સાપ્તાહિક રાશિ ભવિષ્ય

તા. ૨૨ થી ૨૮ નવેમ્બર, ૨૦૧૪

જ્યોતિષી ભરત વ્યાસ Friday 14th November 2014 06:51 EST
 

મેષઃ કેટલાક પ્રસંગોથી ચિંતામુક્ત બની શકશો. એકંદરે માનસિક સ્વસ્થતા જાળવી શકાય. નવીન પરિસ્થિતિ સાથે સાનુકૂળતા સધાય તો વધારે આનંદ માણી શકશો. નાણાકીય પરિસ્થિતિ વધુ બગડે નહી તે જોવું રહ્યું. ખર્ચ પર કાબૂ રાખજો. તમારી આવક વધારવાના પ્રયત્નો ઝાઝા સફળ થશે નહીં. મદદરૂપી આવક થાય. નોકરીના ક્ષેત્રે હજુ સંજોગો સુધરતા જણાતા નથી. નોકરી પરિવર્તન માટે હજુ સમય આવ્યો નથી. વેપાર-ધંધામાં સાચવવું જરૂરી છે.

વૃષભઃ આ સમયમાં તમારી માનસિક સ્વસ્થતાને જાળવી શકશો. પ્રવૃત્તિઓ વિકાસ તરફી થતાં તમારો આત્મવિશ્વાસ વધતો જણાશે. અહીં કેટલીક નવરચના અને લાભદાયી તકો મળતાં ઉત્સાહ વધશે. ખર્ચાઓ કે અગત્યના મૂડીરોકાણ માટે જરૂરી નાણાકીય જોગવાઈ થઈ શકશે. એકાદ-બે સારા લાભની આશા જણાશે. નોકરી બદલવાના પ્રયત્નો સફળ થાય. વધુ વિકાસકારક સ્થાન મેળવી શકશો.

મિથુનઃ તમારી તબિયતના કારણે અસ્વસ્થતા જણાય. ખોટી અને કાલ્પનિક ચિંતા જોવા મળશે. માનસિક ભારણ વધતું જણાય. તમારા આર્થિક કાર્યોમાં અંતરાય જોવા મળશે. ખર્ચની શક્યતાઓ વિશેષ જણાય છે. નોકરિયાત વર્ગ માટે આ સમય પ્રગતિકારક અને સફળતા આપનાર જણાય છે. વિરોધીઓના હાથ હેઠા પડશે. વેપાર-ધંધા સંબંધિત નવરચના થાય. ઇચ્છિત તકો પ્રાપ્ત થાય. વિકાસકાર્ય અંગે સાનુકૂળતા જોવા મળશે.

કર્કઃ માનસિક સ્વસ્થતાને જાળવી શકશો. પ્રવૃત્તિઓ વિકાસતરફી થતાં તમારો આત્મવિશ્વાસ વધતો જણાશે. અહીં કેટલીક નવરચના અને લાભદાયી તકો મળતાં ઉત્સાહ વધશે. હાલના ખર્ચ કે અગત્યના મૂડીરોકાણ માટે જરૂરી નાણાકીય જોગવાઈ થઈ શકશે. એકાદ-બે સારા લાભ પણ મળતા જણાશે. નોકરિયાતના નોકરી બદલવાના પ્રયત્નો સફળ થાય. વધુ વિકાસકારક સ્થાન મેળવી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે મહત્ત્વની સફળતા મેળવી શકશો.

સિંહઃ તમારા મનની સ્થિતિ ડામાડોળ બનતી જણાશે. ધીરજની કસોટી થશે. અકારણ ચિંતા છોડવી જરૂરી છે. નહિતર તણાવ વધશે. આવકવૃદ્ધિ સામે હવે ચૂકવણી અને ખરીદીના ખર્ચ વધતાં બચત સંભવિત બને નહીં. અલબત્ત આર્થિક સમસ્યાઓ ધીમે ધીમે ઉકેલી શકાશે. આ સમય દરમિયાન તમારા નોકરીના ક્ષેત્રે કેટલાક પ્રશ્નોથી મૂંઝવણ સર્જાશે, જે ઉદ્વેગ પેદા કરે.

કન્યાઃ સપ્તાહમાં કોઇ કામકાજો ગૂંચવાય નહિ તેનું ધ્યાન રાખજો. ધીરજ અને સ્વસ્થતાપૂર્વક, વ્યવસ્થિત રહીને ચાલશો તો કામકાજનો નિકાલ આવશે. ઉતાવળા બનશો નહિ. મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થતી લાગશે. તમારી આર્થિક બાબતો પ્રત્યે વધુ લક્ષ આપવું જરૂરી છે. આવક-જાવકના બંને પાસાની ગણતરી કરીને જરૂરી ખર્ચ કરવાથી રાહત રહેશે. ગણતરી અને યોજનાબદ્ધ કામ કરવું જરૂરી છે. આર્થિક આયોજન કરી શકશો.

તુલાઃ તમારા પ્રયત્નો ધીમે ધીમે સફળ બનશે. સમય લાભકર્તા બનતા આશા-ઉમંગ વધશે. સારી તકો આવીને મળશે તે ઝડપી લેજો. મનનો બોજો હળવો થાય. નાણાકીય દૃષ્ટિએ સમય સાનુકૂળ અને સફળ નીવડશે. આવનાર ખર્ચ માટેની જોગવાઈ કરી શકશો. લોન-કરજના વગેરેના કાર્યો પાર પડતા જણાશે. નોકરિયાતોને તેમના પ્રયત્નોનું શુભ ફળ મળશે. અવરોધમાંથી નીકળશો. બદલીનો યોગ છે. ધંધા-વેપારની વૃદ્ધિ, વિકાસના આયોજન માટે સમય પ્રોત્સાહક છે.

વૃશ્ચિકઃ આ સમય ઉત્સાહજનક નીવડશે. કોઈ સાનુકૂળ વિકાસની તકો અને કાર્યસફળતાના કારણે એકંદરે માનસિક સુખ અનુભવશો. આર્થિક સ્થિતિ વિકટ અને મૂંઝવણભરી હોવા છતાંય તમને કોઈને કોઇ ઉકેલ મેળવીને કામ કાઢી શકશો. આવકવૃદ્ધિનો માર્ગ મળશે. નોકરી-ધંધાની સમસ્યાઓમાંથી કોઈ સારો ઉકેલ મળે. તેમાંથી ભાવિમાં લાભ માટે ઉન્નતિની તક મળે. મકાન-જમીનના પ્રશ્નો ચિંતા ઉપજાવશે. કૌટુંબિક કારણસર મતભેદ કે વાદવિવાદ જાગશે. શત્રુની કોઇ કારી ફાવે નહીં.

ધનઃ આ સપ્તાહમાં તમારા કામકાજો ગૂંચવાય નહીં તેની કાળજી લેજો. ધીરજથી સ્વસ્થતાપૂર્વક અને વ્યવસ્થિત રહીને ચાલશો તો કામકાજનો નિકાલ આવશે. મુશ્કેલીઓ ધીમે-ધીમે દૂર થતી લાગશે. નાણાકીય દૃષ્ટિએ આ સમય એકંદરે સાનુકૂળ નીવડશે તથા તમારી નાણાકીય જવાબદારીઓને પહોંચી વળાય તેવી વ્યવસ્થા પણ ઊભી કરી શકશો. તમારા અટવાયેલા લાભો મળવાની અને બઢતીની તકો વધશે.

મકરઃ આ સમયમાં આશાસ્પદ સંજોગો સર્જાતા માનસિક શાંતિ અનુભવશો. કાલ્પનિક અને અવાસ્તવિક ચિંતાઓની અસર મન પર પડવા દેશો નહીં. તમારી રચનાત્મક પ્રવૃત્તિઓને વેગ મળશે. લાંબા સમયથી અટવાયેલા લાભ મેળવી શકશો. નાણાકીય મૂંઝવણનો કોઈ સારો ઉકેલ મેળવી શકશો. આવકવૃદ્ધિ માટેના તમારા પ્રયત્નો સફળ થશે. નોકરિયાતને પ્રતિકૂળતામાંથી માર્ગ મળશે. વિરોધીઓના વિઘ્નોને પાર કરી શકશો.

કુંભઃ પૂર્વનિર્ધારિત પ્રવૃત્તિમાં આગેકૂચ કરી શકશો. દૃઢ મનોબળ અને મક્કમ નિર્ધારથી સફળતા મળતાં તમારો ઉત્સાહ વધશે. આવેશોને કાબૂમાં રાખવા જરૂરી છે. આ સમયમાં કોઈ પણ પ્રકારના સાહસમાં નાણાં રોકવા હિતાવહ નથી. ચાલુ આવક સિવાયની આવક વધવાનો કોઇ યોગ નથી. શેરસટ્ટામાં લાભ કરતાં વ્યય વધુ છે. સારી નોકરી મેળવવા પ્રયાસ કરતા હશો તો સફળતા મળશે. મુશ્કેલીમાંથી બહાર નીકળી શકશો.

મીનઃઆ સમયમાં માનસિક વ્યગ્રતાનો અનુભવ થાય. ખોટી ચિંતા અને ટેન્શન જણાશે. સમતા અને સંયમ જ મદદરૂપ થાય. તમારા આર્થિક પ્રશ્નો ગૂંચવાયા હશે તો તેનો ઉકેલ લાવવા માટે વધુ મહેનત તથા પ્રયત્નો જરૂરી બનશે. ઉઘરાણી પાછળ વધુ ધ્યાન આપજો. આ સિવાય અન્ય રીતે પણ તમે નાણાભીડમાંથી માર્ગ મેળવી શકશો. અલબત્ત, તમારું કામ અટકશે નહીં. મહેનત વધુ થશે. ગૃહજીવન કે કુટુંબ બાબતના ખર્ચ વધે. નવા યાત્રા-પ્રવાસ થાય.


    comments powered by Disqus



    to the free, weekly Gujarat Samachar email newsletter