તા. 2 ડિસેમ્બર 2023થી 8 ડિસેમ્બર 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 01st December 2023 04:52 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ ગૂંચવાયેલા પ્રશ્નોનું નિરાકરણ મળશે. નવીન કાર્યવાહી થકી પ્રગતિકારક તેમજ આશાસ્પદ સંજોગ સર્જાતા ઉત્સાહ વધે અને ચિંતાનો બોજો હળવો થાય. તમારે આર્થિક બાબતો પર વધુ ધ્યાન આપવું પડશે. જરૂરી ખર્ચા પર અંકુશ રાખવો અનિવાર્ય બનશે. નોકરિયાત ક્ષેત્રમાં અટવાયેલાં કાર્યો પૂર્ણ થાય, જેના કારણે પ્રશંસા થાય. વિદ્યાર્થી વર્ગ માટે પણ સમયની સાનુકૂળતા સારી છે. એડમિશન વિગેરેના કામકાજોમાં સફળતા મળે. પ્રવાસ–પર્યટનથી લાભના યોગ છે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ મનોસ્થિતિમાંથી બહાર આવવા માટેના તમારા પ્રયત્નો સફળ થાય. પ્રાથમિકતાઓ અહીં નક્કી કરીને આગળ વધશો તો સફળતા પ્રાપ્ત કરશો. પરિવાર અને આર્થિક જવાબદારી સતત ધ્યાન માંગી લેશે. નોકરિયાત વર્ગ નવી શરૂઆતો તેમજ કાર્યવૃદ્ધિ થકી લાભ મેળવી શકશે. ધંધાકીય ક્ષેત્રમાં પણ નવા સાહસ કરી શકશો. મકાન–મિલકતની બાબતોનો ઉકેલ આવે. દાંપત્યજીવનમાં જો જીવનસાથીનો વિયોગ હોય તો અહીં મિલન થાય અને સુખમય સમય વ્યતીત થઈ શકે.

• મિથુન (ક,છ,ઘ)ઃ તમારા આ સમયના ગ્રહયોગ સારી ભૂમિકા અને પ્રગતિનો માર્ગ સર્જી આપશે. સફળતા તમારા કદમ ચૂમશે. આર્થિક પરિસ્થિતિ પણ સુધરશે. ધંધાકીય ક્ષેત્રમાં ભાગીદારી કરતાં પહેલાં ખૂબ વિચારશો. નોકરિયાત વર્ગ માટે નવી નવી તકો હાથ લાગે. કોર્ટકચેરીના કાર્યોમાં પણ સફળતા પ્રાપ્ત થાય. ઈમિગ્રેશન–વિઝાના અટવાયેલા કાર્યમાં આશાનું કિરણ પ્રાપ્ત કરી શકાય. આરોગ્ય બાબતે થોડી કાળજી માંગી લેશે. માંગલિક પ્રસંગો સર્જાય. સંતાનોના અભ્યાસ બાબતે થોડી ચિંતા રખાવે.
• કર્ક (ડ,હ)ઃ આપના પ્રયત્નો સફળ થાય, જેના કારણે વધુ મહેનત કરવા માટે જાગૃત બનશો. ગમેતેવાં સંજોગોમાં પણ આપની સૂઝબૂઝ થકી કાર્ય કરવાની ટેવ અહીં કામ લાગે. ધંધાકીય ક્ષેત્રમાં નવા ધીરધાર – મૂડીરોકાણ થઈ શકે. જવાબદારીનો બોજો વધશે. કૌટુંબિક અને વ્યવસાયિક કાર્યોમાં બેલેન્સ જાળવી રાખવું મુશ્કેલ બને, તેમ છતાં આપ કોઈને કોઈ વચલો માર્ગ શોધી શકશો. નોકરિયાત વર્ગને બદલી-બઢતીના ચાન્સીસ રહેશે. વિદ્યાર્થીઓને મહેનત છતાં પરિણામમાં અસર દેખાય નહીં. સંતાનોની લગ્નવિષયક બાબતોમાં આગળ કાર્યવાહી થાય.
• સિંહ (મ,ટ): સમયની કિંમતને ઓળખવી જરૂરી રહેશે. જો હાથ લાગેલો સમય વહી જશે તો પસ્તાવાનો વારો પણ આવી શકે છે. અનેક પ્રકારના ચઢાવ–ઉતાર બાદ સારી એવી તકો હાથ લાગશે, જેને વ્યર્થ ન જવા દેવાની સલાહ રહેશે. નાણાકીય તકલીફો દૂર થાય. વ્યવસાય માટે વધુ માર્કેટિંગ અથવા તો હરીફાઈમાં ટકી રહેવા માટે બદલાવ લાવવા જરૂરી રહેશે. નોકરિયાત વર્ગને સહકર્મચારી સાથે વાદ–વિવાદમાં ન ઉતરવા સલાહ છે. નાની સફળતા થોડીક આનંદની પળો આપી જાય.
• કન્યા (પ,ઠ,ણ)ઃ તમારી સર્જનાત્મક પ્રતિભા અને ક્ષમતાઓને બહાર લાવવી જરૂરી રહેશે, જે તમને બધાં કરતાં અલગ પાડશે. તમારા વ્યવસાયિક જીવનમાં પણ સકારાત્મક અભિગમ લાવશે. ઉદ્યોગજગતમાં આ સપ્તાહના મધ્યમાં કેટલાક મોટા સોદા કરવા માટે સારી એવી તકો હાથ લાગી શકે છે. જોકે, અંગત જીવનમાં થોડાઘણા વિક્ષેપો આવે એવી સંભાવનાઓ રહેશે. નોકરીમાં પ્રગતિ સાધી શકશો. નવી નોકરી અથવા જગ્યા પણ બદલી શકશો.

• તુલા (ર,ત)ઃ આ સપ્તાહ લાભદાયી રહેશે. તમારા સપનાંઓને સાકાર કરી શકશો. આર્થિક રીતે પણ સમય આપની તરફેણમાં રહેશે. વ્યવસાયિક નિર્ણયો લેતી વખતે તમારી ક્ષમતાઓ ઉપર વિશ્વાસ રાખીને આગળ વધશો તો દરેક પરેશાનીનો ઉકેલ મેળવી શકશો. પ્રોપર્ટીને લગતા વ્યાપારમાં ફાયદો થાય. વિવાહ ઈચ્છતા યુવક–યુવતીઓને યોગ્ય પાત્ર મળવાની શક્યતા છે. ઘરમાં માંગલિક પ્રસંગોનું આયોજન થાય.

• વૃશ્ચિક (ન,ય)ઃ જવાબદારીના ભારણને કારણે મન થોડું બેચેન રહેશે. જોકે દરેક પળને મન ભરીને જીવતા શીખી જશો તો જીવનનો ભરપૂર આનંદ માણી શકશો. ઘરના વડીલો સાથે પણ થોડોક સમય પસાર કરો. આ સમય નાણાકીય રીતે નહીં નફો નહીં નુકસાનવાળો રહેશે. વ્યવસાયિક ક્ષેત્રમાં પરિસ્થતિનું સંપૂર્ણ વિશ્લેષણ કરી આગળ વધશો તો કોઈ તકલીફ સહન કરવી પડશે નહીં. સામાન્ય આંખ–પેટદર્દ કે માથાના દુઃખાવાની તકલીફ આ સપ્તાહ દરમિયાન વધતી જોવા મળશે.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ ભૂતકાળની અસફળતાને દૂર કરી જીવનમાં નવી આશાનો સંચાર કરે એવી સમયની ગ્રહચાલ જોવા મળશે. વ્યક્તિગત ચિંતામાંથી બહાર આવી શકશો. આર્થિક સમસ્યાઓનું સમાધાન મળતાં હજી થોડી વાર લાગે, છતાં બેલેન્સ જળવાઈ રહેશે. વ્યવસાયિક અનુશાસન જાળવી રાખશો તો સફળતા મેળવી શકશો. માતા-પિતાના સ્વાસ્થ્યને કારણે થોડીઘણી મુશ્કેલીઓ ઊભી થાય. નોકરીમાં સ્થાનફેરની ઈચ્છાઓ પૂર્ણ કરી શકશો.
• મકર (ખ,જ)ઃ આ સપ્તાહ દરમિયાન કોઈના ભરોસે બેસી રહેવા કરતાં જો જાતે જ કાર્યભાર ઊપાડી લેશો તો અવશ્ય સફળતા પ્રાપ્ત કરી શકશો. પોતાના વિશ્વાસને વધુ મજબૂત બનાવવાની અહીં જરૂરી જણાય. બાકી નીકળતાં જૂનાં લેણાં અહીં પરત મળે. કાર્યક્ષેત્રમાં - ધંધામાં આપના કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ બનાવવો જરૂરી રહેશે. કરિયર અંગેના મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે કોઈ વડીલની સલાહ ઉપયોગી પુરવાર થશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ અપેક્ષાઓ બર ન આવતાં મનોસ્થિતિ અસ્વસ્થ જોવા મળે, અબત્ત જો મનોબળ વધુ મજબૂત બનાવશો તો આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકશો. જરૂરી ખર્ચાઓ કે મૂડીરોકાણ અંગેની સમસ્યાનો ઉકેલ મેળવી શકશો. લોન કે બાકી રહેતાં નાણાંની જોગવાઈ પૂરી કરી શકશો. ધંધા-વ્યવસાયના કાર્યોમાં ભાગદોડ વધુ જોવા મળે. નોકરીના ક્ષેત્રમાં બદલી-બઢતીના યોગો બળવાન રહેશે. પારિવારિક પ્રસંગોને કારણે થોડી વ્યસ્તતામાં વધારો થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ તમારી આસપાસની પરિસ્થિતિમાં હકારાત્મક ફેરફાર લાવવા જરૂરી રહેશે. ઈગો અને ઓવર કોન્ફિન્ડ્સ તમને જ નુકસાન પહોંચાડી શકે છે. ધાર્મિક અને આધ્યાત્મિક્તા તરફ થોડું વધુ ધ્યાન આપશો તો તે તમારા જ ફાયદામાં રહેશે. ધંધા-વ્યવસાયમાં નવા પ્રોજેક્ટ ઉપર કામ શરૂ કરી શકશો. નોકરીમાં તમારા સહકર્મચારી સાથેના વ્યવહારમાં ખાસ ધ્યાન રાખશો. આકસ્મિક પ્રવાસના આયોજનથી થોડી દોડધામ થશે, પણ સરવાળે હળવાશ અનુભવશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter