તા. ૩૧ ઓગસ્ટ થી ૬ સપ્ટેમ્બર ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 30th August 2019 08:16 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ અકારણ ચિંતાઓના કારણે ટેન્શન જણાશે. સતત સક્રિય રહીને જ તમે આનાથી બચી શકશો. કોઇ મુદ્દે ઝડપથી પરિણામની આશા રાખતા હો તો તે શક્ય નથી. કેટલાક સારા લાભની તક મળતા આવક વધશે. જરૂરી નાણાંકીય વ્યવસ્થા થઈ શકશે. યોગ્ય દિશાના પ્રયત્નો ચાલુ કરી દેજો. જમીન કે મકાન સંબંધિત પ્રશ્નોમાંથી માર્ગ મળશે. નોકરિયાતો માટે સમય પ્રગતિકારક છે. હાથ ધરેલાં કાર્યો પાર પાડી શકશો.

વૃષભ (બ,વ,ઉ)ઃ મૂંઝવણમાંથી મુક્તિ મળશે. યોજનાઓ માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતા માનસિક બોજો હળવો થાય. બેચેની-ઉત્પાત દૂર થાય. નાણાંકીય આવક કરતાં ખર્ચ-ચૂકવણીનો બોજ વધુ રહેશે. સરકારી નોકરિયાતોને આ સમયમાં જોઈતી સફળતા મળવામાં વિઘ્ન જણાશે. ઉપરી સાથે મતભેદ સર્જાશે. બઢતીમાં અવરોધ સર્જાય.

મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ દરમિયાન અંગત મૂંઝવણોના કારણે બેચેની-વિષાદનો અનુભવ થાય. આવકના પ્રમાણમાં જાવક અને ખર્ચના પ્રસંગો ઉપરાંત અણધારી ચૂકવણીના કારણે નાણાંભીડ રહે. આર્થિક ટેન્શન વધે. જમીન-મકાનની સમસ્યાનો ઉકેલ મળે. નોકરિયાત વર્ગ માટે સમય યથાવત્ સ્થિતિ સૂચવે છે. ધંધા-વેપારના ક્ષેત્રે લાભ દેખાય, પણ સરવાળે ઠેરના ઠેર જેવી સ્થિતિ જણાશે. ગૃહજીવનમાં એકંદરે સાનુકૂળતા રહે. કૌટુંબિક પ્રશ્નો હલ થઈ શકશે.

કર્ક (ડ,હ)ઃ સામાજિક તથા જાહેર પ્રવૃત્તિના કાર્યમાં યશ-માન મળતા તમારો ઉત્સાહ વધશે. પ્રગતિકારક નવરચના થાય. માનસિક સ્વસ્થતા જળવાશે. નાણાંકીય દૃષ્ટિએ જે કંઈ તકલીફો જણાશે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે. ખર્ચ માટે જરૂરી નાણાંની વ્યવસ્થા કરી શકશો. મિત્રો કે સ્વજનો ઉપયોગી બને. એકાદ સારો લાભ પણ મળે. નોકરિયાતો માટે સમય મહત્ત્વનો નીવડે. મહત્ત્વના લાભની આશા રાખી શકશો. જમીન-મકાનની લે-વેચના કામમાં વિઘ્નો જણાશે.

સિંહ (મ,ટ)ઃ આ સમય માનસિક ઉત્પાતનો અનુભવ કરાવી જાય. ઉતાવળા પગલાં લેતાં પહેલાં સો વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવજો. ઉઘરાણીના કામકાજ પતાવી શકશો. લાભ વધવાની સાથે વ્યય પણ વધવાનો છે. આવકનું વ્યવસ્થિત આયોજન કરશો તો વાંધો નહીં આવે. નોકરિયાત માટે ગ્રહયોગો શુભ છે. પ્રતિકૂળતામાંથી માર્ગ મળે. વિરોધીના વિઘ્નોને પાર કરી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે પરિસ્થિતિ સુધારાજનક અને પ્રોત્સાહક જણાશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ માનસિક તણાવ - અજંપો વધશે. મહત્ત્વના કામકાજોમાં વિલંબ થતાં પણ ચિંતાનો બોજ વધશે. આર્થિક આયોજન વ્યવસ્થિત કરશો તો વાંધો નહીં આવે. આવકવૃદ્ધિ થાય પણ બચતના યોગ નથી. અગત્યના નાણાંકીય આયોજન પાર પાડી શકશો. ખર્ચને પહોંચી વળવાના ઉપાયો સફળ થાય. નોકરિયાતને હાથ આવેલા લાભ અટવાતા જણાશે. ઉપરી સાથે વિવાદ-વિખવાદ થાય. ધંધાકીય પ્રતિકૂળતામાંથી માર્ગ મળે.

તુલા (ર,ત)ઃ અકારણ - ઉદ્વેગના બનાવો માનસિક તંગદિલીનો અનુભવ કરાવશે. કાર્યશક્તિનું ફળ ન મળતાં નિરાશા જન્મશે. નાણાંકીય લેવડેદેવડમાં હજુ સાનુકૂળ સમય જણાતો નથી. ધાર્યા પ્રમાણે આવક કે પૂરતા લાભ ન મળે. વધારાના ખર્ચા ઊભા થશે. આથી આર્થિક આયોજન ખોરવાય. નોકરિયાત માટે આ સમય પ્રગતિકારક છે. તમારા વિરોધીઓની ચાલ નિષ્ફળ જશે.

વૃશ્ચિક (ન,ય)ઃ અગત્યના મૂંઝવતા પ્રશ્નોમાં ઉકેલાતાં ઉત્સાહ વધશે. લાંબા ગાળાથી અટવાયેલા કાર્યોનો નિકાલ આવે અથવા તો તેમાં પ્રગતિ થતી જણાશે. આર્થિક દૃષ્ટિએ સમય સુધારાજનક અને એકંદરે સાનુકૂળ જણાય છે. આવકવૃદ્ધિનો માર્ગ મળે. તમારા વ્યવહારો માટે આવશ્યક નાણાંકીય વ્યવસ્થા કરી શકશો. નોકરી વિષયક પ્રશ્નોના ઉકેલની દિશા ખૂલતી જણાશે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં સુધારો થતાં જણાતા રાહત વર્તાશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહમાં ઉદાસીનું મોજું ઘેરી વળે. નાણાંકીય સંજોગો સુધારવામાં હજુ સમય લાગશે. આથી સમજીવિચારીને ખર્ચ કે સાહસ કરજો. આ સમયમાં નોકરીના ક્ષેત્રે કોઈ સારી તક મેળવી શકશો. વર્તમાન નોકરીના ક્ષેત્રે પરિવર્તનના યોગ છે. વેપાર-ધંધામાં વિરોધીના કારણે થોડી પ્રતિકૂળતા જણાય.

મકર (ખ,જ)ઃ પૂર્વ નિર્ધારિત માર્ગે તમે સફળતાપૂર્વક આગળ વધી શકશો. અવરોધ કે વિઘ્નો આવશે, જે દૂર કરી શકશો. માનસિક ચિંતાનું ભારણ ધીમે ધીમે હળવું થાય. જરૂરિયાત પૂરતી આવક થશે. આર્થિક ભીંસ છતાં પણ તમારું કોઇ કામકાજ અટકશે નહિ. ઉતાવળા સાહસથી દૂર રહેજો. બોજ-કરજ વધારશો નહીં. નોકરીના ક્ષેત્રે પરિવર્તન માટે હજુ યોગ્ય સમય આવ્યો નથી. ધંધા-વેપારના ક્ષેત્રે તમારા પ્રયત્નો સફળ થતાં જણાશે. ભાગીદારો સાથેના મતભેદો દૂર કરી શકશો.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ લાગણીશીલ મુદ્દે મનોસંઘર્ષ સર્જાશે. આવેશને કાબૂમાં રાખજો. વ્યર્થ વાદ-વિવાદના પ્રસંગો ઊભા ન થાય તે જોવું રહ્યું. જરૂરિયાતના પ્રમાણમાં તમારી આવક ઓછી રહેતાં તંગી વર્તાશે. કરજ-લોન દ્વારા પરિસ્થિતિ સાચવી શકશો. ઉઘરાણીઓ ફસાય નહીં તે જોવું રહ્યું. નવી આર્થિક જવાબદારી ન વધારશો. નોકરિયાતોને અંતરાયો હશે તો દૂર થશે. તેમના ગૂંચવાયેલા પ્રશ્નો હલ થાય. બઢતી-બદલીના પ્રશ્નો ઉકેલાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે સફળતા પ્રગતિ જણાશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ ગૂંચવાયેલા કામકાજો આ સપ્તાહમાં આગળ વધતા અટકશે. ઉતાવળ ટાળજો, નહીં તો કામ બગડશે. વધુને વધુ ગૂંચવાશો. મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થતી લાગશે. આર્થિક બાબતોમાં કાળજી લેતા રહેજો. આવક-જાવકના બંને પાસાની ગણતરી કરીને ખર્ચ કરવો રહ્યો. નોકરિયાતોને કાર્યસ્થળે ઉપરીનો સાથ-સહકાર મળે. ધંધા-વેપારના ક્ષેત્રે ભાગીદારો સાથે વિના કારણ વિખવાદ જાગશે. ધંધાકીય યોજનામાં અવરોધ હશે તો દૂર થતો જણાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter