શકે નહીં. યશમાન મળે. વેપાર-ધંધાના ક્ષેત્રે સમય લાભદાયી પુરવાર થશે. જમીન-મકાનની લે-વેચના કામકાજો થશે. સફળતા મળશે. કોઇ સંબંધમાં ગેરસમજ સર્જાઇ હશે તો તેનું નિરાકરણ મળશે.

વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહમાં માનસિક મૂંઝવણ વધે તેવા પ્રસંગો પેદા થશે. ધાર્યું કામ સારી રીતે પાર ન પડવાથી સ્વસ્થતા અને શાંતિમાં ખલેલ પડતા જણાય. આ સમયના ગ્રહયોગો દર્શાવે છે કે આર્થિક મુશ્કેલી અને નાણાંની તંગી સાલશે. નોકરિયાતોને મહત્ત્વની સમસ્યાઓનો ઉકેલ મળી આવતાં આનંદ થશે. બગડેલી બાજી સુધારી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે આ સમય સાનુકૂળ અને પરિવર્તનસૂચક જણાય છે. તમારા ગૃહજીવનમાં કોઈ મતભેદ સર્જાયા હશે તો તે વધે નહીં તે જોવું રહ્યું. સફળતા સાંપડશે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ પ્રવર્તમાન સંજોગોથી ડરશો નહીં. યોગ્ય દિશાના પ્રયત્નો જરૂર ફતેહ અપાવશે. મનોબળ ઉત્સાહ વધારજો. ખર્ચનું પ્રમાણ વધવાનું છે. આર્થિક ગોઠવણ પાછળ ધ્યાન કેન્દ્રિત કરવું પડે. નોકરિયાતોને મુશ્કેલી હશે તો દૂર થતી જણાશે. ગેરસમજો દૂર થાય. શત્રુઓની કારી ફાવશે નહીં. યશ-માનમાં વધારો થશે. વેપાર-ધંધામાં સફળતા મળે. જમીન-મકાનની લે-વેચમાં કામકાજો અંગે પ્રતિકૂળતા રહેશે. સાવધ રહીને ચાલજો, નહીં તો નુકસાન થાય કે મુશ્કેલી વધે. જીવનસાથીનું આરોગ્ય સાચવજો. રચનાત્મક કામકાજમાં પ્રગતિ થશે. ધંધાકીય પ્રવાસ ફળદાયી બનશે. હરીફો કરતાં આગળ વધી જશો. સંતાનોની તબિયત સાચવવી. અકસ્માતનો ભય રહે.

મકર (ખ,જ)ઃ માનસિક તંગદિલી કે અકળામણ વધશે. અકારણ ચિંતાઓથી અંતઃકરણમાં અશાંતિ અનુભવાય. નાણાકીય જવાબદારીઓ વધતી જોવાશે. આવક કરતાં ખર્ચના પ્રસંગો અને લાભમાં અંતરાય જણાશે. કોઇને ધીરધાર કરશો નહિ. મોટા સાહસમાં પડશો નહીં. નુકસાન-હાનિના યોગ છે. નોકરિયાતોને ઉત્સાહ વધે તેવી તક મળે. ઉન્નતિનો માર્ગ ખૂલતો જણાય. વિરોધીના હાથ હેઠા પડશે. મકાન બદલાવવાની ઇચ્છા પૂર્ણ થાય. કૌટુંબિક સંપત્તિના પ્રશ્નો ઉકેલાતા જણાશે. ગૃહજીવનમાં સંવાદિતા વધે. જીવનસાથી સાથેના મતભેદો નિવારી શકશો. યાત્રા-પ્રવાસ ધારણા અનુસાર ફળે નહીં.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ લાગણીઓના ઘોડાપૂરમાં વધુ પડતા તણાશો તો ઉશ્કેરાટ, વ્યથા અને માનસિક તંગદિલી સિવાય કશું જ મળવાનું નથી. ધીરજ અને સંયમથી વર્તશો તો ઘણી સમસ્યાઓ આપોઆપ ઉકેલાશે. મુશ્કેલીઓને તમે આસાનીથી પાર પાડી શકશો. ખર્ચાઓ માટે નાણાકીય વ્યવસ્થા કરી શકશો. મિત્રો યા સ્વજનો ઉપયોગી બનશે. એકાદ સારો લાભ પણ મળે. નોકરિયાતને કોઈ સમસ્યા હશે તો ઉકેલાશે. જમીન લે-વેચના કામમાં વિઘ્નો જણાશે. ધારણા અનુસાર સમસ્યા હલ ન થતાં માનસિક બોજો વધે. અભ્યાસ માટે શુભ સમય છે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ તમારી માનસિક દૃઢતા અને સ્વસ્થતા વધશે. મહત્વાકાંક્ષાની પૂર્તિ માટે જરૂરી સાનુકૂળતા જણાશે. માન-મરતબો વધશે. તમારી યોજનાઓમાં પ્રગતિ થતી જોઈ શકશો. આર્થિક દૃષ્ટિએ અનિશ્ચિતતા અને અસ્થિરતા વચ્ચે તમે પરિસ્થિતિ સાચવી શકશો. જરૂરતના સમયે નાણા મળતા આનંદ થશે. આવકવૃદ્ધિ કરતાં ખર્ચને વધવા ન દેશો. નોકરીના ક્ષેત્રે જો કોઈ ચિંતા પેદા થઈ હશે તો તેનો ઉકેલ મળશે અને સારી રીતે હલ થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિકારક તકો મળશે. સમસ્યાઓમાંથી બહાર નીકળી શકશો. પૈતૃક સંપત્તિના પ્રશ્નો અંગે સમય સાનુકૂળ છે. જમીન-મકાન દ્વારા આવક વધે. દાંમપત્યજીવનનું સુખ જળવાશે. પ્રવાસમાં સફળતાના યોગ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter