તા. ૪ સપ્ટેમ્બર, ૨૦૧૫થી ૧૧ સપ્ટેમ્બર, ૨૦૧૫

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Thursday 03rd September 2015 08:52 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ મહેનતનું ફળ મેળવવા ધીરજ રાખવી પડશે. તમારી ઉન્નતિનો માર્ગ ખૂલ્લો થશે. ઉજ્જવળ સફળતા મળતાં તમારી પ્રગતિ થયા વિના રહેશે નહીં. માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નાણાકીય દૃષ્ટિએ આ સમય મૂંઝવણભર્યો સૂચવે છે. ખર્ચને પહોંચી વળવા તમારે વધુ વ્યવસ્થિત બનવું પડશે. એકાદ-બે મોટા ખર્ચ પણ થશે. નોકરિયાતોને આ સમય સાનુકૂળ નીવડશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયગાળામાં મનોસ્થિતિ તંગ અને અશાંત રહેશે. ધીરજ રાખીને કામ કરશો તો પરિસ્થિતિ સાનુકૂળ અને સુખદ બનાવી શકશો. ઉતાવળિયા બનવાનું ટાળજો. આ સમય આર્થિક રીતે મધ્યમ રહે. વધારાની આવક ઊભી કરવા વધુ મહેનત કરવી પડશે. વળી નવા ખર્ચાનો બોજ પણ વધશે. નોકરિયાતને પ્રગતિ આડે હજુ કેટલાક વિઘ્નો જણાય છે. લાભકારક તક માટે રાહ જોવી પડે. ધંધા-વેપાર સાથે સંકળાયેલા લોકોને અગત્યના પ્રશ્નો ઉકેલવામાં વિલંબ થશે.

મિથુન (ક,છ,ઘ)ઃ મિત્રો-સ્નેહીજનોનો સહકાર મળતાં સાનુકૂળતા જણાશે. આર્થિક દૃષ્ટિએ નાણાકીય જરૂરિયાત કે અપેક્ષાઓના પ્રમાણે નાણા ઊભા કરી શકશે. ખર્ચને પહોંચી વળવાનો માર્ગ મળશે. કરજનો ભાર પણ ઉતરશે. નોકરિયાતોને કોઈ સ્થળાંતર કે પરિવર્તનની તક મળે. નવા ક્ષેત્રમાં જવાની તક મળશે. ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો સાનુકૂળ બનશે. વેપાર-ધંધાના ક્ષેત્રે જણાતી સમસ્યાઓ સુખદ રીતે ઉકેલાશે. મકાન-મિલકતની બાબતો માટે ગ્રહો હજુ ખાસ સુધારો સૂચવતા નથી.

કર્ક (ડ,હ)ઃ હજુ તમારા માર્ગ આડે કેટલાક અવરોધો છે તેને પાર કરવા તરફ મનની શક્તિને કેન્દ્રિત કરવી પડશે. કોઇ પણ ઉતાવળિયા સાહસથી દૂર રહેજો. કોઈની સાથે કારણ વિનાના વિખવાદ કે ઘર્ષણમાં ઉતરવાનું નુકસાનકારક સાબિત થશે. નાણાકીય દૃષ્ટિએ સમય સાનુકૂળ હોવાથી જરૂરિયાતો અને ખર્ચાઓ માટે જરૂરી આર્થિક આયોજન થઇ શકશે. જૂનાં ઉઘરાણીના કામ પણ પાર પડશે. નવું મૂડીરોકાણ લાભદાયી પુરવાર થાય. નોકરિયાતને સફળતા અને પ્રગતિની તકો મળશે. મુશ્કેલી હશે તો દૂર થાય. વેપાર-ધંધામાં નવીન તક પણ આગળ જતાં લાભ અપાવશે.

સિંહ (મ,ટ)ઃ સપ્તાહ દરમિયાન મનનો ઉદ્વેગ વધતો જણાશે. કેટલીક તકલીફો વધતા ચિંતાનો અનુભવ થશે. સ્વસ્થતા કેળવવા તરફ લક્ષ આપવું જરૂરી છે. નાણાંકીય દૃષ્ટિએ વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવો પડશે. આવક સામે ખર્ચાનું પ્રમાણ વધુ રહેશે. નોકરિયાતોને પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. વિરોધીઓ દૂર થતાં જણાય. માર્ગ સરળ બનશે. ઉન્નતિકારક તક મળશે. વેપારીઓને ધંધાકીય યોજનામાં સારી પ્રગતિ જણાશે. વિકાસ સાધી શકશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ મહેનતનું ફળ મળશે. પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. ઉજ્જવળ સફળતા મળતાં આગેકૂચ નિશ્ચિત છે. મન પરથી બોજ દૂર થશે. શારીરિક-માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નાણાકીય દૃષ્ટિએ આ સમય મૂંઝવણભર્યો છે. ખર્ચને પહોંચી વળવા માટે તમારે વધુ વ્યવસ્થિત આર્થિક આયોજન કરવું પડશે. જોકે લાંબા સમયતી અન્યને ધીરેલા કે ફસાયેલા નાણાં મળતાં રાહત થાય. નોકરિયાતોને આ સમય ખૂબ સાનુકૂળ નીવડશે.

તુલા (ર,ત)ઃ પૂર્વનિર્ધારિત કામકાજો ગૂંચવાય નહિ તેની કાળજી લેવી જરૂરી છે. ધીરજપૂર્વક સ્વસ્થતા જાળવીને પ્રયાસ કરશો તો કામકાજનો નિકાલ થશે. ઉતાવળા અને અસ્વસ્થ રહેશો તો વધુને વધુ ગૂંચવાતા જશો. આયોજન આડે જણાતી મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થતી લાગશે. તમારી આર્થિક બાબતો પ્રત્યે વધુ લક્ષ આપજો. આવક જાવકના બંને પલડાંને નજરમાં રાખીને જરૂરી ખર્ચા કરી શકશો તો નુકસાનથી બચી શકશો.

વૃશ્ચિક (ન,ય)ઃ સર્જનાત્મક અને અગત્યની કાર્યવાહીઓમાં કેટલાક વિઘ્નો આવ્યા બાદ સફળતા મળશે. અહીં ખોટા વાદવિવાદના પ્રસંગો માનસિક સંઘર્ષ અને ઉત્પાતનો અનુભવ કરાવશે. મન પરનો બોજો વધશે. નાણાકીય પરિસ્થિતિ માટે ગ્રહયોગ મિશ્ર ફળ આપનાર છે. એક બાજુથી આવક યા લાભ મળવા છતાંય સ્થિતિ કટોકટીભરી બને. જાવક અને ખર્ચના પ્રસંગો બનશે. કોઈ નુકસાન કે વ્યય પણ થઇ શકે છે. નોકરિયાતને પ્રતિકૂળ પરિસ્થિતિમાં સુધારો થતો જણાશે. રાહત અનુભવશો.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ માનસિક રીતે એકંદરે આ સમય સારો નીવડશે. સ્વસ્થતા અને સક્રિયતા વધશે. પ્રગતિકારક નવરચનાઓના કારણે તમારી મૂંઝવણો દૂર થતી જણાશે. આર્થિક બાબતો અંગે તમારે વધુ પ્રયત્નશીલ અને જાગ્રત રહેવું જરૂરી છે. ગાફેલ રહેશો તો નુકસાન થાય. ઝડપી આવકની આશા ફળે નહીં. જૂની ઉઘરાણીથી આવક થાય. નોકરિયાતો માટે આ સમય પ્રગતિકારક અને સફળ જણાય છે. અટવાયેલા લાભ મળશે. વેપાર-ધંધામાં નિર્ધારિત કામકાજ પાર પડે. સારી તક મળશે.

મકર (ખ, જ)ઃ આ સમયમાં તમારો પુરુષાર્થ ફળશે. મહત્ત્વના કામકાજોમાં પણ તમને પ્રગતિ જોવા મળશે. માનસિક ઉત્સાહ અનુભવશો. આર્થિક દૃષ્ટિએ શુભ સમય હોવાથી તમારી ચિંતા કે બોજો હળવો થાય. નોકરિયાતોના અટવાયેલા કામ વિલંબથી ઉકેલાશે. વેપારીઓને પ્રોત્સાહક વાતાવરણ જણાશે. સંપત્તિના પ્રશ્નો હજુ ગૂંચવાયેલા રહેશે. ધાર્યું કામ થાય નહીં. દાંમ્પત્યજીવનમાં થોડોક તનાવ રહેશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ ગ્રહયોગ દર્શાવે છે કે શારીરિક-માનસિક સ્વસ્થતા જળવાશે. ખોટી ચિંતા કે ભય રાખવાની જરૂર નથી. કશું અનિષ્ટ થવાનું નથી. નાહકની ચિંતા કરશો નહીં. તમારા જરૂરી ખર્ચાઓ કે મૂડીરોકાણ અંગે જોઈતી સહાયો, લોન વગેરે મેળવી શકશો. નોકરીમાં વિકાસ અને પ્રગતિનો માર્ગ ખૂલ્લો થશે. મહત્ત્વના કાર્યો આડેના વિઘ્નોને પાર કરી સફળતા મેળવી શકશો. મકાન-મિલકતના કોઈ પ્રશ્નો ગૂંચવાયા હશે તો તેનો ઉકેલ મળશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ તમારો પુરુષાર્થ યોગ્ય દિશાનો અને સફળ પુરવાર થતાં સક્રિયતા વધશે. મુશ્કેલીઓના વાતાવરણમાંથી બહાર નીકળશો. આગળ વધો અને ફતેહ મેળવો. આર્થિક સમસ્યાઓ ઘેરી જણાય તો પણ કાર્યશીલ રહેશો તો કોઈને કોઈ રીતે નાણાનો બંદોબસ્ત થતાં તમારા કામ ઉકેલાશે. ધીરજની કસોટી થશે. વધારાના લાભની આશા અંશતઃ ફળે. નોકરિયાતો માટે આ સમય સાનુકૂળ નીવડશે. વેપાર-ધંધામાં હાથ ધરેલા કામકાજમાં સફળતા અને યશ મળે. હિતશત્રુઓ પર વિજય મળે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter