તા. ૮ ઓગસ્ટ ૨૦૨૦થી ૧૪ ઓગસ્ટ ૨૦૨૦ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 07th August 2020 06:59 EDT
 
 

મેષ (અ,લ,ઇ)ઃ માનસિક તંગદિલી કે અકળામણ વધશે. અકારણ ચિંતાથી અંતઃકરણમાં અશાંતિનો અનુભવ થાય નાણાકીય જવાબદારીઓ વધતી જોવાશે. આવક કરતાં ખર્ચના પ્રસંગો અને લાભમાં અંતરાય જણાશે. ધીરધાર કરશો નહિ. મોટા સાહસમાં પડશો નહીં. નુકસાન - હાનિ યોગ છે. નોકરિયાતોને ઉત્સાહ-ઉમંગમાં વધારો કરે તેવી તક મળે. ઉન્નતિનો માર્ગ ખૂલતો લાગે. વિરોધીના હાથ હેઠા પડશે. વેપાર-ધંધાના ક્ષેત્રે વાતારવણ મૂંઝવણરૂપ બનશે. તેમાંથી બહાર નીકળી શકશો.

વૃષભ (બ,વ,ઉ)ઃ પ્રયત્નોનું ફળ મેળવવા માટે તમારે ધીરજ રાખવી પડશે. તમારી ઉન્નતિનો માર્ગ ખૂલ્લો થશે. સફળતા મળતાં તમારી પ્રગતિ થયા વિના રહેશે નહિ. માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નાણાકીય દૃષ્ટિએ આ સમય મૂંઝવણો સૂચવે છે. ખર્ચને પહોંચી વળવા માટે તમારે વધુ વ્યવસ્થિત બનવું પડશે. નોકરિયાતોને અંતરાય હશે તો દૂર થશે. તેમના ગૂંચવાયેલા પ્રશ્નો હલ થશે. બઢતી-બદલીના પ્રશ્નોનો ઉકેલ આવશે. વેપાર-ધંધાના ક્ષેત્રે સફળતા - પ્રગતિ જણાશે. જમીન-મિલકતના કામકાજો આગળ વધશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય દરમિયાન મહત્ત્વની મુલાકાતોથી લાભ થાય. આયોજનમાં સફળતા મળતા આ સમય આનંદમય પસાર થાય. જાહેર યા સામાજિક ક્ષેત્રે કામ કરતી વ્યક્તિઓને યશ-માન મળશે. નોકરિયાતોને હવે બઢતીની નવી તકો મળશે તે ઝડપી લેજો. ઉન્નતિનો યોગ છે તે જતો ન કરશો. કોઈ સારી નોકરી મળવાની પણ શકયતા છે. વેપારી અને ધંધાથી વર્ગ માટે આ સમય લાભકારક તેમજ વિકાસકારક છે. ગૂંચવાયેલા પ્રશ્નોનો હલ મળશે. અલબત્ત માનસિક તાણ અને બોજો વર્તાશે. ગૃહજીવનની સમસ્યાઓ, કૌટુંબિક વિખવાદોને કારણે અશાંતિ રહે.

કર્ક (ડ,હ)ઃ તમારા મનના ઓરતા પૂર્ણ થતાં હવે વિકાસની નવી કેડી કંડારી શકશો અને તે માટે જોઈતી સગવડો પણ ઊભી કરીશો. નાણાકીય ક્ષેત્રે હવે ધીમે ધીમે સારી પ્રગતિ થતી જણાશે. પરિસ્થિતિમાં સુધરો થશે. આવકમાં વૃદ્ધિની તકો આવી મળશે. અલબત્ત, ખર્ચા પણ વધશે. નોકરિયાતોને માર્ગ આડેના અવરોધો દૂર થતા જણાશે. અશાંતિ તથા મુશ્કેલીભર્યા સંજોગો વિદાય લેશે. નોકરીમાં સ્થળાંતરની શકયતા છે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ જ્વલંત સફળતા મળતી જણાય. મકાન-સંપત્તિના કામકાજો હજુ ખાસ સાનુકૂળ બને તેમ જણાતું નથી.

સિંહ (મ,ટ)ઃ સપ્તાહ દરમિયાન હિંમત અને સ્વસ્થતા ટકાવી રાખજો. અવાસ્તવિક ભય અને કાલ્પનિક ચિંતાઓ જણાશે. આધ્યાત્મિક માર્ગ દ્વારા જ શાંતિ મેળવી શકશો. નિરાશા અને નકારાત્મક વિચારો છોડી દેજો. તમારી આર્થિક મુશ્કેલીઓમાંથી માર્ગ મેળવી શકશો. આવકમાં વૃદ્ધિની તકો ઊભી થઈ શકશે. નાણાંના અભાવે અટવાયેલા કાર્યો માટે જરૂરી આયોજન કરી શકશો. નોકરિયાતોના ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલાશે. પ્રગતિ જણાશે. વિઘ્નોમાંથી માર્ગ મળે. સંઘર્ષમય પરિસ્થિતિમાંથી બહાર આવશો.

કન્યા (પ,ઠ,ણ)ઃ માનસિક સ્વસ્થતા જળવાશે. ખોટી ચિંતા કે ભય રાખવાની જરૂર નથી. આપનું કશું જ અનિષ્ટ બનવાનું નથી. નાહકની ચિંતા કરશો નહીં. જરૂરી ખર્ચાઓ કે મૂડીરોકાણ અંગે જોઈતી સહાય-લોન વગેરે મેળવી શકશો. કામકાજો અટકશે નહીં. ખર્ચાઓને પહોંચી શકશો. યશ-આબરૂ જળવાઈ રહેશે. નોકરિયાતોને લાંબા સમયથી અટવાયેલા લાભ મળે. નોકરીમાં વિકાસ અને પ્રગતિનો માર્ગ ખૂલ્લો થશે. ધંધા-વેપારના કાર્યો આડે વિઘ્નોને પાર કરી શકશો. શત્રુઓ ફાવે નહિ. મકાન-મિલકતના કોઈ પ્રશ્નો ગૂંચવાયેલા હશે તો તેનો ઉકેલ મળશે.

તુલા (ર,ત)ઃ હજુ તમારા માર્ગ આડે કેટલાક અવરોધો છે. મુશ્કેલીઓને પાર કરવા તરફ મનની શક્તિને કેન્દ્રિત કરવી પડશે. ઉતાવળા સાહસથી દૂર રહેજો. કોઈની સાથે કારણ વિનાના વિખવાદ કે ઘર્ષણમાં ન ઉતરશો. નાણાકીય દૃષ્ટિએ સમય સાનુકૂળ હોવાથી જરૂરિયાતો તથા ખર્ચાઓ માટેની આર્થિક વ્યવસ્થા ઊભી થઈ શકશે. ઉઘરાણીના કામ પણ પાર પડશે. મૂડીરોકાણ લાભદાયી પુરવાર થશે. કૌટુંબિક ખર્ચને પહોંચી વળાય. નોકરિયાતોને સફળતા અને પ્રગતિની તકો મળશે. મુશ્કેલી હશે તો દૂર થશે. નવીન તક આગળ જતાં લાભ અપાવશે.

વૃશ્ચિક (ન,ય)ઃ ગ્રહયોગ સૂચવે છે કે ખોટી ચિંતા કે ભય રાખવાની જરૂર નથી. કશું અનિષ્ટ થવાનું ન હોવાથી નાહકની ચિંતા કરશો નહીં. આ સમયમાં આવકવૃદ્ધિ થશે યા કોઈ જૂનો લાભ મળશે. તમારા માથેના ખર્ચાઓની જોગવાઈ ઊભી થવાની આશા રહે છે. લોટરી-સટ્ટાની લાલચ ટાળજો, તેમાં કોઇ લાભ નથી. નોકરિયાતોને હવે બઢતી અટકેલી હશે તો મળશે. અવરોધ હશે તો દૂર થાય. સ્થળાંતરનો યોગ પ્રબળ છે. વેપારી વર્ગ માટે આ સમય સફળતા અને પ્રગતિસૂચક છે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન માનસિક અને શારીરિક સ્થિતિ એકંદરે સારી જળવાશે. ઉત્સાહપ્રેરક કામકાજો થાય. કોઈ સારા સંબંધો વિકસશે. આર્થિક જવાબદારીઓ અને અગત્યની લેવડદેવડના કામકાજો માટે આ સમય સાનુકૂળ જણાય છે. આપની તકલીફો દૂર થાય. લાંબા સમયથી ફસાયેલા યા અટકેલા લાભ મેળવવાના પ્રયત્નો ફળદાયી બનશે. આ સમયમાં સામાજિક અને કૌટુંબિક કારણસર ખર્ચના યોગ બને છે.

મકર (ખ,જ)ઃ આ સમયગાળામાં મનોસ્થિતિ તંગ અને અશાંત રહેશે. ધીરજ રાખીને કામ કરશો તો સમયને સાનુકૂળ અને સુખદ બનાવી શકશો. ઉતાવળિયા - ઘાંઘા બનશો નહીં. આર્થિક રીતે આ સમય મધ્યમ રહે. વધારાની આવકો ઊભી કરવા માટે વધુ મહેનત કરવી પડશે. વળી, નવા ખર્ચાઓનો બોજો પણ વધશે. નોકરિયાતો માટે હજુ કેટલાક વિઘ્નો જણાય છે, જેના નિવારણ માટે થોડોક સમય વધુ રાહ જોવી પડશે. અગત્યના પ્રશ્નો ઉકેલવામાં વિલંબ થશે. ધંધા-વેપારના ક્ષેત્રે તમારા પ્રયત્નોનું ફળ જરૂર મેળવી શકશો.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ સર્જનાત્મક અને રચનાત્મક કાર્યોમાં સાનુકૂળતા મળતા આનંદ - ખુશી વર્તાય. મનની ઈચ્છાઓ બર આવતી જણાશે. બેચેનીનો બોજો હળવો થશે. આર્થિક જવાબદારી છતાંય એકંદરે પરિસ્થિતિ ટકાવી શકશો. નાણાંના અભાવે કશું અટકશે નહીં. એકાદ-બે લાભ આવકના પ્રસંગોના કારણે ચિંતા દૂર થાય. નોકરિયાતો માટે આ સમય સફળતા પ્રગતિ અને યશ આપનાર છે. હિતશત્રુઓના હાથ હેઠા પડશે. સારી તકો મળતા આનંદ વધે. ધંધા-વેપારના ક્ષેત્રે હવે આગેકૂચ કરી શકશો. અલબત્ત પ્રગતિ ધીમી ગતિએ થતી જણાશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ ઉત્સાહપ્રરેક બનાવોના કારણે માનસિક અશાંતિ સર્જાતા પ્રસંગોથી બચી શકશો. મહત્ત્વના કામકાજો કે કામગારીઓમાં સફળતા મળવાના આશાસ્પદ સંજોગો આનંદનો અનુભવ કરાવશે. સ્નેહીજનોથી મિલન-મુલાકાત થાય. આપની આર્થિક બાબતો પ્રત્યે વધુ સજાગ રહેવું જરૂરી છે. તમારી અગાઉની કામગારીઓ જવાબદારીના કારણે ખર્ચ-વ્યય વધશે. નાણાકીય દૃષ્ટિએ મૂંઝવણો સર્જાશે. કોઈ નવા ખર્ચા ન વધવા દેશો. નોકરિયાતોને માર્ગ આડે જણાતા અવરોધ ધીમે ધીમે દૂર થતાં જણાશે. પ્રગતિનો માર્ગ ખૂલ્લો થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter