તા. ૭ નવેમ્બર ૨૦૨૦થી ૧૩ નવેમ્બર ૨૦૨૦ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 06th November 2020 07:23 EST
 
 

મેષ (અ,લ,ઇ)ઃ આ સમય માનસિક રાહત માટે સહાયક નીવડશે. ધંધાકીય પ્રતિકૂળતા દૂર થાય અને કેટલીક મહત્ત્વની તકો પ્રાપ્ત થાય. પ્રગતિના માર્ગે આગળ વધી શકાય. નોકરિયાત વ્યક્તિઓને આ સમય દરમિયાન પ્રોત્સાહક તક મળશે. મકાન અને સંપત્તિને લગતા પ્રશ્નો અંગે હજી મુશ્કેલીઓ આવે. વારસાકીય મિલકતના પ્રશ્નો ચિંતા રખાવશે. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. ગૃહાદિક કાર્યોની જવાબદારીઓ વધે.

વૃષભ (બ,વ,ઉ)ઃ લાગણીઓના પ્રશ્નો આપના મનમાં ઉત્પાત વધારે. મનના આવેશને કાબુમાં રાખવો જરૂરી. વ્યર્થ વાદવિવાદના પ્રસંગો ઊભા ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. તમારા માર્ગમાં આવતા અંતરાયો - વિઘ્નોને દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું. નોકરિયાત વર્ગને આ સમયમાં નવીન તકો પ્રાપ્ત થતાં પ્રગતિમય સમય રહેશે. ઉપરી અધિકારી સાથેના સંબંધો કામ લાગશે. ધંધાકીય પ્રવૃત્તિમાં પણ સમય સાનુકૂળ રહેશે. મકાન-મિલકતના પ્રશ્નો યથાવત્ રહે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય કૌટુંબિક સભ્યોના આરોગ્ય બાબતે ચિંતાજનક રહેશે. આ સમયમાં કોઈ મહત્ત્વની તક ખુલ્લી થતાં વિકાસનો માર્ગ પ્રાપ્ત થશે. ધારેલા કાર્યો પૂર્ણ થાય. ધંધાકીય ક્ષેત્રમાં હજી થોડોક સમય રાહ જોવી પડે. નોકરિયાત વ્યક્તિઓની સ્થિતિ પણ યથાવત્ રહે. મકાન - મિલકતના પ્રશ્નો હલ થાય. કોર્ટ-કચેરીના કાર્યોમાં આપના તરફી નિર્ણય આવે. કૌટુંબિક જવાબદારીમાં વધારો થાય.

કર્ક (ડ,હ)ઃ આ સમયમાં તમારી મહેનત અને પુરુષાર્થનું શુભ ફળ પ્રાપ્ત થાય. મહત્ત્વના કામકાજ માટે પણ સમયની સાનુકૂળતા રહે, જેના કારણે માનસિક ઉત્સાહ જોવા મળશે. આર્થિક દૃષ્ટિએ શુભ સમય હોવાથી તમારી ચિંતા અને બોજો હળવો થાય. નોકરિયાત માટે આ સમય મિશ્ર ફળ અપાવે. બદલી-બઢતીના પ્રસંગો ઊભા થાય. સંપત્તિના પ્રશ્નો માટે હજી થોડીક રાહ જોવી પડે. દામ્પત્યજીવનમાં મધુરતા જળવાય રહે.

સિંહ (મ,ટ)ઃ આ સપ્તાહ દરમિયાન આપના હિતશત્રુઓ વિઘ્નો ઊભા કરશે, તેમ છતાં કોઈ કશું બગાડી શકશે નહીં. ભાતૃવર્ગની સાથે સારું બનશે. મુસાફરીના યોગ રહે. મકાન-મિલકતના કાર્યો માટે પણ મુસાફરી શક્ય બને. સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રખાવે. નોકરિયાત વર્ગ માટે પણ સમય ખૂબ સારો રહે. વેપાર-ધંધાના અટવાયેલા કાર્યો પાર પડે. ગૃહાદિક જીવનના પ્રશ્નો હલ થાય. જીવનસાથીના સાથ-સહકાર દ્વારા આનંદ-ઉત્સાહનો માહોલ બની રહે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય અને સંજોગો આપના માટે થોડાક અવરોધરૂપ બની રહેશે. ધારેલા કાર્યોમાં હજી અવરોધની સંભાવના છે, જેના કારણે થોડી અશાંતિ અને અસંતોષ અનુભવાય. કોઈના પર એકદમ વિશ્વાસ મૂકીને કાર્ય કરવું નહીં. ધીરજ અને સંયમ ગુમાવશો નહીં. આર્થિક સમસ્યાઓ હળવી થતાં થોડીક રાહત અનુભવાય. દામ્પત્યજીવનમાં પણ સારું રહેશે.

તુલા (ર,ત)ઃ આ સમયમાં કોઈ મોટું રોકાણ કરવું નહીં. શેર-સટ્ટાના કાર્યોમાં પણ ખૂબ જોઈ જાળવીને આગળ વધવું. નોકરિયાત વ્યક્તિઓ માટે આ સમય સારો છે. મહેનત અને પુરુષાર્થનું ફળ પ્રાપ્ત થાય. મકાન-સંપત્તિના પ્રશ્નોનો હજી ઉકેલ આવતા વાર લાગશે. સંતાનોની ચિંતા દૂર થાય. ગૃહાદિક જીવનમાં આનંદમય વાતાવરણ રાખશો. સગા-સંબંધીના કાર્યોમાં ખોટું માથું મારવું નહીં. નાણાકીય દૃષ્ટિએ આ સમય આવકના પ્રમાણમાં જાવકવાળો રહેશે.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહ દરમિયાન આપના વિચારોના ઘોડાઓને કાબૂમાં રાખશો તો માર્ગ શોધી શકશો. વણઉકેલ્યા નાણાકીય પ્રશ્નોનો હલ આવે. નાણાકીય દૃષ્ટિએ કોઈ મોટો લાભ પ્રાપ્ત થાય. નોકરિયાત વર્ગને કામનું પ્રેશર થોડું વધારે રહેશે. સહકર્મચારીઓ સાથે મતભેદ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. ધંધાકીય ક્ષેત્રમાં સારી એવી કામગીરી થઈ શકશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય તમારી મહત્ત્વની યોજનાઓ તેમજ નવીન કાર્યરચના માટે સાનુકૂળતા સર્જી આપશે. આર્થિક અને સામાજિક પ્રશ્નોનો ઉકેલ આવશે. ફસાયેલા કે ધીરેલા નાણાં પાછાં મેળવી શકાય. નવીન તકો ઊભી થાય. નોકરી અને ધંધાની બાબતો અંગે સફળતા અને સાનુકૂળતાના સંજોગો ઊભા થાય. લાભદાયી તકો મળે તેને ઝડપી લઈ કામગીરી કરશો તો લાભમાં રહેશો. સંપત્તિ-મકાનના કાર્યોમાં પણ સફળતા મળે. જીવનસાથી સાથેની ગેરસમજ દૂર થાય.

મકર (ખ,જ)ઃ નવા કાર્યો કે સાહસ માટે આ સમય ફતેહ આપનાર જણાય છે. મહત્ત્વના કાર્યોની સિદ્ધિ અદ્ભૂત આનંદ અપાવશે. આર્થિક મુશ્કેલીઓ હળવી બને. તમારા વધુ પડતાં ખર્ચાઓને જો નિયંત્રણમાં લાવી શકો તો વધુ ફાયદાકારક બનશે. નોકરિયાત વ્યક્તિના માર્ગમાં આવેલા અવરોધો - પ્રગતિ આડેની રુકાવટ દૂર થાય. ઉન્નતિનો માર્ગ મોકળો થાય. ધંધાકીય ક્ષેત્રમાં થોડી લાભદાયક તકો પ્રાપ્ત થાય. વિરોધીથી સાવચેત રહી કામગીરી કરવી જરૂરી છે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમય આપના માટે ખર્ચાળ સાબિત થાય. આવકના પ્રમાણમાં ખર્ચા ખૂબ રહે, જેના કારણે માનસિક બોજો અનુભવાય. આરોગ્યની બાબત પણ થોડી સાવચેતી માંગી લેશે. કૌટુંબિક કામગીરીની જવાબદારીનું ભારણ પણ વધે. નોકરિયાત વર્ગ માટે થોડી રાહતવાળો સમય છે. સંતાનોના અભ્યાસ બાબતે થોડીક ચિંતા રહે. મકાન-મિલકતના કાર્યોનો ઉકેલ આવતો દેખાય. એકંદરે આ સમય થોડીક રાહ જોઈને કામગીરી કરવાનું સૂચન છે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહ દરમિયાન વ્યવસાયિક કાર્યો આડેની અડચણ દૂર થતી જણાય. વિરોધી દ્વારા અવરોધ છતાં કાર્યસિદ્ધિ મેળવી શકાય. આર્થિક દૃષ્ટિએ લાભદાયક સમય રહેશે. છતાં ખર્ચાઓનું પ્રમાણ ઓછું રાખવું. નોકરી-ધંધાના ક્ષેત્રમાં સામાન્ય કામગીરી છતાં મહેનત અને પ્રયત્નોના ફળ મળશે. કૌટુંબિક દૃષ્ટિએ કાળજી રાખીને નિર્ણયો લેવા. અંગત સભ્યોના સ્વાસ્થ્ય સંબંધે ચિંતા રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter