તા. ૩૧ ડિસેમ્બર ૨૦૧૬ થી ૬ જાન્યુઆરી ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 28th December 2016 05:37 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ સમયને અનુરૂપ રહીને કામ કરવાની ફરજ બજાવવી હિતાવહ છે. જો સમયની સાથે ચાલશો તો જીત, સફળતા અને પ્રગતિ હાથમાં રહેશે. દામ્પત્યજીવન ખાટામીઠા અનુભવ કરાવશે. પ્રવાસના લાભ મેળવશો. ધાર્મિક અને સામાજિક કાર્યોને લઈને ખર્ચાઓ અધિક રહેશે. નોકરી કરનારાઓ માટે આ સમય પ્રગતિનો રહેશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહમાં નાણાકીય ભીડ ઓછી થતી જણાશે. વેપાર-ધંધામાં રાહત રહેશે. નોકરીના સ્થળે કોઇ મતભેદ હશે તો દૂર થશે. જોકે પ્રગતિમાં વિલંબ આવી શકે છે. સમયની સાથે રહીને કામ કરવું પડશે. આર્થિક વ્યવહાર સચવાશે, પરંતુ મિલકત બાબતે ગૂંચવાડો રહેશે. સંતાન અંગે ચિંતા રહેશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહ માંગલિક પ્રસંગો અંગે ખર્ચાઓ આવશે. સમયને અનુરૂપ આયોજન કરીને સફળતા મેળવી શકશો. નાણાકીય ભીડ રહે તેવી શક્યતા છે. કુંવારા પાત્રો માટે આ સમયે ગોઠવણી અંગેની કામગીરી વેગવંતી બનશે. વેપારમાં રાહત રહે. નવીન ચીજવસ્તુની ખરીદી થાય. નોકરીમાં શાંતિ રહે. વગર કારણનું ટેન્શન ન કરવું હિતાવહ છે. સ્વજનો-મિત્રોની હૂંફ મળે.

કર્ક (ડ,હ)ઃ અનેકવિધ પ્રસંગોને લીધે આ સમય મહત્ત્વનો બની રહે. નવીન કાર્યોની શરૂઆત પણ આપ કરી શકશો. કૌટુંબિક સભ્યોનો સહયોગ શરૂઆતમાં ઓછો રહે, પણ બાદમાં તેઓ સાથ આપશે. નોકરીના સ્થાને વિચારોના મતભેદો ઊભા થશે. ખોટા વાદવિવાદથી બચવું સારું રહેશે. મશીનરીના વ્યવસાયવાળાએ સાચવવું જરૂરી છે. ખોટનો વેપાર થાય. ચોરીનો ભય રહે. વસ્તુ પડી જવાની કે ખોવાઈ જવાની શક્યતાઓ રહેશે.

સિંહ (મ,ટ)ઃ આ સપ્તાહમાં મિત્રો થકી મનદુઃખના પ્રસંગો બનશે. મન પર વિના કારણ ટેન્શન રહેશે. લેવડદેવડની બાબતમાં સાવચેત રહેશો. ગુસ્સો-ક્રોધને કાબૂમાં રાખવા હિતાવહ છે. વ્યસનથી દૂર રહો. વાહન ચલાવતી વખતે કાળજી રાખશો. ધર્મલાભ મળશે. મનની મૂંઝવણો સપ્તાહની આખરે દૂર થાય. બેંક સહિતના મહત્ત્વના દસ્તાવેજોની આ સપ્તાહે કાળજી રાખશો.

કન્યા (પ,ઠ,ણ)ઃ લાગણી અને મનોવ્યથાને બીજાની પાસે ઠાલવતા આ સપ્તાહે ધ્યાન રાખવું પડશે નહીંતર તેનો લાભ બીજા ઊઠાવતા અચકાશે નહીં. વાણી અને વર્તન પર સંયમ જાળવવો જરૂરી છે. ગુસ્સાના આવેગમાં ખોટા પગલાં લેતાં પહેલા વિચાર કરજો. ખરીદી ઉપર કાળજી લેવી પડશે. પૈસાની બાબતે હવે બેદરકાર રહેવું પાલવશે નહીં. કુટુંબમાં બીજાની દખલગીરી ચલાવી લેવાનું વલણ ટાળજો. મક્કમ થવું પડશે.

તુલા (ર,ત)ઃ આ સપ્તાહ સતત મૂંઝવણોમાં પસાર થાય. મનોબળ ટકાવી રાખીને આ સપ્તાહને પસાર કરી લો. આવનાર સમય આપનો જ રહેશે. ભૂતકાળની ભૂલોનું પ્રાયશ્ચિત આ સમયમાં થાય. રોકાયેલા નાણા માટે અફસોસ કરવાની જરૂર નથી. વિલંબથી પણ નાણા પરત મળી જશે. સંતાનો તરફથી સહાનુભૂતિ મળશે. લાભની આશા રાખી શકો છો. પ્રિય પાત્રોની હૂંફ મળશે. નાના-મોટા યાત્રા-પ્રવાસની તકો ઊભી થાય.

વૃશ્ચિક (ન,ય)ઃ બચતના નાણાં વાપરવાની ફરજ આ સપ્તાહે પડશે. આર્થિક વ્યવહારોમાં કાળજી રાખવી જરૂરી છે. આ માસમાં દાન કરવાનો વિશેષ મહિમા છે. કુટુંબીજનોમાં મનદુઃખના પ્રસંગોને ટાળજો. વિવાદ ટાળવા માટે દલીલબાજી ટાળવી જરૂરી છે. આ સમય ચઢાવ-ઉતારનો છે. આત્મશક્તિની કસોટી થાય. બીજા દેશોમાં રહેવા જવાની ઈચ્છાઓ પડતી મૂકવી પડશે. નવી મિલકતની ખરીદી બાબતે વિલંબ થાય.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સપ્તાહમાં નવરાશ મળવાની શક્યતા ઓછી છે. બહુ વ્યસ્ત રહેશો. જોકે આની સાથોસાથ ઉજળી તક પણ મળશે. નવા સાહસને આકાર આપશો. કુટુંબની વ્યક્તિઓને વધુ લાગણી આપશો. સ્વજનો તરફથી સહાનુભૂતિ મળશે. ભાગીદારીમાં ખાટીમીઠી થાય છતાં સચવાઈ જાય. ભારે વસ્તુઓની હેરાફેરીમાં કાળજી રાખશો. તંદુરસ્તીમાં અવરોધો આવશે. ચેતતા નર સદા સુખીના વિચારને ધ્યાનમાં રાખશો. પ્રવાસનો લાભ મળશે. ક્રમશઃ પ્રગતિ થશે.

મકર (ખ,જ)ઃ કૌટુંબિક અને ધાર્મિક તથા સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેવું પડશે. તમારું મન ગુપ્ત ચિંતાઓ અને લાગણીઓથી ઘેરાયેલું રહેશે. નવા વિચારો અમલમાં મૂકી શકશો. આત્મીય સ્વજનની હૂંફ મળશે. મુશ્કેલીના સમયે મિત્રો-સ્વજનો તરફથી મદદ મળે. જોકે બીજી બાજુ અપમાનનાં કડવા ઘૂંટડા પણ ગળવા પડશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ ધર્મ અને માંગલિક પ્રસંગોને લઈને દોડધામ વધશે. સ્વજનોની મુલાકાત થશે. મુશ્કેલીઓનું નિરાકરણ મળશે. આ સમયે નાણાંકીય સ્થિતિ હાલકડોલક રહેશે. વધુ પડતા ઉદાર થતા સાચવશો. લોટરી-જુગાર જેવા શેરસટ્ટાનાં સાહસમાં ધ્યાન રાખવું જરૂરી છે. તમારું હિત જોઈજાળવીને ચાલવામાં લાભ છે. નોકરીમાં અવરોધો ઊભા થાય તો હિંમત હારતા નહીં. કૌટુંબિક વિખવાદ રહેશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ વિચારોને મૂર્તિમંત સ્વરૂપ આપવાની તક આ સમયમાં છે. કોઈ નવી જગ્યાએ આપને માટે લાંબા ગાળે ફાયદો ઊભો થાય તેવી પરિસ્થિતિ સર્જાય. ભાગીદારી માટે ચઢાવઉતારનો સમય છે. સંતાનો માટે હવે દોડધામ કરવી પડે. નવા આયોજન અમલમાં મૂકાય. નોકરીમાં લાભની તક ઊભી થાય. પ્રોપર્ટીના પ્રશ્નોનું નિરાકરણ મળે. પ્રિય પાત્રોની હૂંફ મળે. દામ્પત્યજીવનમાં સરળતા થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter