તા. ૫ ડિસેમ્બર, ૨૦૧૫થી ૧૧ ડિસેમ્બર, ૨૦૧૫

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 02nd December 2015 06:23 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમય માનસિક સુખ અને સ્વસ્થતાનો અનુભવ કરાવે. બેચેની-વ્યથામાંથી મુક્તિ મળે. સર્જનાત્મક કાર્યોથી આનંદ મળે. તમારી નાણાકીય સ્થિતિ તંગ કે મૂંઝવણભરી રહેશે. ધાર્યા લાભ અટકશે. વ્યવસ્થિત બનવા અને સમજી વિચારીને ખર્ચ કે રોકાણ કરવા સલાહ છે. શેરસટ્ટાના માર્ગે લાભના યોગ નથી. નોકરિયાતો માટે ધીમે ધીમે મહત્ત્વની તકો ઊભી થશે. માનસિક રાહત અનુભવશો. હિતશત્રુઓ ફાવે નહિ. સારું સ્થાન મળવાનો યોગ છે. ધંધાકીય ક્ષેત્રે મધ્યમ સમય સમજવો. જમીન-જાગીરની લે-વેચના કામકાજોમાં અવરોધો કે મુશ્કેલી જણાશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ માનસિક તંગદિલી કે અકળામણ વધશે. અકારણ ચિંતાથી અશાંતિનો અનુભવ થાય. બાહ્ય પરિસ્થિતનો ભાર મન પર વધવા દેશો નહીં. નાણાકીય દૃષ્ટિએ વિચારતાં આ સમય ખર્ચાળ જણાય છે. કોઈને કોઈ સ્વરૂપે મોટા ખર્ચા થાય. નોકરિયાતોને તેમના પ્રયત્નોનું શુભ ફળ મળે. અવરોધોમાંથી નીકળશો. બદલીનો યોગ છે. ધંધાની વૃદ્ધિ-વિકાસના પગલા આયોજન માટે સમય વિકાસકારક છે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં તમને કોઈ અગમ્ય પ્રકારની બેચેની કે અજંપાનો અનુભવ જણાય. કંટાળો કે થાક વધતો જણાય. લાગણીઓના ઘોડાને કાબૂમાં રાખજો. નાણાકીય દૃષ્ટિએ જોતાં અહીં વિશેષ ખર્ચ થશે. આર્થિક સંકડામણમાં વધારો થશે. વિશ્વાસે ધીરેલા નાણા મળવાની આશા રાખશો નહિ. નોકરી કે ધંધાના ક્ષેત્રે મુશ્કેલીમાંથી નીકળવાનો માર્ગ મળી આવે. નોકરિયાત માટે પ્રગતિના દ્વાર ખૂલતા જણાય. જમીન-મકાન કે સંપત્તિને લગતા કામકાજોમાં ધારી સાનુકૂળતા જોવા મળે નહિ. વિરોધીઓથી સાવધ રહેવું. દામ્પત્યજીવનમાં નજીવા મતભેદો સિવાય એકંદરે સારું રહેશે. જીવનસાથીનો પ્રેમ અને સહકાર મેળવી શકશો.

કર્ક (ડ,હ)ઃ સપ્તાહમાં તમને ઉદાસી ઘેરી વળશે. તમારા વિચારો મુજબ ન બનતાં તંગદિલી વધશે. સંજોગો સુધારવામાં હજુ સમય લાગશે તેથી સમજી વિચારીને ખર્ચ કે સાહસ કરજો. નાણાકીય દુર્વ્યય ન થઈ જાય તે જોજો. બચત શક્ય બને નહિ. આ સમયમાં નોકરીનાં ક્ષેત્રે કોઈ સારી તક મેળવી શકશો. ચાલુ નોકરીના ક્ષેત્રે પણ પરિવર્તન થાય. વિરોધીના કારણે થોડીક પ્રતિકૂળતા જણાશે. ધંધાકીય પરિસ્થિતિ યથાવત્ જણાશે. મકાન-જમીનની બાબતો અટકશે. આ અંગેના કામકાજોમાં હજી ખાસ લાભના યોગ નથી. મહત્ત્વના કામકાજ ધીમે ધીમે ઉકેલાશે.

સિંહ (મ,ટ)ઃ માનસિક તાણ અને કાલ્પનિક ચિંતાના કારણે મૂંઝવણ, બેચેનીનો અનુભવ થશે. ખોટા વિવાદોથી દૂર રહેજો. નાણાંકીય બાબતોમાં આ સમયના ગ્રહયોગો સાથ આપશે અને તમારા પ્રયત્નો સફળ થશે. નાણાકીય ચિંતાનો ઉકેલ મળે. વધારાના ખર્ચના પ્રસંગોને કાબૂમાં રાખજો. નોકરિયાતો માટે આ સમય પરિવર્તન અને સાનુકૂળતા સૂચવે છે. કેટલાક અવરોધો હશે તો તે દૂર થશે. મિત્રો-પરિચિતો ઉપયોગી બનશે. વેપાર-ધંધાના ક્ષેત્રે ધાર્યા લાભ ઓછા મળે. મહત્ત્વની કામગીરીમાં સફળતા મળે કે પ્રગતિ થાય.

કન્યા (પ,ઠ,ણ)ઃ જવાબદારીઓ વધતાં મન ઉદ્વેગ અને અજંપો અનુભવશે. ગેરસમજો અને વાદ-વિવાદના પ્રસંગે વખતે ઉગ્રતા પર સંયમ રાખશો બિનજરૂરી ઘર્ષણ ટાળી શકશો. આ સમયમાં નાણાકીય બાબતો મધ્યમ રહેતી જણાશે. સંકડામણનો પણ અનુભવ થશે. નુકસાન કે છેતરપિંડીથી ધનવ્યયનો યોગ છે. જીવનસાથીની તબિયત સાચવવી જરૂરી છે. કૌટુંબિક ક્ષેત્રે આ સમય મધ્યમ પુરવાર થાય. પ્રવાસ-પર્યટનના કામકાજોમાં અંતરાય આવે. ખર્ચ વધશે. મિલકત અંગેની કાર્યવાહીમાં અવરોધ જણાય. કાર્ય ઉકેલાશે નહીં. નાણા ફસાય નહીં તે જોવું રહ્યું. નવી લે-વેચમાં ન પડવું.

તુલા (ર,ત)ઃ માનસિક તંગદિલી કે અકળામણ વધશે. અકારણ ચિંતાઓથી અતઃકરણમાં અશાંતિનો અનુભવ થાય. બાહ્ય પરિસ્થિતિનું ભારણ મન પર વધવા દેશો નહીં. નાણાકીય રીતે સમય ખર્ચાળ નીવડશે. મોટા ખર્ચ થાય. નવા કામકાજોમાં ઇચ્છિત સાનુકૂળતા મળશે. વિકાસનો તબક્કો શરૂ થશે. નોકરિયાતને અટવાયેલા લાભ મળે અને ઉન્નતિનો માર્ગ ખૂલશે. સાનુકૂળતાનો લાભ લઈ લેવો. અટવાયેલા કામકાજોમાં પ્રગતિ થશે. તમારા ગૃહજીવનમાં સંવાદિતા અને આનંદ સર્જી શકશો. ગેરસમજો દૂર કરી શકશો. સ્વજનોની સહાય મળશે. સંતાનોનું સ્વાસ્થ્ય કાળજી માંગી લેશે.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં અનુકૂળ અને ઇચ્છિત તકો મળતાં ખુશી વધશે. સારા સંબંધો સ્થપાશે. પરિવર્તનની તકો સાંપડશે. માનસિક તંગદિલી હળવી બનશે. નોકરી અંગે તમે કોઈ મહત્ત્વના નિર્ણયો લઈ શકશો. ફેરફાર, પરિવર્તનની તક મળે. બદલી પણ શક્ય બનશે. વ્યવસ્થિત બનીને રહેવાથી અગવડ ઓછી થશે. એકાદ-બે ખર્ચના પ્રસંગો આવશે. જૂની ઉઘરાણી પરત મળશે. વેપાર-ધંધાની ગૂંચો ત્વરિત ઉકેલાશે. સ્વસ્થતા કેળવીને વર્તજો. યાત્રા-પ્રવાસ માટે સાનુકૂળતા.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમયમાં કારણ વગરની ચિંતાઓથી તાણ સર્જાશે. કાલ્પનિક ભય દૂર કરજો. તમારા પ્રશ્નો ઉકેલાશે. ઝડપી પરિણામોની આશા રાખશો નહિ. કેટલાક ઉદ્વેગજનક પ્રસંગોના કારણે અશાંતિ રહે. નાણાકીય દૃષ્ટિએ આ સમય એકંદરે સાનુકૂળ નીવડશે. તમારી નાણાકીય જરૂરિયાતને પહોંચી વળશો. અટવાયેલા લાભો પ્રાપ્ત કરી શકશો. ખર્ચ વધુ રહેશે. નોકરિયાતો માટે આ સમય અગત્યના કાર્યોમાં સફળતા સૂચવે છે. પરિવર્તનની ઇચ્છા ફળશે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થશે.

મકર (ખ,જ)ઃ ચિંતાના વાદળો વિખેરાતાં મન રાહત અનુભવશે. ઉત્સાહપૂર્વક આગળ વધી શકશો. મનના અરમાન પૂર્ણ થતાં લાગે. ઘર્ષણના છૂટાછવાયા બનાવને બાદ કરતાં એકંદરે શાંતિ રહે. આ સમયમાં આર્થિક પ્રશ્નો હલ કરવા વધુ સજાગ રહેવું યોગ્ય છે. જોકે એક સાંધતા તેર તૂટે તેવી પરિસ્થિતિ ન સર્જાય તે જોજો. ઉપરી સાથેના સંબંધો સાચવી શકશો. વેપારી વર્ગને સારી તકો આ સમયમાં મળશે. મકાન સંપત્તિની બાબતમાં પરિસ્થિતિ યથાવત્ રહેતી જણાય. ગૃહજીવનમાં આનંદમયી વાતાવરણ જણાય. જીવનસાથીનો પ્રેમ અને સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય સાચવજો.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ આ સમયમાં તમારી મનોદશા દ્વિધાભરી રહેતી જણાશે. નિર્ણયો લેવામાં ગૂંચવાશો. નિરાશા અને બેચેનીનો અનુભવ વધુ થશે. વિનાકારણ ચિંતાથી વ્યથા જન્મશે. આર્થિક પરિસ્થિતિ સામાન્ય રહેશે. જરૂર કરતાં પણ વધુ ખર્ચ, હાનિના પ્રસંગોથી ચિંતા રહે. કરજનો ભાર અકળાવશે. નોકરીના પ્રશ્નોનો ઉકેલ આવશે. ઉપરી અધિકારીનો સહકાર મળશે. સહકર્મચારીઓની કારી ફાવશે નહીં. ધંધા-વેપારની પરિસ્થિતિ હવે સુધરતી જણાશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ તમારી મહત્ત્વની કામગીરીમાં સફળતા મળશે. આ સમયમાં પરિવર્તનકારી પરિસ્થિતિ જણાશે. ઉત્સાહમાં વધારો થાય. માનસિક સ્વસ્થતા અને સમતોલન જાળવી શકશો. મહત્ત્વના સમાચારથી આનંદ મળે. આવકનું પ્રમાણ વધારી શકશો. જરૂરિયાત મુજબ નાણાકીય જોગવાઈ થઈ શકશે. નોકરિયાતોને અહીં પરિવર્તન, બદલી તથા કેટલીક મુશ્કેલીને બાદ કરતાં એકંદરે પ્રગતિકારક છે. સ્થાનવૃદ્ધિ માટે પણ સૂચક છે. વેપારી વર્ગ અહીં મળતી તકો ઝડપી લેશે તો લાભ છે. તમારા અંગત અને કૌટુંબિક પ્રશ્નોના ઉકેલ માટે આ સમય સફળતાસૂચક લાગે છે. જીવનસાથીનો સાથ-સહકાર વધશે. મકાન-મિલકત અને સંપત્તિની બાબતો અંગે જોઈતી તકો કે સાનુકૂળતા જણાશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter