સાપ્તાહિક રાશિ ભવિષ્ય

તા. ૧૫ નવેમ્બરથી ૨૧ નવેમ્બર, ૨૦૧૪

જ્યોતિષી ભરત વ્યાસ Thursday 06th November 2014 08:00 EST
 

મેષઃ સપ્તાહમાં તમારા વિચારોને અમલમાં મૂકવા અશક્ય લાગતા તંગદિલી વધશે. નાણાંકીય સંજોગો સુધરવામાં સમય લાગશે તેથી સમજીવિચારીને ખર્ચ કે સાહસ કરજો. બચત અશક્ય બનશે. આ સમયમાં નોકરીના ક્ષેત્રે કોઈ સારી તક મેળવી શકશો. તમારી વર્તમાન નોકરીનાં ક્ષેત્રે પણ પરિવર્તનની શક્યતા છે. વિરોધીના કારણે પ્રતિકૂળતા જણાય. વેપાર-ધંધામાં પરિસ્થિતિ યથાવત્ રહેશે. મકાન-જમીનની બાબતોમાં સમયનો સાથ જણાતો નથી.

વૃષભઃ માનસિક રીતે એકંદરે આ સમય સારો નીવડશે. સ્વસ્થતા વધશે. પ્રગતિકારક નવરચનાઓને કારણે તમારી મૂંઝવણો દૂર થવા લાગશે. આર્થિક બાબત અંગે તમારે વધુ પ્રયત્નશીલ અને જાગૃત રહેવું જરૂરી સમજજો. ઝડપી આવકની આશા ફળે નહીં. નોકરિયાત માટે આ સમય પ્રગતિકારક અને સફળતા આપનારો છે. તમારા કામકાજ પાર પાડી શકશો. વેપારમાં ઉન્નતિ જણાય. સંપત્તિના પ્રશ્નોથી માનસિક ચિંતા રહેશે. જમીન-મકાનના કામકાજો અણઉકેલ્યા રહેશે.

મિથુનઃ આક્રોશ પર સંયમ રાખશો તો જ સ્વસ્થતા અને શાંતિનો અનુભવ થશે. ગેરસમજોના કારણે ઉભા થયેલા વ્યથા-વિષાદના પ્રસંગો આ રીતે જ હળવા કરી શકશો. આર્થિક સ્થિતિ વધુ તંગ કે મુશ્કેલ ન બને તે માટે હવે વધુ જાગૃત બનવું જરૂરી છે. ખોટા ખર્ચ થવા ન દેશો. ધીરજપૂર્વક પુરુષાર્થ કરશો તો સમસ્યાઓ હલ થશે જ. આવકનું પ્રમાણ ઘટતું જોવા મળશે. નોકરિયાતોના માર્ગ આડે જણાતા અવરોધ ધીમે ધીમે દૂર થતાં જણાશે.

કર્કઃ આ સમય દરમિયાન વિનાકારણ ચિંતાથી માનસિક તાણ સર્જાતી જણાય. તમારા પ્રયત્નો ધીમે ધીમે સફળ થતાં જણાશે. કેટલાક ઉદ્વેગજનક પ્રસંગોને કારણે અશાંતિ અનુભવાય. નાણાકીય દૃષ્ટિએ આ સમય એકંદરે સાનુકૂળ નીવડશે. તમારા અટવાયેલા લાભો પ્રાપ્ત થતાં જણાય. નોકિરયાત માટે આ સમય અગત્યના કાર્યોમાં પ્રગતિ સૂચવે છે. ઉપરી સાથેના સંબંધો જળવાઈ રહે. નવીન તક મળે તે ઝડપી લેજો. વેપાર-ધંધાના ક્ષેત્રે મુશ્કેલીના સંજોગો દૂર થતાં જણાય.

સિંહઃ આ સમયમાં તમારા માર્ગ આડેના વિઘ્નો માનસિક તાણ પેદા કરશે. અશાંતિનો પણ અનુભવ થશે. નાણાકીય દૃષ્ટિએ જોઇએ તો આ સમયમાં આવકના પ્રમાણમાં જાવક પણ રહેશે. આંધળા સાહસ ન કરવા નહિતર નુકસાનનો ફટકો સહન કરવો પડશે. કોઈના ભરોસે ધિરાણ ન કરવા સલાહ છે. નોકરિયાત વર્ગને નજીક લાગતો લાભ દૂર ઠેલાતો જણાય. બદલી-પરિવર્તનની તક આવી મળશે. વેપાર-ધંધાના કામકાજોમાં વધુ ધ્યાન આપવું જરૂરી છે.

કન્યાઃ સપ્તાહમાં કેટલાક પ્રસંગોથી ઉત્પાત કે બેચેનીની લાગણી અનુભવશો. પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો ધીરજપૂર્વક કરવાથી વધુ તાણ રહેશે નહિ. મહત્ત્વના પ્રસંગે નાણાકીય સહાય મેળવી શકશો. જૂના લેણા મેળવવાના પ્રયત્નો સફળ થાય. આવકની મર્યાદાને કારણે મનોમૂંઝવણ રહે. તમારા વ્યવસાયના ક્ષેત્રે કેટલીક પ્રગતિકારક તકો મળે તે ઝડપી લેજો. જમીન-મકાનની બાબતે સ્થિતિ હજુ યથાવત્ રહેશે.

તુલાઃ આ સમના ગ્રહયોગ તમને ચિંતા અને ઉદ્વેગના પ્રસંગોની સાથે કેટલાક શુભ પ્રસંગો થકી આનંદ પણ સૂચવે છે. આ સમયમાં મિશ્ર અનુભવો થાય છતાં સપ્તાહ એકંદરે સુખ આપનાર છે. અંગત મૂંઝવણ દૂર થવા લાગે અને આનંદનો પ્રકાશ રેલાશે. આ સમય નાણાકીય દૃષ્ટિએ સાનુકૂળ પરિસ્થિતિનો લાભ આપનાર છે. તમારા પ્રયાસોને સફળતા મળતી જણાય. આવકમાં વૃદ્ધિ કરી શકશો. આ સમયમાં ઊભા થનાર ખર્ચ અંગેની જોગવાઈ કરી શકશો.

વૃશ્ચિકઃ માનસિક અસ્વસ્થતા ચિંતા અને કારણ વિનાના ભયનો અનુભવ થશે. જોકે તે માટે કોઈ કારણ જણાતું નથી. આર્થિક પ્રતિકૂળતા અને મુશ્કેલીમાંથી માર્ગ શોધી શકશો. કરજ-લોનનો પ્રસંગ પણ ઊભો થાય. નોકરીના ક્ષેત્રે રહેલી વિપરીત પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવી શકશો. સંજોગો સુધરતા લાગે. ઉપરીનો સહકાર મળે. ધંધાકીય પ્રશ્નો ઉકેલાશે. વિકાસના માર્ગે આગળ વધી શકશો. સામાન્ય વિઘ્નો સિવાય એકંદરે સાનુકૂળતા છે. મિલકત અંગેની કાર્યવાહીમાં રૂકાવટ જણાય.

ધનઃ તમારા મનની મુરાદ સાકાર ન થતાં માનસિક અશાંતિ અને અજંપો અનુભવશો. માર્ગ આડેના અંતરાયો ધારો છો તેટલા ઝડપથી દૂર ન થતાં નિરાશા જણાશે. આ સમય આવકવૃદ્ધિ કે કોઈ જૂનો લાભ મળતાં રાહત આપતો પુરવાર થશે. તમારા માથેના ખર્ચાઓની જોગવાઈ ઊભી થવાની આશા રહે છે. તમારા કામ પૂરતાં નાણાં મેળવી શકશો. શેર-સટ્ટાથી લાભ નથી. નોકરિયાતો માટે પરિસ્થિતિ ધીમેધીમે સુધરતી જણાશે અને વિરોધી દૂર થતાં લાગે.

મકરઃ અંગત મૂંઝવણો દૂર થતી જણાશે. લાંબા સમયથી અટવાયેલા કાર્યોમાં પ્રગતિ થશે. લાભ મેળવી શકશો. કૌટુંબિક બાબતોથી ખર્ચ વધશે. નાણાકીય દૃષ્ટિએ આ સમયમાં તમારો હાથ ભીડમાં રહે તેમ લાગે છે. ખોટા ખર્ચને રોકજો. ધંધાકીય દૃષ્ટિએ આ સમય ચિંતા અને નાણાભીડમાં પસાર થશે. નોકરિયાતને પ્રગતિકારક તક મળશે જે ભવિષ્યમાં ઉત્તમ પુરવાર થાય. સહકર્મચારીઓ સાથેના વિવાદો દૂર થશે.

કુંભઃ આ સમયમાં વ્યથાઓ વધતી જણાશે. કેટલાક અવરોધોનો સામનો કરવો પડશે. ધાર્યું પરિણામ ન આવતાં નિરાશા જણાય. અહીં આવેગ કે ઉગ્રતા વધે નહિ તેનો ખ્યાલ રાખવો જરૂરી છે. આ સમયમાં નાણાકીય પરિસ્થિતિ પર નજર રાખવી જરૂરી છે. આવક કરતાં ખર્ચનું પ્રમાણ ન વધી જાય તે જોવું જરૂરી છે. જો આર્થિક વ્યવહારો કે કામકાજોમાં સાવધ નહીં રહો તો નુકસાન ભોગવવું પડશે. બાકી ઉઘરાણી મેળવવાના પ્રયત્નોમાં અંતરાયો જણાય.

મીનઃ આ સપ્તાહ તમારા માટે મજાનું તેમ જ સાનુકૂળ નીવડતું જણાશે. તમારી મહેનત ફળતી લાગશે. માનસિક ઉત્સાહ જણાશે. આર્થિક દૃષ્ટિએ આ સમય શુભ હોવાથી તમારી ચિંતા કે બોજો હળવો થાય. નાણાકીય ગોઠવણ માટે સાનુકૂળતા રહેતી જણાશે. ઉઘરાણી કે લેણી રકમો પ્રાપ્ત કરવાના પ્રયત્નો સફળ બનાવી શકશો. નોકરિયાત માટે આ સમય મિશ્ર ફળ આપનાર જણાય છે. વધુ મહેનતે કાર્યસફળતા મળતી જણાશે. બઢતી-બદલીના કામકાજો અટવાયેલા હશે તો વિલંબથી ઉકેલાતા જણાય.


    comments powered by Disqus



    to the free, weekly Gujarat Samachar email newsletter