તા. ૪ માર્ચ થી ૧૦ માર્ચ ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 03rd March 2017 04:39 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ બૌદ્ધિક કામગીરીઓમાં સફળતા મળે. આવકવૃદ્ધિના પ્રયત્નો લાંબા ગાળે ફળ આપશે. હાલ તો તમારે મિત્રો કે કોઈ નિકટની વ્યક્તિઓની મદદ વડે જ ચલાવવું પડશે. ધાર્યા માર્ગે ધારી આવક ન થવાથી મુશ્કેલી પેદા થશે તો તેનો ઉકેલ પણ મળે. નોકરિયાતો માટે ગ્રહયોગ શુભ છે. વેપાર-ધંધાકીય ક્ષેત્રે પરિસ્થિતિ સુધારજનક અને પ્રોત્સાહક જણાશે. મહત્ત્વની ચીજવસ્તુની ખરીદી થાય. મિત્રો કે ભાતૃવર્ગ-પ્રિયજનથી વિયોગ-વિખવાદ થાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ કેટલાક લોકો સાથે માનસિક ઘર્ષણના પ્રસંગો સર્જાય. આ સમયમાં નાણાંકીય આયોજન વ્યવસ્થિત નહિ રાખો તો ગરબડ વધે. ખોટા ખર્ચા વધી જવાની સંભાવના છે. હજુ અટવાયેલા લાભો કે ઉઘરાણી મેળવવામાં વિલંબ થતો જણાશે. કૌટુંબિક કારણસર ખર્ચ વધતા નાણાંભીડ જણાશે. નોકરિયાતને કામકાજનો બોજ વધશે. વિરોધીઓથી સાવચેત રહેવું. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ નાની-મોટી તકલીફો, વિલંબથી કાર્ય થવાના યોગ છે. ઘર્ષણ કે વિવાદના પ્રસંગ ટાળજો. દામ્પત્યજીવનમાં સર્જાયેલા મતભેદો દૂર કરી શકશો. સારા સમાચાર મળે. તમારા સંતાનો અંગે માનસિક તાણ રહેતી જણાશે. પ્રવાસ-પર્યટન સફળ થાય.

મિથુન (ક,છ,ઘ)ઃ ન કહેવાય ન સહેવાય તેવા પ્રશ્નોના કારણે માનસિક ટેન્શન રહેતાં અજંપો અનુભવાશે. નાણાંકીય દૃષ્ટિએ આ સમયમાં કોઈ અણધારી રીતે લાભ કમાઈ લેવાની લાલચમાં ન પડશો. આવક કરતા ખર્ચા વધુ રહેવાના યોગો પ્રબળ છે. નોકરિયાતોને પ્રયત્નોનું શુભ ફળ મળે. અવરોધોમાંથી નીકળી શકશો. વેપાર-ધંધામાં વૃદ્ધિ-વિકાસના પગલાં માટે આ સમય લાભકારક છે. તમારી સંપત્તિની લે-વેચના કાર્યોમાં સફળતા મળે. ગૃહજીવનનું વાતાવરણ એકંદરે મતભેદો બાદ કરતાં સારું રહે. જીવનસાથીનો સહકાર વધે. મહત્ત્વના કામ વિલંબમાં પડતાં જણાય.

કર્ક (ડ,હ)ઃ આવકના નવા સ્રોત વધારવાનું કાર્ય સફળ થશે. અલબત્ત આવકના પ્રમાણમાં ખર્ચ પણ વિશેષ થવાના યોગો હોવાથી ઠેરના ઠેર રહો તેવી સ્થિતિ લાગે. નોકરિયાતોને કોઈ નવીન, સાનુકૂળ પરિવર્તનની તક મળી શકશે. નવા ફેરફાર થાય. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ હવે તમારા માટે નવી ક્ષિતિજો ખુલશે. સંપત્તિના ગૂંચવાયેલા પ્રશ્નો ધીમે ધીમે હલ થાય. ખરીદ-વેચાણના કામકાજ માટે સાનુકૂળતા જણાશે. નવું જમીન-મકાન શોધવાના પ્રયત્નો ફળતા જણાશે. કૌટુંબિક વાતાવરણ ખોટા વાદ-વિવાદના કારણે માહોલ કલુષિત ન થાય તે જોજો. પ્રિયજન સાથે મતભેદ અને અશાંતિ સર્જાશે.

સિંહ (મ,ટ)ઃ આ સપ્તાહમાં અકારણ ઉદ્વેગ કે ઉલ્પાતના પ્રસંગો માનસિક તંગદિલીનો અનુભવ કરાવશે તેમ લાગે છે. કાર્યશક્તિનું ફળ ન મળતાં નિરાશા જન્મશે. સંજોગો સુધરવામાં સમય લાગશે તેથી સમજીવિચારીને ખર્ચ કે સાહસ કરજો. નાણાંનો દુર્વ્યય ન થઈ જાય તે જોજો. નોકરિયાતોએ વિરોધીઓથી સાવધ રહેવું જરૂરી છે. ઉતાવળા નિર્ણયો લેવા નહિ. ઉપરીથી ઘર્ષણ જાગશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ કેટલાક લાભ-ગુમાવવા પડે યા નિરાશા સાંપડે. મકાનના ખરીદ-વેચાણ કે ભાડા સંબંધિત પ્રશ્નો હલ થાય. કૌટુંબિક સંપત્તિના મામલાની પતાવટ થઈ શકશે. ભાતૃવર્ગ સાથે મતભેદ જાગશે. સ્વજનો ખાસ ઉપયોગી બનશે. લગ્ન-વિવાહની વાતચીતમાં અંતરાય આવે. તમારા વિરોધીઓથી ચેતતા રહેજો.

કન્યા (પ,ઠ,ણ)ઃ ધીરજ અને ડહાપણથી કામ લેજો. તમે જે નાણાંકીય લાભની આશા રાખી રહ્યા છો તે હજુ મળે નહિ. શેરસટ્ટાથી લાભ લેવા જતાં પસ્તાવું પડે. નોકરીની પરિસ્થિતિ કે વાતાવરણ તમારી તરફેણમાં જણાશે નહીં. ધંધા-વેપારની સ્થિતિ મૂંઝવણભરી જણાશે. મકાન કે સંપત્તિ બાબત ખર્ચ કે વિવાદ વધે. માનસિક બોજો રહે. ભાતૃવર્ગથી વિવાદ થાય. તમારા અંગત આરોગ્યની કાળજી લેવી જરૂરી છે. સંતાનના પ્રશ્નો ગુંચવાય. સરકારી કામકાજોમાં વિઘ્નો જણાશે.

તુલા (ર,ત)ઃ નાણાંકીય દૃષ્ટિએ સમય સાનુકૂળ અને સફળ નીવડશે. આવનાર ખર્ચા માટે જોગવાઈ કરી શકશે. લોન-કરજ વગેરેના કાર્યો પાર પડતાં જણાય. નોકરી અંગેની સમસ્યાઓનો ઉકેલ આવશે. ઉપરી કે અન્ય મહત્ત્વની વ્યક્તિનો સહકાર મળે. ધંધા-વેપારના ક્ષેત્રે વિકાસવૃદ્ધિનો યોગ છે. જમીન-મકાનના ખરીદ-વેચાણની બાબતમાં અવરોધો હશે તો દૂર થશે. મકાન બદલવાની ઇચ્છા હશે તો તે પૂર્ણ થાય. કૌટુંબિક સંપત્તિના પ્રશ્નો ઉકેલાતા જણાશે. ગેરસમજોનું વાતાવરણ દૂર થશે. સામાજિક કૌટુંબિક કાર્ય પાર પડે.

વૃશ્ચિક (ન,ય)ઃ અગમ્ય બેચેની જણાશે. મનને સક્રિય રાખશો તો તમે વધુ નિરાશાથી ઉગરી શકશો. તમારું આયોજન વ્યવસ્થિત કરશો તો નાણાંકીય મુશ્કેલી ટાળી શકશો. નોકરીના ક્ષેત્રે તમે ધારો છો તેવી તક હાથમાં આવીને સરી ન જાય તે જોવું રહ્યું. વિરોધીની ચાલબાજીથી સાવધ રહેજો. વ્યવસાયના ક્ષેત્રે વિકાસ ધીમો જણાશે. કૌટુંબિક સમસ્યાઓ માનસિક ચિંતા રખાવશે. સ્વજનો સાથે વિવાદ જન્મશે. સામાજિક કાર્યનું આયોજન થાય. બાળકોની તબિયત બગડે. દામ્પત્યજીવનમાં ચઢાવ-ઉતાર આવશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ અકારણ ચિંતાઓ મનને અસ્વસ્થ કરશે. નાણાંકીય લેવડદેવડ માટે સમય સાનુકૂળ ન હોવાથી ધારી આવક કે લાભ પૂરો મળે નહીં. નવા વધારાના ખર્ચા ઊભા થશે તેથી આવક ખર્ચાઇ જશે. નોકરી-ધંધાની પરિસ્થિતિ સાનુકૂળ રહેશે. ખાસ કોઈ ચિંતા રહે નહીં. ધંધા-વેપારના ક્ષેત્રે વધુ સારી તકો ઊભી કરી શકશો. મિલકત અંગેની કાર્યવાહીઓમાં અવરોધ જણાય. કાર્ય વિલંબમાં પડે. નવી લે-વેચમાં પડવું નહીં. કૌટુંબિક વિસંવાદિતા-વિખવાદનું વાતાવરણ હોય તો તે સુધરશે, સ્વજનોથી મિલન થાય. જીવનસાથી સાથે સંવાદિતા વધશે. વિરોધીના કારણે અટવાયેલા લાભ માટે વધુ પુરુષાર્થ કરવાથી લાભ મળશે. આરોગ્યની કાળજી લેવી પડશે. સરકારી પ્રશ્નનો હલ મળશે.

મકર (ખ,જ)ઃ તમારું ધ્યેય સિદ્ધ કરવાની સાનુકૂળતા વધશે. નોકરિયાતો માટે આ સમય કામકાજનો બોજો વધારનારો, હરીફ અને કર્મચારીઓ સાથે મતભેદ વધારનારો છે. ધાર્યું ફળ મળે નહીં. ધંધાકીય ક્ષેત્રે વિઘ્નો વધુ જણાશે. મિલકતોના લે-વેચના કાર્યો માટે ફાયદાકારક સમય નથી. આ અરસામાં કૌટુંબિક કામકાજો થાય. મતભેદો અને સમસ્યાઓનો યોગ્ય ઉકેલ મળશે. વિયોગ હશે તો મિલન થશે. આરોગ્યની કાળજી લેવાની ખાસ જરૂર છે. તમે સંતાનોને લગતી સમસ્યા ઉકેલી શકશો. મિત્રોથી મતભેદ થશે.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ પ્રતિકૂળતાથી ડગી જશો નહિ, તમારો પુરુષાર્થ ચાલુ રાખજો. તમારી આવક અને ખર્ચની સ્થિતિને સમતોલ નહિ રાખી શકો. ધાર્યા લાભ મળવામાં હજુ અવરોધ જણાશે. વિશ્વાસઘાત અને હાનિના પ્રસંગોથી સાવધ રહેજો. આર્થિક પરિસ્થિતિ મૂંઝવણ રખાવશે. નોકરિયાતને કામનો બોજ વધશે. વિરોધીઓથી સાવધ રહેજો. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ નાની-મોટી તકલીફો બાદ કાર્ય ઉકેલાશે. ઘર-જમીન કે સંપત્તિના મામલામાં કે તેને લગતા કામકાજના ઉકેલ માટે ગ્રહયોગ મદદરૂપ બની રહેશે. દામ્પત્યજીવનમાં પ્રવર્તતા મતભેદો ઉકેલાશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ નાણાંકીય દૃષ્ટિએ તમારી પરિસ્થિતિ અગાઉ કરતાં પણ વધુને વધુ સમસ્યા સૂચવે છે. દેવું કે કરજ ન વધારશો. નાણાંની પ્રાપ્તિનો માર્ગ હવે અવરોધાતો જણાશે. ખર્ચ અને જવાબદારી વધારવા પર અંકુશ રાખજો. નોકરીના ક્ષેત્રે તમે ધારો છો તેવી તક હાથમાં આવીને સરી ન પડે તે જોજો. ગાફેલ રહેશો તો તક ગુમાવવી પડે. વિરોધીઓ અને તમારા સહકર્મચારીઓની ચાલબાજીથી સાવધ રહેજો. વ્યવસાયના ક્ષેત્રે મંદી જણાશે. અકારણ વિવાદના પ્રસંગો સર્જાશે. કૌટુંબિક જીવનની સમસ્યા ગેરસમજ વધારશે. લાગણીના આવેગો પર અને ગુસ્સા પર સંયમ રાખશો તેવી સલાહ છે. વાત વધુ વણસી ન જાય તે જોવું રહ્યું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter