તા. ૭ સપ્ટેમ્બર થી ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 06th September 2019 06:08 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમય ઘણો પ્રવૃત્તિમય પુરવાર થશે. વધારાના કામકાજની જવાબદારીના કારણે માનસિક તાણ વધશે. વળી, યોગ્ય પ્રશંસા ન મળતાં નિરાશા કે ઉદ્વેગ વર્તાશે. આર્થિક દૃષ્ટિએ સમય સુધારાજનક જણાય. તમારા વહેવારો ચલાવવા પૂરતી નાણાંકીય વ્યવસ્થા કરી શકવામાં સફળ થશો. નોકરિયાતો માટે આ સમય એકંદરે પ્રગતિકારક જણાય છે. અટવાયેલા લાભ મેળવી શકશો. માર્ગમાં અવરોધ સર્જતા લોકો ફાવશે નહીં.

વૃષભ (બ,વ,ઉ)ઃ માનસિક તંગદિલી - અકળામણ વધશે. અકારણ ચિંતાથી અંતઃકરણમાં અશાંતિનો અનુભવ થાય. બાહ્ય પરિસ્થિતિને મન પર બોજ નહીં વધારવા દેતા. નાણાંકીય જવાબદારી વધતી જોવાશે. આવક કરતાં ખર્ચના પ્રસંગો અને લાભમાં અંતરાય જણાશે. ધીરધાર કરશો નહિ. મોટા સાહસમાં પડવાનું ટાળશો. નુકસાન - હાનિ યોગ છે. નોકરિયાતોમાં ઉત્સાહ વધે તેવી તક આવે. પ્રગતિ-ઉન્નતિનો માર્ગ ખૂલતો જણાય.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહના ગ્રહયોગો ઉદ્વેગ અને ઉત્પાત સૂચવે છે. અજંપો વધે. લાગણીના આવેશને કાબૂમાં રાખવો પડશે. સ્નેહીજનો સાથે ઘર્ષણ ન થાય તે જોવું રહ્યું. સ્વસ્થતા - ધીરજ જાળવવી મુશ્કેલ લાગશે. આ સમય દરમિયાન આર્થિક દૃષ્ટિએ વાતાવરણ અને પરિસ્થિતિ સાનુકૂળ બનશે. તમારા ખર્ચાઓને માટે જરૂરી આવક ઊભી થાય. જૂની ઉઘરાણી કે લેણી રકમ પરત મળશે. અન્ય સાધનો દ્વારા પણ આવકવૃદ્ધિ થાય.

કર્ક (ડ,હ)ઃ તમારા પ્રયત્નો ધીમે ધીમે સફળ બનશે. સમય લાભકર્તા બનતા આશા-ઉમંગ વધશે. સારી તકો મળશે તેનો ઉપયોગ કરી લેજો. મન પરનો બોજ હળવો થવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. નાણાંકીય પરિસ્થિતિને સમતોલ કરી શકશો. નોકરીના ક્ષેત્રે જો કોઈ ચિંતા પેદા થઈ હશે તો તેનો ઉકેલ મળશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિકારક તકો મળશે. સમસ્યામાંથી પાર ઉતરશો. જમીન-મકાનની સમસ્યાઓ મૂંઝવણો, તેને લગતા ખર્ચ વધે. ધાર્યા અનુસાર કામ ન થાય.

સિંહ (મ,ટ)ઃ મૂંઝવતા પ્રશ્નોમાંથી થોડાંકનો સાનુકૂળ ઉકેલ આવતા રાહત થશે. માનસિક તણાવમાંથી મુક્તિ મળશે. ઉત્સાહપૂર્વક આગળ વધી શકશો. તમારા આર્થિક પ્રશ્નોના ઉકેલ માટે પરિસ્થિતિ સારી બનતી જણાશે. વધારાની આવક ઊભી કરી શકશો. નોકરીના ક્ષેત્રે જો કોઈ મુશ્કેલી હશે, અંતરાય હશે તો દૂર થશે. મહત્ત્વની ઉન્નતિનો માર્ગ મળશે. વ્યવસાય-ધંધાના પ્રશ્નો ઉકેલાશે. ઘણા સમયથી અણઉકેલ બાબતનો નિવેડો આવશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહમાં તમે હવે મહત્ત્વના વળાંક તરફ જતો હો તેમ લાગશે. જરૂરી આયોજન કરશો તો તકનો યોગ્ય ઉપયોગ કરી લેજો. આર્થિક ચિંતામાંથી બહાર નીકળી શકશો. આવકવૃદ્ધિના ઉપાયો કારગત નીવડશે. જૂની લેણી રકમો, લોન વગેરે થકી આર્થિક ટેકો મળશે. નોકરિયાતને કામકાજનો અને નવીન જવાબદારીનો બોજ વધશે. તમારા કામનો પ્રકાર પણ બદલાય. વિરોધીઓ ફાવી શકશે નહીં. ધંધા-વેપારમાં સફળતા, વિકાસ અને કાર્યસિદ્ધિનો યોગ છે.

તુલા (ર,ત)ઃ આ સમયમાં આનંદ અને સ્વસ્થતા પ્રાપ્ત કરશો. પ્રગતિકારક સંજોગો આશા પ્રેરશે. મૂંઝવણો હલ થતી જણાય. આવકની દૃષ્ટિએ બહુ સાનુકૂળતા ન લાગે કેમ કે ખર્ચનું પ્રમાણ વધશે. આર્થિક ગોઠવણો પાછળ ધ્યાન કેન્દ્રિત કરવું પડે. નુકસાનથી બચવું જરૂરી. નોકરિયાતો માટે સમય પ્રગતિકારક અને અનુકૂળ નીવડશે. કાર્યસફળતા મળશે. શત્રુ પર વિજય થાય. જવાબદારીઓ પાર પડતી જણાય. વેપાર-ધંધા માટે ગ્રહો મદદકર્તા છે. સારા મકાનમાં રહેવા જવાની ઈચ્છા પૂર્ણ થાય.

વૃશ્ચિક (ન,ય)ઃ મનોસ્થિતિ ગૂંચવાયેલી અને મૂંઝવણભરી રહેશે. જોકે આ મૂંઝવણો કાલ્પનિક જ હશે. નાણાંકીય જવાબદારી વધતી જોવાશે. આવક કરતાં ખર્ચના પ્રસંગો અને લાભમાં અંતરાય જણાશે. ધીરધાર કરશો નહિ. મોટા સાહસમાં પડશો નહીં. નોકરિયાતોને તેમના પ્રયત્નોનું શુભ ફળ મળે. અવરોધમાંથી બહાર નીકળશો. સ્થળાંતરના યોગ છે. વૃદ્ધિવિકાસના પગલાંના આયોજન માટે સમય અનુકૂળ છે. મકાન-સંપત્તિને લગતી કાર્યવાહીઓ હજુ ગૂંચવાયેલી રહે. સરકારી મકાન મેળવવામાં મુશ્કેલી રહે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયની પરિસ્થિતિ અને આસપાસનું વાતાવરણ તમને ઉત્પાતનો અનુભવ કરાવશે. તમે ઉતાવળા નિર્ણય લેતા પહેલા સો વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવવા જરૂરી. લાંબા સમયથી રોકાયેલા લાભ મેળવી શકશો. નાણાંકીય મૂંઝવણનો સારો ઉકેલ મળશે. આવકવૃદ્ધિ માટેના તમારા પ્રયત્નો સફળ થશે. કૌટુંબિક કાર્યો અંગે ખર્ચ વધશે. નોકરિયાતો માટે આ સમયના યોગો શુભ જણાય છે.

મકર (ખ,જ)ઃ ગ્રહયોગો દર્શાવે છે કે પ્રગતિમાં વેગ આવે. નવરચનાઓ થાય. સારા અને મહત્ત્વના કામકાજોમાં વિકાસ થતાં માનસિક ઉત્સાહ વધશે. અવરોધો કે મુશ્કેલી હશે તો તમે તેને ઓળંગી શકશો. નાણાંકીય આયોજન વ્યવસ્થિત નહિ રાખો તો ગરબડ વધશે. ખોટા ખર્ચાઓ વધી જવાનું સંભવ છે. હજુ અટવાયેલા લાભો કે ઉઘરાણી મેળવવામાં વિલંબ થશે. કૌટુંબિક કારણસર ખર્ચનું પ્રમાણ વધતાં નાણાંભીડ વર્તાશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં આંશિક કાર્યસફળતા સાંપડતા ઉત્સાહ વધે. નિરાશા દૂર થાય. ગૂંચવાયેલા મહત્ત્વના પ્રશ્નો હલ કરી શકશો. ધીરજથી કામ લેશો તો સફળતા મેળવી શકશો. નાણાંકીય પ્રતિકૂળતા હશે તો તેનો ઉકેલ મેળવી શકશો. ખર્ચાઓ પૂરતાં નાણાંની જોગવાઈ કરી શકાય. જોકે ઇચ્છિત લાભ કે આવક ન મળતાં અસંતોષ વર્તાય. દેવાની ચૂકવણી માટે હજુ સાનુકૂળતા જણાતી નથી. નાણાંભીડનો ઉકેલ મળે, પણ આર્થિક આયોજન કરવું હિતાવહ છે. નાણાંકીય દૃષ્ટિએ સમય મિશ્ર છે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ દરમિયાન મનોસ્થિતિ તંગ અને અશાંત રહેશે. ધીરજ રાખીને કામ કરશો તો સંજોગ સાનુકૂળ અને સુખદ બનાવી શકશો. ઉતાવળિયા - ઘાંઘા બનશો નહીં. આ સમય આર્થિક રીતે મધ્યમ રહેશે. વધારાની આવક ઊભી કરવા વધુ મહેનત કરવી પડશે. વળી, નવા ખર્ચાઓનો બોજો પણ વધશે. નોકરિયાતો માટે હજુ કેટલાક વિઘ્નો જણાય છે. વેપાર-ધંધામાં વિકાસની તક મળે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter