તા. ૭ માર્ચ થી ૧૩ માર્ચ ૨૦૨૦

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 06th March 2020 07:33 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમય કેટલીક અગત્યની બાબતો અંગે ચિંતાપ્રદ બનતો જણાય. સ્વાસ્થ્યને કારણે કેટલાક કાર્યો ખોરંભે પડશે. આ સમય નાણાંકીય દૃષ્ટિએ વધુ ખર્ચાળ થતો લાગે. જાવકના વહેણમાં આવક વપરાતી જણાશે. જાવકનું પ્રમાણ વધી ન જાય તે જોવું રહ્યું. નોકરિયાત વર્ગ માટે આ સમય આશાસ્પદ છે. અટવાયેલી કામગીરીને આગળ ધપાવી શકશો. બઢતી-બદલી અંગેના પ્રયાસો સફળ બનતાં જણાય. વેપારી વર્ગ માટે આ સમય સામાન્ય લાભ આપતો લાગે.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહમાં વિકાસનો નવો માર્ગ મળતા આશા-ઉત્સાહમાં વધારો થશે. મહત્ત્વના કામ સફળ થતાં આનંદ અનુભવશો. આર્થિક સમસ્યાનું નિરાકરણ મળે. નાણાંકીય જરૂરિયાત પૂરી થાય. સંપત્તિ અંગેના કામમાં ધારી સફળતા મળે નહીં. મકાન-જમીનના લે-વેચના કામમાં ધ્યાન રાખવું પડશે. વિશ્વાસઘાતથી સાચવવું. સંઘર્ષ - વિવાદ વધે નહીં તે જોજો. નોકરીમાં ઉપરી અધિકારીનો સાથ ન મળે. વિરોધીથી ચેતતા રહેજો. ધંધાકીય દૃષ્ટિએ આ સમય સુધારો સૂચવે છે. દામ્પત્યજીવનના પ્રશ્નો ઘેરાતા જણાય.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય સફળતા - સાનુકૂળતાનું વાતાવરણ સર્જાતા મજાનો નીવડશે. તમારો પુરુષાર્થ ફળશે. ઉત્સાહ-ઉમંગમાં ઉમેરો થશે. આર્થિક દૃષ્ટિએ સમય શુભ હોવાથી ચિંતા કે બોજો હળવો થાય. નાણાંકીય ગોઠવણો માટે સાનુકૂળતા રહેશે. ઉઘરાણી યા લેણી રકમો પ્રાપ્ત કરી શકશો. નોકરીના ક્ષેત્રે હિતશત્રુઓની ચાલબાજીથી સાવધ રહેવું જરૂરી છે. ધાર્યું થાય નહીં. ધંધા-વેપારના ક્ષેત્રે સંજોગો પ્રતિકૂળ હશે તો પણ તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. પરિશ્રમ વધુ માગી લે તેવો સમય છે. સ્ત્રી વર્ગને ચિંતા જણાશે.

કર્ક (ડ,હ)ઃ તમારો પુરુષાર્થ યોગ્ય દિશામાં કરવાથી જ તમને નિશ્ચિત સફળતા સાંપડશે. કાર્યશીલ રહેશો, ધીરજ ધરશો તો આર્થિક સમસ્યા ગમેતેટલી ઘેરી હશે તો પણ હલ થશે. નાણાંકીય સમસ્યાઓ દૂર કરવા પ્રયત્ન કરજો. એકાદ-બે નવા લાભ પણ મળશે. નોકરિયાતોને માર્ગ આડેના અવરોધો ધીમે ધીમે દૂર થતાં જણાશે. પ્રગતિનો માર્ગ ખૂલ્લો થાય. સારી ધંધાકીય તક મેળવી શકશો. મહત્ત્વના કોલ-કરારોથી લાભ થાય. માલ-મિલકતના કોઈ પ્રશ્નો ગૂંચવાયેલા હશે તો તેનો ઉકેલ મળશે. સાનુકૂળતાનો લાભ લઈ લેજો. અટવાયેલી કામગીરીમાં પ્રગતિ થશે. નજીકના સ્નેહીજનોથી મિલન-મુલાકાત થાય.

સિંહ (મ,ટ)ઃ સપ્તાહ દરમિયાન મનની સ્થિતિ મૂંઝવણમાં મૂકી દેતી હોય તેમ લાગશે. યોજનાઓમાં હજુ જોઈએ તેટલી ધારી પ્રગતિ ન જોવાતા અસ્વસ્થતા વધે. તમારી નાણાંકીય બાબતો પ્રત્યે પણ વધુ લક્ષ અને તકેદારી આ સમય માગી લેશે. ખર્ચ પર કાપ મૂકવો પડે. નોકરિયાતોને કામકાજનો બોજો વધતો જણાય. કોઈને કોઈ પ્રકારના વિઘ્નો કે અવરોધોનું વાતાવરણ ઉદ્વેગ કરાવે. વિરોધીઓથી સાવચેત રહેજો. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ વિલંબથી કાર્ય થવાના યોગ છે. મિત્રવર્ગ સાથે મતભેદ રહે.

કન્યા (પ,ઠ,ણ)ઃ કામગીરીઓના બોજા અને યોજનાઓમાં હજુ જોઈએ તેટલી પ્રગતિ ન જણાતા મનોસ્થિતિ અસ્વસ્થ રહેશે. ધીરજ અને નિશ્ચયાત્મકતા જેવા ગુણ વડે જ વિકાસ સાધી શકશો. આ સમય નાણાંકીય બાબત પ્રત્યે વધુ લક્ષ કે તકેદારી માગી લે તેવો છે. કૌટુંબિક અને આરોગ્ય માટેના ખર્ચા ઉપરાંત મૂડીરોકાણના કારણે માથા પર આર્થિક વધે. ઉઘરાણીમાં અટવાયેલાં નાણાં મળતાં થોડીક રાહત વધશે. જો નોકરિયાત હશો તો કામકાજની જવાબદારીઓનો બોજો વધશે.

તુલા (ર,ત)ઃ સપ્તાહ દરમિયાન માર્ગ આડેના વિઘ્નો માનસિક તાણ પેદા કરશે. અશાંતિ પણ અનુભવાશે. નાણાંકીય દૃષ્ટિએ જોતાં આવક કરતાં જાવક વધુ રહે તેમ હોવાથી સાચવીને ખર્ચ કરજો. આંધળા સાહસ ન કરવા. નોકરિયાત વર્ગને નજીક લાગતો લાભ દૂર ઠેલાતો જણાય. બદલી - પરિવર્તનની તક આવી મળે તો ઝડપી લેજો. વેપારી વર્ગ માટે આ સમય મિશ્ર છે. ધંધાના કામકાજો વધુ ધ્યાન માગી લેશે. આ ક્ષેત્રે હવે ધીમો વિકાસ શરૂ થવાના એંધાણ મળશે. જમીન-મકાનના લે-વેચના કામકાજો માટે આ સમય મિશ્ર જણાય. વધુ મહેનતે કાર્ય સફળતાના યોગ છે.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં સર્જનાત્મક અને મહત્ત્વનું કાર્ય સફળ થાય. પુરુષાર્થ ફળતાં ખુશી અનુભવશો. હાથ ધરેલા કામકાજો સફળતાપૂર્વક ઉકેલી શકશો. ખર્ચના પ્રસંગો બને અને આવક હજુ ખાસ થશે નહીં. આથી નાણાંભીડ જણાશે. નોકરિયાતોને પોતે ધારે છે તેવો લાભ મળવામાં કોઈને કોઈ વિઘ્ન આવતાં જણાશે. ઉઘરાણી ફસાય ન જાય તે જોવું રહ્યું. હિતશત્રુની ચાલ સફળ થાય નહીં. વેપાર-ધંધાના ક્ષેત્રે મહત્ત્વની સિદ્ધિ કે પરિવર્તનના યોગ છે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયગાળો પ્રવાસ, ખર્ચ અને માંગલિક કાર્યો માટે મહત્ત્વનો અને સાનુકૂળ નીવડશે. માનસિક બોજો દૂર થશે. મિલકત સંબંધિત કાર્યો સંભાળપૂર્વક કરવા. સરકારી કામકાજો માટે આ સમય મહત્ત્વનો છે. સંતાનોના પ્રશ્નો હલ કરવા તરફ ધ્યાન આપવું જરૂરી. અકસ્માત - ઈજાથી સાચવજો. કોઈ નવીન ઓળખાણ અહીં લાભ કરાવી જાય. નાની નાની બાબતોથી ગેરસમજો વધે નહીં તે જોવું રહ્યું.

મકર (ખ,જ)ઃ સપ્તાહમાં નવીન કાર્યરચના સાકાર થશે. કેટલીક મહત્ત્વની ઓળખાણથી નવા લાભ મેળવી શકશો. નાણાંકીય પ્રશ્નોમાંથી યોગ્ય માર્ગ મળતો જણાશે. કોઈક સારું આયોજન થઈ શકતા રાહત વર્તાશે. શેર-સટ્ટા કે લોટરી દ્વારા લાભ લેવા જશો તો પસ્તાવા સિવાય કશું જ હાથ નહીં આવે. વધારાની કમાણી કરવાની ઉતાવળ ન કરશો. ધીરજપૂર્વક આગળ વધશો તો ધીમો પણ નક્કર ફાયદો મેળવી શકશો. નોકરિયાતોને કામકાજનો બોજ વધશે. મુશ્કેલી સર્જાતા અશાંતિ રહે. આરોગ્ય અને કોર્ટકચેરીના કાર્યોમાં પ્રતિકૂળતા જણાશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં મનોબળ વધે તેવા પ્રસંગો સર્જાશે. ચિંતા - ઉદ્વેગથી રાહત મળશે. સંજોગો વિપરિત લાગે તો પણ સફળતા મળતા તમારા ઉત્સાહમાં વધારો થશે. આવકમાં હવે વૃદ્ધિને અવકાશ જણાતો નથી. જોકે આર્થિક આયોજન જરૂરી. ચૂકવણીઓ સામે ઉઘરાણી મેળવવા પ્રયત્નશીલ બનજો. વિરોધીઓની ચિંતા કર્યા વિના આગળ વધ્યે જાવ. કાર્ય સફળતાના યોગ છે. રચનાત્મક ફેરફારો થાય. વેપાર-ધંધાની ચિંતા હળવી બનશે. મકાન કે પૈતૃક સંપત્તિ અંગેના દાવા વિવાદો તો ઉકેલાતા હજુ વાર લાગે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ માનસિક જુસ્સો સાચવી રાખવો પડશે. આવક-જાવકના પલડાં પર ધ્યાન આપવું જરૂરી. આ સમય વધુ પડતો ખર્ચાળ બનતો જણાય. અણધાર્યા ખર્ચા પણ આવી પડે. લેણી રકમો મળવામાં વિઘ્ન જણાય. લાભની આશા નિરાશામાં પલટાતી જણાય. પુરુષાર્થ વધારવો પડે. નોકરિયાતો હો કે ધંધાદારી વ્યક્તિ - આ સમય એકંદરે સખત મહેનત માગી લેશે. તમારી ધારણાઓ ફળતી ન લાગે. કાર્ય સફળતા મળવામાં વિલંબ થાય. મકાન સ્થળાંતરનું કામ કે નવા મકાનની ખરીદીના કાર્યો હજુ ખોરંભે પડતા લાગશે. જોકે હતાશ થયા વિના પ્રયત્નો ચાલુ રાખજો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter