તા. ૩૦ સપ્ટેમ્બર થી ૬ ઓક્ટોબર ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Saturday 30th September 2017 06:27 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ અકારણ ચિંતાના કારણે ટેન્શન જણાશે. તમે વધુ કાર્યરત રહીને કે કાર્યપદ્ધતિમાં થોડોક ઘણો ફેરફાર કરીને દૂર કરી શકશો. તમે જો ઝડપથી પરિણામની આશા રાખતા હો તો તેમ થશે નહીં. સંજોગો સુધરતાં અને કેટલાક સારા લાભની તક મળતાં આવક વધશે. બાંધી આવકવાળાને જરૂર પડે નાણાંકીય વ્યવસ્થા થઈ શકશે. યોગ્ય દિશાના પ્રયત્નો ચાલુ કરી દેજો. જમીન કે મકાનના ભાડા અંગેના પ્રશ્નોમાંથી માર્ગ મળે. નોકરિયાતો માટે આ સમય પ્રગતિકારક છે. હાથ ધરેલા કામકાજો થઈ શકશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ મૂંઝવણમાંથી મુક્તિ મળતા અને યોજનાઓ માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતા માનસિક બોજો હળવો થાય. નાણાકીય જરૂરિયાત માટે જોઈતાં નાણાં મળવામાં થોડોક અવરોધ વધશે. ખર્ચ ચૂકવણીનો બોજ વધુ રહે તેમ છે. સરકારી નોકરિયાતોને આ સમયમાં જોઈતી સફળતા મળવામાં વિઘ્ન જણાશે. ઉપરી સાથે ઘર્ષણ, દલીલના પ્રસંગો આવે. બઢતીમાં અવરોધ નડે. માંગલિક, ધાર્મિક પ્રસંગો શાંતિ અપાવશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય દરમિયાન તમારી અંગત મૂંઝવણોના કારણે બેચેની, વિષાદ, વ્યથાનો અનુભવ થાય. આ સમયમાં આવકના પ્રમાણમાં જાવક તથા ખર્ચના પ્રસંગો ઉપરાંત અણધારી ચૂકવણીના કારણે નાણાંભીડ રહે. આર્થિક ટેન્શન વધે. જમીન-મકાનની સમસ્યાનો ઉકેલ મળે. નોકરિયાત વર્ગ માટે આ સમય યથાવત્ સ્થિતિ સૂચવે છે. ધંધા-વેપારના ક્ષેત્રે લાભ દેખાય, પણ સરવાળે ઠેરના ઠેર જેવી સ્થિતિ જણાશે. ગૃહજીવનમાં એકંદરે સાનુકૂળતા રહે. કૌટુંબિક પ્રશ્નો હલ થઈ શકશે. સાધુ-સંતોની મુલાકાત માનસિક શાંતિ આપશે.

કર્ક (ડ,હ)ઃ સામાજિક તથા જાહેર પ્રવૃત્તિઓના કાર્યમાં યશ મળતાં તમારો ઉત્સાહ વધશે. પ્રગતિકારક નવરચના સાકાર થાય. માનસિક સ્વસ્થતા જળવાશે. નાણાંકીય દૃષ્ટિએ જે કંઈ તકલીફો જણાશે, જેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે. ખર્ચને માટે જરૂરી નાણાંની વ્યવસ્થા કરી શકશો. મિત્રો યા સ્વજનો ઉપયોગી બને. એકાદ સારો લાભ પણ મળે. નોકરિયાતો માટે સમય મહત્ત્વનો નીવડશે. મહત્ત્વના લાભની આશા રાખી શકશો. જમીન-મકાનની લે-વેચના કામમાં વિઘ્નો જણાશે. સંતાન તરફથી ચિંતા ઓછી થાય.

સિંહ (મ,ટ)ઃ અસહ્ય પ્રશ્નોના કારણે માનસિક ટેન્શન રહેતા અજંપો અનુભવશો. તમારા મહત્ત્વના કામકાજોમાં વિલંબ થતાં ચિંતાનો બોજો વધશે. નાણાંકીય દૃષ્ટિએ આ સમયમાં કોઈ અણધારી રીતે લાભ કમાઈ લેવાની લાલચમાં ન પડશો. આવકના કરતા ખર્ચા વધુ રહેવાના યોગો પ્રબળ છે. આર્થિક આયોજન જરૂરી છે. નાણાં સાચવીને વાપરજો. નોકરિયાતોને શુભ ફળ મળે. અવરોધોમાંથી નીકળશો. બદલ-બઢતી યોગ છે.

કન્યા (પ,ઠ,ણ)ઃ અકારણ ચિંતાઓ મનને અસ્વસ્થ કરશે. અકળામણ, બેચેની વધતી જણાશે. માનસિક તાણનો ભોગ બનવું પડે. અગાઉનાં કરેલાં કેટલાંક કામકાજોનો આર્થિક લાભ મેળવવાના સંજોગો આ સમયમાં ઊભા થતા જણાશે. જરૂરિયાતો પૂરતી સગવડો ઊભી પણ થઇ શકશે. શેર-લોટરીથી લાભ જણાતો નથી. નોકરિયાતોની સમસ્યાના ઉકેલ માટે સાનુકૂળતા સર્જાશે. વિરોધીઓ ફાવશે નહીં. ધંધા-વેપારના ક્ષેત્રે સફળતા, લાભ જણાશે.

તુલા (ર,ત)ઃ આસપાસનું વાતાવરણ અને સંજોગો માનસિક તાણ અને ઉત્પાતનો અનુભવ કરાવશે. તમે ઉતાવળાં પગલાં લેતાં પહેલાં સો વાર વિચારજો. અહીં ખર્ચ વધુ અને આવક અલ્પ રહેતાં પરિસ્થિતિ કપરી બનતી જોવાશે. આવકનો નવો માર્ગ શોધવો પડશે અને તે માટેના તમારા પ્રયત્નો સફળ થશે ખરા. નોકરિયાતોને આ સમયમાં અન્ય પ્રતિકૂળતાના કારણે લાભ અટકાવશે. ધાર્યું કામ થાય નહીં. વિઘ્નો વધતાં જણાશે. ધર્મલાભ અને સત્કાર્યોની સુવાસ યશ-માન અપાવશે.

વૃશ્ચિક (ન,ય)ઃ યોજનાઓ અંગે જોઈતી સાનુકૂળતા કે સગવડો ઊભી થતાં તમારી પ્રગતિ વધશે. સારી તક મળે. સફળતાના કારણે માનસિક સ્થિતિ સ્વસ્થ રહેશે. દૃઢતાપૂર્વક આગળ વધી શકશો. નાણાંકીય કામગીરીઓ પાર પડશે. ચિંતામાંથી બહાર નીકળવાનો માર્ગ મળે. કોઈની સહાય કે મદદથી તમે ખર્ચને પહોંચી વળશો. આર્થિક જવાબદારીઓ માટેની જોગવાઈ થાય. નોકરિયાતોને બઢતીનો લાભ મળે. કેટલીક વ્યક્તિઓને વધુ સારી નોકરીની ઓફર મળે. બદલીનો પ્રસંગ પણ ઊભો થાય. અધ્યાત્મિક કાર્યો તરફ મન વધુ ઢળશે.

ધન (ભ,ફ,ઢ,ધ)ઃ તમારા કોર્ટ-કચેરીના દાવાઓનો ઉકેલ આવતો જણાશે. કોર્ટ-કચેરીના પ્રશ્નો અંગે સાનુકૂળતાઓ સર્જાશે. વિરોધીઓ ફાવી શકશે નહીં. તમારું સ્વાસ્થ્ય સુધરશે અને પરિણામે માનસિક ચિંતાઓનો ભાર હળવો થશે. વેપાર-ધંધાના ક્ષેત્ર તમે ધીમી છતાં મક્કમ પ્રગતિ સાધી શકશો. પુરુષાર્થ વધારજો. ખોટા સાહસથી દૂર રહેજો. સફળતા માટે સંઘર્ષ અનિવાર્ય બની જશે. દામ્પત્યજીવનમાં અશાંતિ ડોકિયાં કરી જાય. જીવનસાથીનું આરોગ્ય સંભાળ માગી લેશે. યાત્રા-પ્રવાસનું આયોજન થાય.

મકર (ખ,જ)ઃ અંગત બાબતોના કારણે અજંપો-વ્યથા જણાય. મન સક્રિય રાખશો તો નિરાશામાંથી ઉગરી શકશો. નાણાંકીય તકલીફોમાંથી છૂટકારો મેળવી શકશો. ખર્ચ અને ચૂકવણીના કારણે આવક વપરાઈ જશે. અણધાર્યા માર્ગે લાભની આશા ફળશે નહીં. ગૃહજીવનમાં સર્જાતા મતભેદો કે ગેરસમજોને દૂર કરી શકશો. તમારા આરોગ્યની કાળજી લેતા રહેજો. સંતાનોના પ્રશ્નોથી બોજો વધશે. અંગત આરોગ્ય સાચવવા તરફ લક્ષ રાખજો. યાત્રા-પ્રવાસનું આયોજન આનંદ કરાવશે.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ અકારણ અને ખોટી ચિંતાના કારણે માનસિક તાણ વધશે. તમારું આયોજન ધારણા કે અપેક્ષા કરતાં પ્રતિકૂળ સંજોગો જણાતાં અશાંતિ અને ઉત્પત્તિ વધશે. મન અજંપો અનુભવશે. આર્થિક સમસ્યાઓ ઘેરી જણાય તો પણ કાર્યશીલ રહી ચાલશો તો કોઈને કોઈ રીતે નાણાંનો બંદોબસ્ત થતાં તમારા કામ ઉકેલાશે. ધીરજની કસોટી થતી જણાય. વધારાના લાભની આશા પણ ફળે. આત્મબળ સારું રહે. માંગલિક પ્રસંગો ફળ અપાવશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ તમારી પ્રવૃત્તિઓ વિકાસ તરફી થતાં આત્મવિશ્વાસ વધતો જણાશે. અહીં કેટલીક નવરચના અને લાભદાયી તકો મળતાં ઉત્સાહ વધશે. આર્થિક દૃષ્ટિએ ગ્રહયોગો શુભ હોવાથી તમારી ચિંતા યા બોજો હળવો થાય. નાણાંકીય ગોઠવણ માટે સાનુકૂળતા રહે. ઉઘરાણી કે લેણી રકમો પ્રાપ્ત કરી શકશો. નોકરિયાતોની અંગત સમસ્યા હલ થશે. નોકરીમાં પ્રગતિ અને બઢતીનો માર્ગ ખુલ્લો થશે. હરીફો અંગે ચિંતા રાખવાને કોઇ કારણ નથી. ધંધાર્થી માટે સમય સાનુકૂળ રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter