તા. ૫ ડિસેમ્બર ૨૦૨૦થી ૧૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 04th December 2020 07:30 EST
 
 

મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં આપ સારી પ્રગતિ સાધી શકશો. રચનાત્મક કાર્યો સફળ થશે. આવકની દૃષ્ટિએ આ સમય થોડોક મુશ્કેલીભર્યો રહશે. મહત્ત્વના નિર્ણયો કરી શકશો. સ્નેહીજનો તેમજ મિત્રોની મદદ અને સહકાર મળી રહેશે. મિલકતના ભાડાની આવકમાં વધારો થાય. મકાન-મિલકતના કામકાજનો ઉકેલ આવે. સામાન્ય ચિંતાઓ રહેવાની સંભાવના છે. સામાજિક કાર્યો કરી શકશો. ગૃહજીવનના કાર્યો માટે માર્ગ મોકળો બને. દામ્પત્યજીવન એકંદરે સ્નેહભર્યું રહેશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સપ્તાહ પરિવર્તનકારી રહેશે. તમારી મહત્ત્વની કામગીરીમાં સફળતા સાંપડશે. માનસિક સુખશાંતિ સારા રહેશે. આવકનું પ્રમાણ મધ્યમ રહેશે. છતાં વધુ મહેનતે સારી પ્રગતિ સાધી શકશો. નોકરિયાતો માટે આ સમય સારો રહેશે. બદલી-બઢતીની આવશ્યકતા વધુ રહેશે. વેપારી વર્ગ માટે આ સમયમાં તક ઝડપી લેવાથી સારુ રહેશે. તમારા અંગત અને કૌટુંબિક પ્રશ્નોનો ઉકેલ આવશે. કેટલીક મુશ્કેલીઓને બાદ કરતાં આ સમય પ્રગતિકારક બની રહેશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આપનું મનોબળ વધે તેવા પ્રસંગો બનશે. તમારી જરૂરિયાતો પૂરતા નાણાંની જોગવાઈ ઊભી કરવામાં સફળતા મળે. ખર્ચને પહોંચી વળવાનો ઉકેલ મળે. મકાન-મિલકત તેમજ વાહનોના પ્રશ્નોથી તકલીફ અને વ્યયના પ્રસંગો વધશે. ગુસ્સો અને આવેશની લાગણીઓને કાબુમાં નહિ રાખો તો ઘર્ષણના પ્રસંગો બનશે. સ્થાનવૃદ્ધિ માટે સમય સૂચક છે. વેપારી વર્ગ તેમજ વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ સમય છે.

કર્ક (ડ,હ)ઃ આ સમય સફળતાસૂચક અને મહત્ત્વનો છે. મહત્ત્વના કામકાજમાં સફળતા મળશે. તમારો પુરુષાર્થ ફળશે. આર્થિક મામલે ચિંતા દૂર થાય. નાણાકીય મુશ્કેલીઓનો ઉકેલ આવે. નોકરિયાતો માટે વધુ પ્રયાસે સફળતાના યોગ બળવાન બને છે. પ્રોપર્ટીના પ્રશ્નો હજુ ગૂંચવાયેલા રહેશે. ધાર્યું કામ કરવામાં વિલંબ આવશે. વેપારી વર્ગને પ્રોત્સાહક વાતાવરણ જણાશે. વિરોધીઓ તથા ઉપરી વર્ગને કારણે થોડીક અશાંતિ રહેશે.

સિંહ (મ,ટ)ઃ આ સપ્તાહ આપના અધૂરા કામકાજો પૂરા કરાવશે. અટવાયેલા લાભો મેળવી શકશો. અંગત સમસ્યાઓનો ઉકેલ આવતો જણાશે. ધંધા કે નોકરીને લગતી મૂંઝવણ હશે તો હલ થશે. નાણાકીય પરિસ્થિતિ સુધારી શકશો. સમસ્યા હલ કરવાનો માર્ગ મળશે. અકારણ ખર્ચાઓને અંકુશમાં રાખવા જરૂરી છે. કૌટુંબિક અને ગૃહજીવનમાં સામાન્ય સમસ્યા રહેશે. મકાન-મિલકતના પ્રશ્નો વિલંબિત થશે. માનસિક તાણ રહેશે. પ્રતિસ્પર્ધીના હાથ હેઠા પડશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ કૌટુંબિક તેમજ નાણાકીય બાબતો અંગે ઠીક ઠીક પ્રમાણમાં સફળતા મળશે. અડચણોનો સામનો કરવો પડશે. ખર્ચ વધવાને કારણે નાણાકીય ભીડ રહેશે. જીવનસાથીનો સાથ-સહકાર સારો મળી રહેશે. વિરોધીઓના કારણે સામાન્ય તકલીફ રહેશે. હરીફો ચિંતા રખાવશે. વેપારી વર્ગને ધાર્યું પરિણામ ન મળે. હાથ આવેલી તક સરકી જતી જણાય. વિદ્યાર્થીઓને સફળતા સારી મળે. પ્રવાસ-પર્યટન થાય, પરંતુ કાળજી રાખવી જરૂરી.

તુલા (ર,ત)ઃ તમારી અગત્યની પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહક તક મેળવી શકશો. ઉમંગ-ઉલ્લાસમાં વધારો થાય. ધીરજથી કામ લેવું પડે. નોકરિયાત વર્ગને તેમના પુરુષાર્થનું ધાર્યું ફળ મળે. બદલી-બઢતી અંગેની ઇચ્છા સાકાર થતી જણાય. મુશ્કેલીના સંજોગોમાંથી બહાર આવી શકશો. સંપત્તિના પ્રશ્નો થોડા ગૂંચવાયેલા રહે. કોર્ટ-કચેરી અને સરકારી કાર્યોમાં વિલંબ થાય. સામાજિક અને કૌટુંબિક કામકાજો હાથ ધરીને સફળતા પ્રાપ્ત કરી શકશો. આકસ્મિક તકલીફોથી સાવધ રહેવું.

વૃશ્ચિક (ન,ય)ઃ આપના ઘણાં વણઉકેલ્યા પ્રશ્નો ઉકેલાશે. વધારાની નવી જવાબદારી ઉઠાવવી પડશે. નવીન તકો પણ પ્રાપ્ત થાય. નાણાંકીય પરિસ્થિતિ યથાવત્ રહેશે. વધુ મહેનતે ઓછી સફળતાના યોગ છે. નોકરિયાતોને હજુ કેટલાક વિઘ્નો જણાશે. હિતશત્રુઓથી સાવચેત રહેવાની સલાહ છે. ધંધા-વેપાર માટે આ સમય શુભાશુભ છે. મિલકતની બાબતો માટે પણ આ સમય સારો નીવડશે. ધાર્યું કામ આગળ વધે. નવું મકાન કે પ્રોપર્ટી ખરીદી શકો.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ લાંબા સમયથી વણઉકેલ પ્રશ્નોનો નિવેડો આવશે. નવીન તકો પણ પ્રાપ્ત થવાના યોગ છે. વેપારી વર્ગ તેમજ નોકિરયાતોને હજુ કેટલીક મુશ્કેલીઓ રહેશે. શત્રુવર્ગથી સાવચેત રહેવું સલાહભર્યું છે. ધંધા-વેપાર માટે સમય મધ્યમ છે. મકાન-મિલકતની બાબતો માટે આ સમય સારો રહેશે. ધાર્યું કામ આગળ વધતાં માનસિક ઉત્સાહ વધે. સંતાનો માટે આ સમય સાવચેતી રાખવાનો છે. મકાન-મિલકત પ્રોપર્ટી ખરીદવા માટે થોડીક રાહ જોવી પડે. પ્રવાસ-યાત્રામાં ખર્ચ રહેશે.

મકર (ખ,જ)ઃ આજુબાજુના સંજોગો ગમેતેટલા મુશ્કેલ હશે તો પણ કુનેહપૂર્વક તેમાંથી રસ્તો નીકળશે. તમારી સમસ્યાનો ઉકેલ આવશે. નાણાકીય ભીડનો ઉકેલ મળતા તમારા વ્યવહારો ઉકેલી શકશો. નોકરી ક્ષેત્રે લાભના યોગ છે. ધંધા-વેપારના કામ માટે સંઘર્ષમય પરિસ્થિતિ જણાય છે. સંપત્તિ બાબતે પ્રતિકૂળ સંજોગો જણાશે. દામ્પત્યજીવનમાં સંવાદિતતા જળવાશે. સંતાન અંગે ચિંતા રહેશે. જીવનસાથીનો પ્રેમ-લાગણી મળી રહેશે. સરકારી અને કોર્ટકચેરીના કામકાજ આગળ વધતા જણાશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં તમારા અંદરની વેદનાઓને વાચા આપી શકશો. તમારું ધાર્યું થતું જણાશે. મનની ઈચ્છા પૂર્ણ થતી જણાશે. આર્થિક દૃષ્ટિએ આ સમયમાં ખર્ચ વધે અને આવકમાં ધાર્યો લાભ ન મળતા મન વ્યથિત રહે. મોટા ખર્ચને રોકવા પડશે. નોકરીમાં ધાર્યું સ્થાન મળવામાં હજી થોડીક રૂકાવટ જણાય. શત્રુઓ વિઘ્ન સર્જતા જણાય. જોકે તેઓ ફાવશે નહીં. મકાન-જમીન-વાહનના કામમાં ધાર્યું ફળ મેળવવા તમારે મહેનત વધારવી પડશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ પ્રગતિની તક મળશે. ઈશ્વરીય શક્તિ સહાયભૂત બનશે. આર્થિક પરિસ્થિતિ સુધરતી જણાય. નોકિરયાતને અંતરાય હશે તો દૂર થશે. ગૂંચવાયેલા પ્રશ્નો હલ કરી શકશો. બઢતી-બદલીના પ્રશ્નો ઉકેલાતા જણાય. મકાન-મિલકતના પ્રશ્નો યથાવત્ રહે. ગૃહજીવનમાં આનંદ અને સહકાર સારો મળી રહેશે. આરોગ્ય અંગે સંભાળ રાખવી જરૂરી છે. નવી ઓળખાણો થાય અને સહયોગ પણ સારો મળી રહેશે. સંતાનોની મદદ મળી રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter