તા. ૩૦ મે, ૨૦૧૫થી ૫ જૂન, ૨૦૧૫

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 27th May 2015 05:37 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મળતાં તમારો માનસિક ઉત્સાહ વધશે. આર્થિક દૃષ્ટિએ આ સમય સુધારાજનક અને સાનુકૂળ બનતો જણાશે. આવકવૃદ્ધિનો નવો માર્ગ મળે. આર્થિક વ્યવહારો ચલાવવા પૂરતી નાણાકીય વ્યવસ્થા કરી શકશો. નોકરીમાં પરિસ્થિતિ સાનુકૂળ રહેતી જણાશે. તમારા વિરોધીઓની કારી ફાવશે નહિ. નોકરીના ક્ષેત્રે કોઈ મહત્ત્વની કામગીરીમાં સફળતા મળતી જણાય. વ્યવસાયિક રીતે આશાસ્પદ સમય જણાય છે. સંપત્તિની બાબતોમાં સાનુકૂળતા જણાશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહની ગ્રહદશા વધારાના કામનું દબાણ અને ખર્ચના પ્રસંગોમાં વધારો થવાનું સૂચવે છે. સંતાનો અંગેની સમસ્યાઓ વધશે. માનસિક અશાંતિ વધશે. નોકરિયાતને પુરુષાર્થનું ફળ મળશે. બદલી યા પરિવર્તનની ઇચ્છા હશે તો યોગ્ય તક મળશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિની તક મળશે. કૌટુંબિક સંપત્તિની લે-વેચમાં પણ વિઘ્ન જણાશે.

મિથુન (ક,છ,ઘ)ઃ કાર્યસફળતા અને જરૂરી સહાય મળતાં માનસિક રાહત અનુભવશો. આવક વધારવાના પ્રયત્નો ફળદાયી નીવડશે. આર્થિક પ્રશ્નોના ઉકેલનો કોઈ માર્ગ મેળવી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે ક્ષેત્રે તમને આગળ વધવાની તક મળશે, જે ઝડપી લેજો. નોકરિયાત વર્ગને હજી યથાવત્ સ્થિતિ રહેતી જણાશે. પ્રગતિ આડે અવરોધો જણાશે. જમીન-મકાનની કામગીરીમાં વિકાસ થાય. શત્રુના હાથ હેઠા પડશે.

કર્ક (ડ,હ)ઃ આ સમયમાં કોઇ પણ બાબતે ઉતાવળા નિર્ણયો લેતાં પહેલાં સો વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવવા જરૂરી છે. નાણાકીય મૂંઝવણનો કોઈ સારો ઉકેલ મળશે. આવકવૃદ્ધિ માટેના તમારા પ્રયત્નો સફળ થશે. નોકરિયાત જો સારી નોકરી મેળવવાનો પ્રયાસ કરતા હશે તો સફળતા મળશે. મુશ્કેલીઓમાંથી બહાર આવી શકશો. સહકર્મચારી કે ઉપરી સાથેના સંબંધો સાચવજો. સંપત્તિના પ્રશ્નો અંગે પરિસ્થિતિ મિશ્ર જણાશે. લાભ મળવામાં વિલંબ થાય. પ્રશ્નો યથાવત્ રહેતા જણાય.

સિંહ (મ,ટ)ઃ મનોવ્યથા અને બેચેની વધે તેવા પ્રસંગો માનસિક સંઘર્ષ પેદા કરશે. સપ્તાહ દરમિયાન ધીરજ રાખવી અને સંયમથી કામ લેવું પડે. તમારી નાણાકીય આવક કરતાં ખર્ચ-ચૂકવણી વધુ રહેતા ચિંતામાં વધારો થાય. નોકરિયાતોને આ સમયમાં જોઈતી સફળતા મળવામાં વિઘ્ન જણાશે. સહયોગીઓ સાથે ઘર્ષણ-વિવાદ વધતા જણાય. વેપાર- ધંધાના ક્ષેત્રે પરિસ્થિતિ પ્રતિકૂળતાભરી રહેશે. જમીન-મિલ્કતના કામમાં પ્રગતિ થાય.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં તમારી અનેક મૂંઝવણોમાંથી કેટલીક દૂર થવાની આશા જણાય છે. કાર્યસફળતા અને ઉન્નતિના સંજોગોના કારણે તમારો ઉત્સાહ વધશે. આર્થિક મૂંઝવણનો કોઈ સારો ઉકેલ મેળવી શકશો. નોકરિયાત માટે આ સમય અગત્યના કાર્યોમાં સફળતા સૂચવે છે. સહયોગીઓ સાથે મતભેદ હશે તો મનમેળ સાધી શકશો. પરિવર્તનની ઇચ્છા ફળતી જણાય.

તુલા (ર,ત)ઃ સપ્તાહમાં સાનુકૂળ સંજોગોને કારણે તમારી મનોસ્થિતિ સ્વસ્થ અને પ્રસન્ન રહેશે. કેટલાક મહત્ત્વના કામકાજો આગળ ધપતાં જણાશે. આર્થિક જોગવાઈઓ ઊભી કરી શકશો. ઉઘરાણી અને લેણી રકમો મેળવી શકશો. જોકે વધારાના ખર્ચાઓ પણ ઊભા થશે, જેથી આવક કરતાં જાવકનું પ્રમાણ વધી જવાની ચિંતા રહેશે. નોકરિયાત વર્ગને સારી તક આવી મળે. વેપાર-ધંધામાં કોઇ અંતરાય હશે તો પાર કરી શકશો.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય આરોગ્ય અંગે ચિંતા અને નાણાભીડનો અનુભવ કરાવશે. કોઈ મહત્ત્વની તક ખુલ્લી થતાં વિકાસનો માર્ગ પ્રાપ્ત થશે. જોકે વિકાસ મંદ ગતિએ થતો લાગશે. નોકરિયાત ધાર્યું પરિણામ પ્રાપ્ત કરી શકશે. ઉપરી સાથે સંવાદિતા સાધી શકશો. વેપાર-ધંધા સંબંધિત કામકાજ ધીમી ગતિએ આગળ વધશે. સંતાનો કે પ્રિયજન સાથે વિવાદ અને મતભેદ સર્જાય. મકાન-મિલકત અંગેની બાબતો સાનુકૂળતા હોવાથી તમારા પ્રશ્નો ઉકેલાતા જણાશે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ ગ્રહયોગ દર્શાવે છે કે કામગીરીમાં વધારાનો બોજ અને પૂર્વનિર્ધારિત યોજનાઓમાં ઇચ્છિત પ્રગતિ ન જણાતા અસ્વસ્થતા કે તાણ વધશે. આ સમયમાં કૌટુંબિક અને આરોગ્ય માટેના ખર્ચાઓ વધતાં ઉપરાંત નવા મૂડીરોકાણને કારણે આર્થિક બોજો વધે તેવા યોગો છે. નોકરિયાતને નવીન જવાબદારીનો બોજ વધતો હોય તેમ લાગશે. વિરોધીઓ ફાવી શકશે નહીં. વેપાર-ધંધામાં આ સમયના યોગ સફળતા, વિકાસ અને કાર્યસિદ્ધિ સૂચવે છે.

મકર (ખ,જ)ઃ માનસિક અને શારીરિક સ્વસ્થતા જાળવી રાખવા તરફ વધુ ધ્યાન આપજો. તનાવ વધારે તેવા પ્રસંગો ઊભા થાય ત્યારે આવેશ અને ઉગ્રતા પર અંકુશ રાખજો. આવક કરતાં જાવકનો પ્રવાહ વધી જતાં તીવ્ર નાણાકીય કટોકટીનો અનુભવ થાય. નોકરિયાત માટે આ સમયના યોગો પ્રગતિકારક અને આશાજનક છે. અગત્યના કામકાજોને આગળ ધપાવી શકશો. લાભની તક ઊભી થતી જણાય.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ માનસિક આનંદ-ઉત્સાહના પ્રસંગો વધશે. સાનુકૂળતાનો લાભ ઉઠાવજો. વિકાસલક્ષી તકો મેળવી શકશો. મૂંઝવણો દૂર થતી જણાય. નાણાકીય દૃષ્ટિએ તકલીફમાંથી માર્ગ મળશે. મિત્રો- સ્વજનો ઉપયોગી થાય. નોકરિયાતને આ સમય રાહત આપનાર છે. મહેનતનું સારું ફળ મળશે. સહકર્મચારીઓનો સાથ મેળવી શકશો. વેપાર-ધંધાની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકશો. વિરોધીઓ ફાવશે નહીં. જમીન-મકાનના પ્રશ્નો અણઉકેલ્યા રહેશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ ખોટી ચિંતા અને માનસિક ભારણના કારણે બેચેનીનો અનુભવ થાય. ખોટા વાદ-વિવાદોથી દૂર રહેજો. નાણાકીય બાબત અંગે આ સમયના યોગો સાથ આપતા જણાય. આવકવૃદ્ધિ માટેના પ્રયત્નો વધારજો. નોકરિયાતને પ્રશ્નોના ઉકેલ માટે આ સમય સાનુકૂળ છે. તમારા વેપાર-ધંધાના ક્ષેત્રે ભાગીદારો સાથે કારણ વિનાનો વિવાદ જાગશે. વ્યાવસાયિક યોજનાઓમાં કોઈ અવરોધ પેદા થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter