તા. ૮ જૂન થી ૧૪ જૂન ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 07th June 2019 07:15 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહમાં મનોસ્થિતિ તંગ અને અશાંત રહેશે. ધીરજ રાખશો તો પરિસ્થિતિ સાનુકૂળ અને સુખદ બનાવી શકશો. ઉતાવળિયા બનશો નહીં. આ સમય આર્થિક રીતે મધ્યમ રહે તેથી વધારાની આવક ઊભી કરવા વધુ મહેનત કરવી પડે. વળી, નવા ખર્ચાઓને બોજો પણ વધશે. નોકરિયાતો માટે હજુ કેટલાક વિઘ્નો જણાશે. તેથી પ્રગતિ માટે રાહ જોવી પડે. અગત્યનાં પ્રશ્નો ઉકેલવામાં વિલંબ થશે. ધંધા-વેપારના ક્ષેત્રે તમારા પ્રયત્નોનું ફળ જરૂર પ્રાપ્ત કરશો. મકાન-મિલકતના કામકાજમાં પ્રતિકૂળતા જણાશે.

વૃષભ (બ,વ,ઉ,)ઃ તમારી માનસિક પરિસ્થિતિ અસ્વસ્થ અને બેચેન રહેશે. જોકે આ માટે ખાસ કોઈ કારણ જણાશે નહીં. સપ્તાહ દરમિયાન અનુકૂળતા અને સફળતાનો બને તેટલો લાભ લેજો. ગાફેલ - આળસુ બનશો નહિ. વિકાસ અને પ્રગતિ માટે તક મળવાની છે. નાણાંકીય સંજોગો ગમેતેટલા વિપરીત હોય તો પણ હિંમત હારશો નહીં. યોગ્ય માર્ગ મળી રહેશે. નોકરિયાતને ધાર્યું ફળ મળવામાં વિલંબ થાય. ધંધાકીય સમસ્યાઓ હલ થતી જણાય. મુશ્કેલીમાંથી માર્ગ મળી રહશે. કૌટુંબિક કે ગૃહજીવનને લગતી સમસ્યાઓ - વિવાદને કુનેહથી નિપટાવજો. મકાન-મિલકત યા ભાડાના મકાન અંગેની સમસ્યા ઉકેલાશે. અટવાયેલા લાભો કે ઉઘરાણીઓ મેળવતા વિલંબ થશે.

મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહમાં માથા પર જવાબદારીઓ બોજો વધશે. લાગણીઓ ઘવાતાં મનમાં ઉદ્વેગ વધશે. અજંપો વર્તાશે. ગેરસમજો અને વાદવિવાદના પ્રસંગ વખતે ઉગ્રતા પર સંયમ રાખશો તો બિનજરૂરી મનોસંઘર્ષ ટાળી શકશો. નાણાંકીય સંકડામણનો પણ અનુભવ થશે. બચત થાય નહીં, નુકસાન કે છેતરપિંડીનો યોગ છે. નોકરીના ક્ષેત્રે સારી તક અને લાભના સંજોગો સર્જાશે. સમય પ્રગતિકારક છે. વેપારી વર્ગને ધંધાકીય મુશ્કેલીઓ દૂર થશે. ધંધાકીય પ્રશ્નોનો ઉકેલ મળશે. પ્રયત્નો ફળતાં જણાશે. જમીન-મકાન વિષયક કામકાજોમાં સફળતા વધશે. મિલકતના કામકાજો પાર પડતા જણાય. કૌટુંબિક ઉપાધિઓથી હવે હળવાશ મળશે. સંયુક્ત કુટુંબના પ્રશ્નો યથાવત્ રહે. ભાતૃવર્ગનો સહકાર મળે.

કર્ક (ડ,હ)ઃ કોઈને કોઈ પ્રકારની અશાંતિ યા વિખવાદોના પ્રસંગો આવશે. આથી શાંતિ અને માનસિક સંયમ કેળવી લેજો. લાગણીઓ પર કોઇ પણ બાબતની અસર થવા દેશો નહીં. બને તેટલા વ્યવહારિક બનજો. નાણાંકીય દૃષ્ટિએ આ સમય મુશ્કેલીમાંથી બહાર લાવનાર નીવડશે. અચાનક લાભ કે મદદનો યોગ છે. કેટલાક વિશેષ ખર્ચાઓ કરવા પડશે. જોકે જોગવાઇ કરી શકશો. નોકરિયાત અને ધંધાદારી વ્યક્તિને મહત્ત્વની મુલાકાત થશે, જે લાભદાયી બનશે. હાથ ધરેલી કામગીરીઓ સફળતાપૂર્વક પાર પડશે. કેટલાક વિરોધીઓ અંતરાય નાંખવાની કોશિશ કરશે, જેને નાકામિયાબ બનાવી શકશો. મકાન-વાહનના મુદ્દે સમય પ્રતિકૂળતા સૂચવે છે. થોડીઘણી હેરાનગતિ પણ જોવા મળે. થોડુંક ટેન્શન રહેશે.

સિંહ (મ,ટ)ઃ કેટલાક પ્રસંગોથી ચિંતામુક્ત બની શકશો. એકંદરે માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નવીન પરિસ્થિત સાથે સાનુકૂળતા સાધશો તો વધારે આનંદ માણી શકશો. ધંધા-વેપારમાં પરિસ્થિત વધુ બગડે નહિ તે જોવા ખર્ચાઓ પર કાબુ રાખજો. આવક વધવાના પ્રયત્નો ખાસ સફળ થશે નહિ. મદદ-સહાય મળી રહેશે. નોકરિયાતને સમસ્યાઓના ઉકેલમાં સાનુકૂળતા સર્જાશે. વિરોધીઓ - હિતશત્રુઓથી નુકસાન થશે નહિ. ધંધા-વેપારના ક્ષેત્રે સફળતા લાભ જણાશે. મકાનની લે-વેચ જેવા કાર્યોનો ઉકેલ લાવવા વધુ પરિશ્રમ કરવો પડે. વિઘ્નો બાદ સમસ્યા ઉકેલાય. નવા મકાનમાં રહેવા જવાના સંજોગો આવશે. કૌટુંબિક પ્રશ્નો હશે તો હલ થશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહમાં અવરોધો વચ્ચેથી માર્ગ કાઢીને પ્રગતિ સાધી શકશો. મહત્ત્વના નિર્ણયો લાભદાયી થશે. મૂંઝવણોનો ઉકેલ મળશે. રચનાત્મક કાર્યો સફળ થશે. સ્નેહીજનોથી સહકાર અને મદદ મળશે. આવકની દૃષ્ટિએ આ સમય ઠીક ઠીક ગણી શકાય. ઉઘારણીના કામકાજો દ્વારા આવક વધે. નોકિરયાતોને બઢતી આડે વિઘ્ન હશે તો દૂર થશે. બદલી અંગેના પ્રયત્નો સફળ થશે. ધંધા-વેપારના કામકાજો માટે પણ સમય વિકાસકારક રહેશે. નવીન કોલ-કરારો થાય. અગવડોમાંથી માર્ગ મળે. જમીન-મકાનની ફેરબદલીનું કામ ખોરંભે પડતું જણાય. જોકે હતાશ થયા વિના પ્રયત્નો ચાલુ રાખવા.

તુલા (ર,ત)ઃ કોઇ નક્કર કારણ વિના માનસિક ઉત્પાત કે અજંપો વર્તાશે. લાગણીઓ કે સ્વમાન ઘવાયા તેવા પ્રસંગો પણ બેચેન બનાવશે. આત્મવિશ્વાસ અને ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા વડે જ તમે રાહત મેળવી શકશો. તમારા વિચારો અને હેતુને વળગી રહેજો. નાણાંકીય પરિસ્થિતિમાં નોકરિયાતો માટે આ સમય પ્રગતિકારક અને સફળ જણાય. લાંબા સમયથી અટવાયેલા લાભ મળે. કામકાજ પાર પડે. સારી તક મળે. વેપારમાં ઉન્નતિ જણાય. વિરોધીઓ અને હરીફો પર વિજય મળે. આ સમયના ગ્રહયોગો મકાન-સંપત્તિના કામકાજો માટે પ્રતિકૂળતા - મુશ્કેલી સૂચવે છે.

વૃશ્ચિક (ન,ય)ઃ વિકાસની કોઈ નવી કેડીનો માર્ગ મોકળો થતાં આશા-ઉત્સાહ વધશે. શાંતિનો અનુભવ થાય. આ સપ્તાહમાં મહત્ત્વનું કામ સફળતાપૂર્વક પાર પડતાં આનંદ મળે. આર્થિક સમસ્યાઓનું નિરાકરણ આવશે. આવક અને નાણાંકીય જરૂરિયાત માટેના પ્રયત્નો સફળતા સૂચવે છે. નોકરી કે ધંધા સંબંધિત બાબતો માટે આ સમયમાં વિકાસની તક છે. કોઈની મદદ ઉપયોગી થાય. સ્થાનપ્રાપ્તિ કે સ્થાનવૃદ્ધિની આશા ફળદાયી બને. મકાન-મિલકતની બાબતો માટે ગ્રહો હજુ સુધારો સૂચવતા નથી. પરિસ્થિતિ જેમની તેમ રહે. સંઘર્ષ-વિવાદના પ્રસંગો ન સર્જાય તે જોવું રહ્યું.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ માનસિક તંગદિલી કે અકળામણ વધશે. અકારણ ચિંતાઓથી અંતઃકરણમાં અશાંતિનો અનુભવ થાય. આત્મશ્રદ્ધા થકી આવી અજંપિત સ્થિતિમાંથી મુક્તિ મેળવી શકશો. નાણાંકીય જવાબદારીઓ વધતી જણાશે. આવક કરતાં ખર્ચના પ્રસંગો અને લાભમાં અંતરાય જણાશે. કોઇને ધીરધાર કરવી નહીં. મોટા સાહસમાં પડશો નહીં. નુકસાન-હાનિના યોગ છે. નોકરિયાતોને ઉત્સાહ વધે તેવી તક મળે. ઉન્નતિનો માર્ગ ખૂલતો જણાય. વિરોધીઓના હાથ હેઠા પડશે. વેપાર-ધંધા કે ઉદ્યોગના ક્ષેત્રમાં વાતાવરણ મૂંઝવણભર્યું લાગશે.

મકર (ખ,જ)ઃ ચિંતાનો બોજ હળવો થાય. ઉત્સાહપૂર્વક આગળ વધી શકશો. મનના ઓરતા પૂર્ણ થતા લાગે. એકંદરે સારુ સપ્તાહ છે. આ સમયમાં આર્થિક પ્રશ્નો હલ કરવા માટે વધુ સજાગ રહેવું યોગ્ય છે. એક સાંધતા તેર તૂટે તેવી પરિસ્થિતિ સર્જાય નહીં તે જોજો. ઉઘરાણી મેળવવા માટે વધુ પ્રયત્નો કરવા પડે. નોકરિયાત વર્ગ માટે આ સમય પ્રોત્સાહક જણાય છે. બઢતી-બદલીના સંજોગો ઉભા થાય. ઉપરી સાથે સંબંધો સારા રહે. સહકર્મચારી સાથે વિવાદ ન સર્જાય તેની કાળજી લેજો. વેપારી વર્ગ સાવચેતીથી ચાલશે તો સારા લાભ મેળવી શકશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ મનોવ્યથા અને બેચેનીના પ્રસંગો માનસિક સંઘર્ષ પેદા કરશે. નકારાત્મક વિચારો છોડશો તો જ શાંતિ મળશે. ધીરજ અને સમતાના ગુણ કેળવી લેવા. આયોજનો સાકાર કરવા માટે જોઈતા નાણાં મેળવવામાં અવરોધ જણાશે. આવક કરતાં ખર્ચ ચૂકવણીનો બોજ વધુ રહેતાં આ સમય ચિંતામાં પસાર થાય. સરકારી નોકરિયાતોને ઇચ્છિત સફળતા મળે નહીં. ઉપરી સાથે ઘર્ષણ - વિવાદના પ્રસંગો બનશે. બદલી-બઢતીમાં અવરોધ નડે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ પરિસ્થિતિ પ્રતિકૂળતાભરી રહેશે. જમીન-મિલકતના કામકાજોમાં પ્રગતિ થાય. સફળતા અને પ્રગતિ જણાશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ દરમિયાન જોઈતી તકો પ્રાપ્ત કરી શકશો. ઉમંગ-ઉત્સાહમાં વધારો થાય. સક્રિયતા વધશે. માનસિક તાણ હળવી બનાવી શકશો. અન્યોને ધીરેલા - ફસાયેલા નાણાં પરત મળશે. આવકમાં વધારો થતાં રાહત વર્તાશે. માર્ગમાં આવતા વિઘ્નો અને અંતરાયો દૂર થતાં પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. વિરોધીઓ ખુલ્લા પડતાં જણાશે. સાનુકૂળ માહોલ સર્જાશે. ધંધા-વેપારમાં નવીન તકો મળે. સારા મકાનમાં રહેવા જવાની ઇચ્છા સાકાર થશે. સંપત્તિના કામમાં સફળતા મળે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રગતિ થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter