તા. ૮ જાન્યુઆરી ૨૦૨૨થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૨ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 07th January 2022 09:13 EST
 
 

• મેષ (અ,લ,ઈ)ઃ તમારી મનોસ્થિતિને કાબૂમાં રાખવી પડશે. આત્મવિશ્વાસ વધતો જણાશે. સપ્તાહમાં લાભદાયી તકો મળવાની શક્યતા રહેશે. તમારો ઉત્સાહ વધશે. આવકમાં વધારો થશે. બાકી લેણાં પરત આવશે. જોકે, ખર્ચના પ્રસંગો ચિંતા વધારશે. નોકરિયાતોની અંગત સમસ્યાઓ હલ થશે. વ્યાપારી વર્ગને ચઢાવ-ઉતાર રહેશે. ધંધાકીય રીતે મહત્ત્વની સફળતા મળી રહેશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહમાં નવા કાર્યો માટેના આપના પ્રયત્નો ધીમે-ધીમે સફળ થશે. મનનો બોજ હળવો થશે. ધંધામાં વૃદ્ધિ અને વિકાસ વધશે. નાણાંકીય સ્થિતિ મધ્યમ રહેશે. આવક કરતાં જાવકનું પ્રમાણ વધશે. છતાં મહેનત કરવાથી સારી સફળતા મળશે. શેરસટ્ટાથી દૂર રહેવું. નોકરિયાત વર્ગને એમના પ્રયત્નોનું શુભ ફળ મળશે. દાંપત્યજીવન સારું રહેશે. સંતાનો દ્વારા સારા સમાચાર મળશે. ચિંતા ઓછી થશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ દરમિયાન આપનું મન પ્રફુલ્લિત રહેશે. માનસિક ભારણમાં ઘટાડો થશે. નાણાંકીય સ્થિતિ સારી રહેશે. આવકમાં વધારો થશે. નોકરિયાત માટે ઉત્સાહજનક સપ્તાહ. ઉચ્ચ અધિકારીઓ સાથે સારો મનમેળ રહેશે. વેપાર-ધંધા કે ઉદ્યોગોમાં થોડી મુશ્કેલી રહેશે. હિતશત્રુઓ અવરોધ ઊભો કરી શકે. પ્રવાસના યોગો સારા રહેશે. સંતાનોની તેમજ વડીલોની મદદ મળી શકશે.
• કર્ક (ડ,હ)ઃ માનસિક અશાંતિ કે તાણમાંથી મુક્તિ મળતી જણાશે. સપ્તાહ દરમિયાન આવક માટે નવો માર્ગ મળશે. નોકરીના ક્ષેત્રે કોઈ મુશ્કેલી કે અંતરાય હશે તો દૂર થશે. પ્રોપર્ટીમાં વધારો થશે. મકાન-મિલકતની કામગીરીમાં સફળતા મળશે. સંતાનોની સામાન્ય ચિંતા રહેશે. વડીલોની કાળજી રાખવી સારી રહેશે. આરોગ્ય સારું રહેશે. પ્રવાસના યોગો સારા રહેશે.
• સિંહ (મ,ટ)ઃ સપ્તાહમાં માનસિક સ્થિતિ તંગ અને અશાંત રહેશે. ધીરજ રાખીને કામ કરશો તો લાભમાં રહેશો. કોઇ ઉતાવળિયા નિર્ણય લેવા નહીં. સામાન્ય નાણાકીય ભીડ રહેશે. રોકાયેલાં નાણાં પરત મળવાની શક્યતા રહેશે. નોકરિયાતો માટે સામાન્ય અવરોધો આવશે. બદલી કે બઢતીના યોગો બળવાન બનશે. વેપાર-ધંધા ક્ષેત્રે તમારા પ્રયત્નો સફળ થશે. મકાન-મિલકત સહિતની પ્રોપર્ટી વસાવી શકશો. વડીલોપાર્જિત સંપત્તિના યોગો મધ્યમ રહેશે. વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવી પડશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય પ્રગતિશીલ પુરવાર થશે. અધૂરાં કાર્યો પૂરાં થશે. અગત્યના કાર્યો આગળ વધશે. આર્થિક સ્થિતિમાં સુધારો થતો જણાશે. વ્યવસાય ક્ષેત્રે ચઢાવ-ઉતાર આવશે. નોકરિયાત વર્ગને સારું રહેશે. જોકે, કેટલીક વાર આર્થિક સ્થિતિ તંગ રહેશે. વડીલો સાથે સારું લેણું રહેશે. સંતાનોએ અભ્યાસ બાબતે કાળજી રાખવી જરૂરી. પ્રવાસના યોગો બળવાન બનશે. કૌટુંબિક વિચારોમાં મતભેદ રહેશે.
• તુલા (ર,ત)ઃ સપ્તાહમાં કામકાજોમાં અવરોધ જોવા મળશે. જોકે ધીરજ અને સ્વસ્થતાથી કામગીરી કરશો તો અચૂક સફળતા મળશે. આર્થિક બાબતો પ્રત્યે વધુ સજાગ રહેવું જરૂરી. જોકે, આર્થિક સ્થિતિ સારી રહેશે. નોકરિયાત વર્ગને સહકર્મચારી સાથે સામાન્ય મતભેદ રહેશે. વડીલોના આરોગ્યની કાળજી રાખવી. મિલકત-વાહન સુખ સારું રહેશે. વેપાર-ધંધામાં સારું રહેશે. સંતાનો અંગે થોડીક ચિંતા રહેશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય અનુકૂળ તક આપનાર નીવડશે. મહત્ત્વની વ્યક્તિનો સહકાર મેળવશો. અગત્યની કામગીરી સફળ થશે. સામાન્ય કૌટુંબિક મતભેદો રહેવાની સંભાવના છે. આવકના પ્રમાણમાં ખર્ચ રહેશે. નવી પ્રોપર્ટી વસાવવાના યોગો બળવાન બનશે. નોકરિયાત વર્ગને સારું રહેશે. વેપાર-ધંધામાં સારી સફળતા મળશે છતાં આવકનું પ્રમાણ થોડું ઘટે. સંતાનોની મદદ મળી રહેશે.
• ધન (ભ,ફ,ધ,ઢ): સપ્તાહ દરમિયાન મનોસ્થિતિ ડામાડોળ રહેશે. મન બેચેન રહેશે. સાહસ કરવાની ઈચ્છા ઓછી રહેશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. સામાન્ય અવરોધ રહેશે. વધુ મહેનતે ઓછી સફળતા મળશે. સુખસગવડના સાધનોની ખરીદી કરી શકશો. સંતાનો તેમજ સ્ત્રીઓ માટે સમય સારો છે. યાત્રા-પ્રવાસના યોગો સામાન્ય રહેશે.
• મકર (ખ,જ)ઃ આ સમયમાં માનસિક શાંતિ સારી રહેશે. મક્કમ મનોબળ સાથે કામગીરી કરવાથી સારી સફળતા મળી રહેશે. આપ જે લાભની આશા રાખો છો તે મળવામાં વિલંબ થતો જણાશે. પ્રતિસ્પર્ધીઓ અને હરીફોના કારણે ચિંતા રહેશે. આપના માથે આર્થિક જવાબદારી વધશે. ખર્ચનું પ્રમાણ વધશે. નોકરી-ધંધામાં સારું રહેશે. મકાન-મિલકતના પ્રશ્નોનો ઉકેલ આવશે. વાહન સુખ સારું રહેશે. શુભ કાર્યોનું આયોજન થઇ શકે છે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ ચિંતાઓનો ભાર હળવો થતો જણાશે. ધીમે-ધીમે સંજોગો સારા થશે. સામાન્ય નાણાભીડ રહેશે. લેણી અથવા બાકી રહેલા નાણાંની રકમ પરત આવશે. નાણાંનું રોકાણ પ્રોપર્ટીમાં કરવાની સારો લાભ મળશે. તમારા મિલકતના પ્રશ્નોનું નિરાકરણ આવે. નોકરી-ધંધામાં સારું રહેશે. આર્થિક લાભ સારો મળશે. સંતાનો પ્રત્યે ધ્યાન આપવું જરૂરી. કૌટુંબિક મદદ મળી રહેશે. દાંપત્યજીવન સારું રહેશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય ઉત્સાહજનક નીવડશે. વિકાસની તકો સારી મળી રહેશે. માનસિક સુખ સારું રહેશે. આર્થિક દૃષ્ટિએ પણ સારું રહેશે. જોકે, ખર્ચનું પ્રમાણ વધશે. પ્રોપર્ટીના પ્રશ્નોથી ચિંતા રહેશે. કૌટુંબિક કારણોને લીધે મતભેદ રહેશે. શત્રુઓથી સાચવવું. નોકરિયાતે સહયોગીઓ સાથે મતભેદ ટાળવા. કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા મળશે. સંતાનોની ચિંતા રહેશે. વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે. પ્રવાસ યોગ રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter