તા. ૯ મે, ૨૦૧૫થી ૧૫ મે, ૨૦૧૫

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 06th May 2015 11:17 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ મનની મુરાદો મનમાં રહેતી જણાય. અશાંતિ અને ઉદ્વેગ વધશે. અકારણ ચિંતાનો અનુભવ થાય. નાણાકીય પરિસ્થિતિ વધુ કટોકટીરૂપ બને. આવક ઘટે અને ખર્ચા વધે તેવી સ્થિતિ જોવા મળે. કરજનો ભાર યથાવત્ જણાય. ખોટા ખર્ચ ન વધે તેની કાળજી રાખજો. નોકરિયાત વર્ગને આ સમયમાં કેટલીક સાનુકૂળ તક મળશે. મહત્ત્વના કામમાં સફળતા જણાય. વિરોધીઓ શાંત પડે. બદલીના યોગ પણ જણાય છે.

વૃષભ (બ,વ,ઉ)ઃ તમારી મહત્ત્વની કામગીરીમાં સફળતા મળશે. આ સમયમાં પરિવર્તનકારી પરિસ્થિતિ જણાશે. ઉત્સાહ વધે. માનસિક સ્વસ્થતા અને સમતોલન જાળવી શકશો. મહત્ત્વના સમાચારથી આનંદ મળશે. આવકનું પ્રમાણ વધારી શકશો. જરૂરિયાત મુજબ નાણાકીય જોગવાઈ થઈ શકશે. નોકરિયાતને પરિવર્તન યોગ છે. વેપાર-ધંધામાં કેટલીક મુશ્કેલીઓ બાદ કરતા એકંદરે પ્રગતિકારક છે.

મિથુન (ક,છ,ઘ)ઃ રચનાત્મક પ્રવૃત્તિઓ પાર પડશે. કોઈ અગત્યના મૂંઝવતા પ્રશ્નોમાં ઉકેલ મળતાં ઉત્સાહ વધશે. લાંબા ગાળાથી અટવાયેલા કાર્યોનો નિકાલ આવશે. નાણાકીય દૃષ્ટિએ આ સમયમાં અણધાર્યો લાભ કમાઈ લેવાની લાલચમાં પડશો નહીં. આવકનું પ્રમાણ વધવાનો યોગ નથી, પણ વધુ પડતાં ખર્ચાઓ રહેવાના યોગો પ્રબળ છે. નાણાં સાચવીને વાપરવાની સલાહ છે. નોકરિયાતોને કામકાજનો બોજો વધતા લાગે.

કર્ક (ડ,હ)ઃ મનોવ્યથા કે બેચેની વધે તેવા પ્રસંગો માનસિક સંઘર્ષ પેદા કરશે. નકારાત્મક અને આવેશાત્મક વલણ વધવા દેશો તો તાણ વધશે. ધીરજ, સમતા અને સંયમને મૂળ મંત્ર માનવો. નાણાકીય જરૂરિયાતો અને તે માટે જરૂરી નાણાં મળવામાં અવરોધ જણાશે. નાણાકીય આવક કરતાં ખર્ચ ચૂકવણીનો બોજ વધુ રહેતાં આ સમય ચિંતામાં પસાર થાય. સરકારી નોકરિયાતોને જોઈતી સફળતા મળે નહિ. ઉપરી સાથે ઘર્ષણ વિવાદના પ્રસંગો આવે.

સિંહ (મ,ટ)ઃ આ સમયમાં માનસિક મૂંઝવણ વધે તેવા પ્રસંગો પેદા થશે. ધાર્યું કામ સારી રીતે પાર ન પડવાથી તાણ વધશે. અંગત અને સાંસારિક પ્રશ્નોથી તમારી સ્વસ્થતા અને શાંતિમાં ખલેલ પડતી જણાશે. ગ્રહયોગો દર્શાવે છે કે આર્થિક મુશ્કેલી અને નાણાંની તંગી સાલશે. નોકરિયાતોને મહત્ત્વની સમસ્યાઓનો ઉકેલ મળી આવતા આનંદ થશે. બગડેલી બાજી સુધારી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે આ સમય અનુકૂળ અને પરિવર્તન સૂચક જણાય.

કન્યા (પ,ઠ,ણ)ઃ લાગણીઓના ઘોડાપૂરમાં વધુ તણાશો તો ઉશ્કેરાટ, વ્યથા અને માનસિક તંગદિલી સિવાય કશું મળવાનું નથી. ધીરજ અને સંયમથી વર્તશો તો ઘણી સમસ્યાઓ આપોઆપ ઉકેલાતી જણાશે. મુશ્કેલીઓને કુનેહપૂર્વક પારા કરી શકશો. નાણાકીય આયોજનને વ્યવસ્થિત રાખવું જરૂરી છે. આમાં ચૂક થશે તો કટોકટી વધશે. ખોટા ખર્ચ વધી જવા સંભવ છે. હજુ અટવાયેલા લાભ કે ઉઘરાણીઓ મેળવવામાં વિલંબ જણાશે.

તુલા (ર,ત)ઃ લાગણીઓના કારણે માનસિક ઉત્પાતનો અનુભવ થાય. મનના આવેગોને કાબુમાં રાખજો. વ્યર્થ વાદવિવાદના પ્રસંગો ઊભા ન થાય તે જોવું જરૂરી છે. જરૂરિયાતના પ્રમાણમાં તમારી આવક ઓછી રહેતા તંગી જણાય. ઉઘરાણીઓ ફસાય નહીં તેની કાળજી રાખજો. જવાબદારી વધારશો નહીં. નોકરિયાતોને અંતરાય હશે તો દૂર થશે. તેમના ગૂંચવાયેલા પ્રશ્નો હલ થશે. બઢતી-બદલીના પ્રશ્નો ઉકેલાશે.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં કંટાળો કે થાક વધતો જણાશે. લાગણીઓના ઘોડાપુરને કાબૂમાં રાખવું જરૂરી છે. નાણાકીય દૃષ્ટિએ ધાર્યું આયોજન પાર પડે નહીં. આવક વધારો સામાન્ય જણાય, પરંતુ તે સામે જાવક - ખર્ચ વિશેષ રહેશે. આમ નાણાકીય સંકડામણ અનુભવવી પડશે. નોકરિયાતોને વધુ પ્રયાસે કાર્યસફળતા મળે. બઢતી-બદલીના અટકેલા કામકાજો વિલંબથી પણ પાર પડશે. વેપાર-ધંધાના ક્ષેત્રે જણાતી સમસ્યાઓ સારી રીતે ઉકેલવા માટે ઉકેલ મેળવી શકશો.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ અંગત સમસ્યાઓ તથા કાલ્પનિક ભયના કારણે માનસિક સ્વસ્થતા જાળવી રાખવી મુશ્કેલ બનશે. ગૂંચવાયેલા આર્થિક પ્રશ્નોનો ઉકેલ મળશે. જરૂરી નાણાકીય વ્યવસ્થા કરી શકશો. નોકરીમાં પરિવર્તન કે બદલીના કામ પાર પડશે. ધંધા-વેપારના ક્ષેત્રે જણાતી મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થતી જણાશે. મકાનની લે-વેચના કામમાં ધારી સફળતા મળવાની શક્યતા ઓછી છે.

મકર (ખ,જ)ઃ માનસિક તથા શારીરિક સ્વસ્થતા એકંદરે જળવાશે. ઉત્સાહપૂર્વક કામકાજો થાય. કોઈ સારા પરિચયો કેળવાશે. આર્થિક જવાબદારીઓ અને અગત્યની લેવડદેવડના કામકાજ માટે આ સમય સાનુકૂળ બનશે. નવા સંબંધોથી લાભ મળે. ફસાયેલા કે અટવાયેલા લાભ મેળવવાના પ્રયત્નો ફળશે. સામાજિક અને કૌટુંબિક કારણસર ખર્ચમાં વધારો થાય. જમીન-મકાનના પ્રશ્નો ગૂંચવાશે અથવા તો વિલંબમાં પડશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ લાગણી અને આક્રોશને કાબૂમાં રાખશો તો જ સ્વસ્થતા અને શાંતિ મેળવી શકશો. ખોટી ગેરસમજોના કારણે વ્યથા, વિષાદ જણાશે. આર્થિક સ્થિતિ વધુ તંગ કે મુશ્કેલ ન બને તે માટે ખોટા ખર્ચને અંકુશમાં રાખજો. પુરુષાર્થ જારી રાખશો તો સમસ્યાનો હલ મેળવી શકશો. નોકરિયાતને માર્ગ આડેના અવરોધો ધીમે ધીમે દૂર થતાં જણાશે. પ્રગતિનો માર્ગ ખુલ્લો થાય.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહમાં નાણા આવશે પણ ખરાં, અને ખર્ચાઈ પણ જશે. વાણી પર લગામ નહીં રાખો તો મિત્રો-સ્વજનો સાથેના સંબંધો બગડી શકે છે. સગાં-સ્વજન તરફથી શુભ સમાચાર મળશે. નાણાભીડ દૂર કરવા લોન લેવી પડશે. નુકસાનથી બચવું હોય તો સાહસિક વૃત્તિને અંકુશમાં રાખવી જરૂરી. માતા-પિતા સાથે વિવાદ થાય. પેટની ગરબડ રહે. બ્લડપ્રેશરની તકલીફ હોય તો સંભાળવું. સરકારી કાર્યોના ઉકેલમાં થોડો વિલંબ થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter