તા. ૬ જાન્યુઆરી થી ૧૨ જાન્યુઆરી ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 05th January 2018 04:35 EST
 

મેષ (અ,લ,ઇ)ઃ માનસિક અશાંતિ કે તંગદિલી ઘટશે. આનંદ-ઉલ્લાસના પ્રસંગો વધશે. સાનુકૂળ માહોલનો લાભ ઉઠાવજો. આશાવાદી તકો મેળવી શકશો. મૂંઝવણો દૂર થાય. લાંબા સમયથી અટવાયેલા લાભ મેળવી શકશો. નાણાંકીય મૂંઝવણોનો કોઈ સારો ઉંકેલ મળશે. આવકવૃદ્ધિ માટેના તમારા પ્રયત્નો સફળ થશે. કૌટુંબિક કાર્યો અંગે ખર્ચ વધશે. નોકરિયાતો માટે સમય સાનુકૂળ છે. અટવાયેલા કામકાજો ઉકેલાશે. ઉપરી અધિકારીનો સહકાર મળે. નોકરીમાં સારી તક મળે.

વૃષભ (બ,વ,ઉ)ઃ મૂંઝવણનો સાનુકૂળ ઉપાય મળશે. રચનાત્મક, સર્જનાત્મક પ્રવૃત્તિઓનો આનંદ મળશે. માનસિક બોજો હળવો થતાં સાનુકૂળતા સર્જાતી જોઈ શકાશે. આર્થિક પરિસ્થિતિ સુધરશે. આવક વધતાં ખર્ચાઓની જોગવાઈ કરી શકશો. જવાબદારીઓ પાર પડશે. વિશ્વાસે ધિરાણ કરવાથી હાનિના યોગ છે. નોકરીના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળશે. મિત્રોની સહાયતા થકી મૂંઝવણ-ગૂંચવણોમાંથી માર્ગ મળશે. વેપાર-ધંધાની પરિસ્થિતિ વ્યવસ્થિત બનાવીને લાભ ઊભા કરી શકશો. જમીન-મકાનની સમસ્યાઓ મૂંઝવશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં અગમ્ય કારણસર માનસિક વ્યથા કે બેચેનીનો અનુભવ કરવો પડે. અજંપો અને અશાંતિમાંથી છૂટવા સતત સક્રિયતા ઉત્તમ ઉપાય છે. હિંમત હારશો નહીં. દેખાતી મુશ્કેલીઓને ક્ષણિક જ સમજવી. આ સમયમાં આવક વધવાના યોગ છે. ખાસ નવીન યોજના, કાર્યવાહી કે કૌટુંબિક કાર્ય અંગે જરૂરી નાણાંકીય વ્યવસ્થા કરી શકશો. ખર્ચના પ્રસંગો ચિંતા કરાવશે. જમીન-મકાન સંબંધિ પ્રશ્નોમાંથી બહાર નીકળી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિની તકો મળે. તમારી યોજના માટેની સગવડો ઊભી થાય.

કર્ક (ડ,હ)ઃ સપ્તાહ ઉત્સાહજનક નીવડશે. કોઈ સાનુકૂળ તકો અને કાર્ય સફળતાના કારણે એકંદરે માનસિક સુખ અનુભશો. આર્થિક પરિસ્થિતિ વિકટ અને મૂંઝવણ ભરેલી રહેશે. જોકે તમે કોઈ ઉકેલ મેળવીને કામ પાર પાડી શકશો. આવકવૃદ્ધિનો માર્ગ મળી આવે. નોકરી-ધંધાના સમયનો સાથ મળતો જણાશે. નોકરિયાતના બદલી-બઢતી સંબંધિત કામકાજો ઉકેલાશે. ઉપરી વર્ગનો સાથ મેળવી શકશો. પ્રતિસ્પર્ધીની કારી ફાવે નહીં. ધંધાકીય વિકાસ માટે મહેનત વધારવી પડશે.

સિંહ (મ,ટ)ઃ સપ્તાહમાં કોઈને કોઈ પ્રકારે નાનીમોટી ચિંતાઓના કારણે અશાંતિના પ્રસંગો બનશે. બેચેની અને અસ્વસ્થતાના કારણે તમે ધાર્યું આયોજન પાર પાડી શકશો નહીં. નાણાંકીય દૃષ્ટિએ સમય મિશ્ર જણાય છે. નોકરિયાત વર્ગ માટે આ સમય પ્રોત્સાહક જણાય છે. બઢતી-બદલીના સંજોગો સર્જાય. ઉપરી સાથેના સંબંધો સારા રહે. સહકર્મચારીઓ સાથે વિવાદ ન સર્જાય તે જોવું રહ્યું. જમીન-મકાનના ખરીદ-વેચાણના કામકાજમાં અવરોધ હશે તો દૂર થશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ સમય સાનુકૂળ અને સફળ નીવડતાં આનંદ-ઉલ્લાસ અનુભવશો. મનનો ભાર હળવો થાય. ચિંતાના વાદળો દૂર વિખેરાતા જણાશે. આર્થિક પરિસ્થતિ સુધરશે. આવક વધશે. ખર્ચાની જોગવાઇ કરી શકશો. જવાબદારીઓ પાર પડે. શેર-સટ્ટાથી લાભ નથી. કોઈને વિશ્વાસે ધિરાણ કરવાથી હાનિ થાય. નોકરીના ક્ષેત્રે તમારી મહેનત ફળશે. મૂંઝવણોમાંથી માર્ગ મળશે. વેપાર-ધંધાની પરિસ્થિતિ વ્યવસ્થિત બનાવીને સારા લાભ મેળવી શકશો.

તુલા (ર,ત)ઃ અંગત મૂંઝવણ કે સમસ્યાઓ ધીમી ગતિએ, પણ સાનુકૂળ રીતે ઉકેલાશે. નિરરર્થક વિચારો કે કોરી કલ્પનાઓ કરીને દુઃખી થશો નહીં. માનસિક સ્વસ્થતા જાળવશો તો કશું જ સંકટ ભોગવવું નહીં પડે. તમારા અટવાયેલા લાભ મેળવવાના પ્રયાસો સફળ થશે. જૂનં લેણું પરત મળે. આર્થિક બાબતો વધુ વ્યવસ્થિત રાખવી જરૂરી છે. નોકરી-ધંધાના ક્ષેત્ર તમે જરૂર આગળ વધી શકશો. તમારા માર્ગમાં આવતા અવરોધોને પાર કરી શકશો. ચિંતાનો ઉકેલ મળશે. નોકરિયાતને બદલી કે પરિવર્તનના યોગ છે. વિઘ્નો પાર કરી શકશો.

વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ દરમિયાન અનુકૂળ અને ઇચ્છિત તકો મળતાં ખુશી વધે. સારા સંબંધો બંધાશે. પરિવર્તનની તકો સાંપડશે. માનસિક તંગદિલી હળવી બનશે. નાણાંકીય બાબતો તરફ ધ્યાન આપજો. વ્યવસ્થિત બનીને રહેશો તો અગવડ ઓછી થશે. એકાદ- બે મોટા ખર્ચના પ્રસંગો આવે. જૂની ઉઘરાણીથી આવક થાય. નોકરીના ક્ષેત્રે વાતાવરણ યથાવત્ રહે. બઢતીનો માર્ગ રુંધાશે. વાદવિવાદ સર્જાય. અસંતોષ અનુભવાશે. વેપાર- ધંધાના ક્ષેત્રે તમારા સંજોગો હજુ સુધરતા જણાતા નથી. જમીન-મકાનના કામકાજો પાર પડે. સારી તકો મળશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય શુભાશુભ, મિશ્ર અનુભવ કરાવશે. જેટલા તમે સક્રિય અને સુવ્યવસ્થિત રહેશો તેટલા સફળ થશો. બેદરકારી, આળસ અને અન્યના ભરોસે રહેવાની વૃત્તિ નુકસાન કરાવશે. નવીન બાબતોનું આયોજન કરવામાં કાળજી જરૂરી. માર્ગ આડે આવતા અવરોધો દૂર થશે. વિરોધીઓની કારી ફાવશે નહીં. આ સમયમાં ઊભા થતાં ખર્ચાઓ અંગે મુશ્કેલી વર્તાશે.

મકર (ખ,જ)ઃ ખોટી ચિંતા કે ભય રાખવાની જરૂર નથી. કશું અનિષ્ટ થવાનું નથી. આ સમયમાં આવકવૃદ્ધિ યા કોઈ જૂના લાભ મળશે. ખર્ચાઓની જોગવાઈ ઉભી થવાની આશા રહે છે. શેરસટ્ટાથી લાભના કોઇ યોગ નથી. નોકરિયાતને પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે અને વિરોધીઓ દૂર થતાં લાગે. માર્ગ સરળ બનશે. ઉન્નતિકારક તક મળશે. ધંધાકીય યોજનામાં પ્રગતિ જણાશે. મકાનના ખરીદ-વેચાણના કામકાજમાં અવરોધો હશે તો દૂર થશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ વિના કારણ માનસિક ઉત્પાત કે અજંપો વર્તાશે. લાગણીઓ કે સ્વમાન ઘવાય તેવા પ્રસંગો પણ બેચેન બનાવે. આત્મવિશ્વાસ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વડે જ તમે રાહત મેળવી શકશો. તમારા વિચારો અને ધ્યેયને વળગી રહેજો. નાણાંકીય પરિસ્થિતિમાં સુધારો થશે. અગત્યની કામગીરી પાર પડતાં લાભ ઊભો થાય. આવક કરતા જાવક વધતી જણાશે. તમારા સ્વજનો કે કુટુંબીજનો સાથે મતભેદ રહે, પણ કુનેહપૂર્વક માર્ગ કાઢજો.

મીન (દ,ચ,ઝ,થ)ઃ તમારા સંજોગો અને આસપાસનું વાતાવરણ માનસિક તાણ અને ઉત્પાતનો અનુભવ કરાવશે. તમે ઉતાવળા નિર્ણયો લેતા પહેલા સો વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવજો. આર્થિક જરૂરિયાતને પહોંચી વળવા માટે તમારે વધુ સક્રિય બનીને પુરુષાર્થ વધારાવો પડશે. તમારી વર્તમાન નાણાંકીય વ્યવહારો સ્થગિત થયા હશે તો તે સક્રિય થશે. જોઈતાં નાણાં મેળવવા મુશ્કેલ જણાય. નોકરી સંબંધિત પ્રશ્નોના ઉકેલ આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter