સાપ્તાહિક રાશિભવિષ્ય

તા. ૨૧-૨-૨૦૧૫ થી તા. ૨૭-૨-૨૦૧૫

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 18th February 2015 06:48 EST
 

મેષ (અ,લ,ઇ)ઃ સામાજિક અને જાહેર પ્રવૃત્તિઓના કાર્યમાં યશ મળતાં ઉત્સાહ વધશે. પ્રગતિકારક નવરચના થાય. માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નાણાકીય દૃષ્ટિએ જણાતી તકલીફોમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે. ખર્ચને માટે જરૂરી નાણાની વ્યવસ્થાઓ કરી શકશો. મિત્રો કે સ્વજનો ઉપયોગી બનશે. એકાદ સારો લાભ પણ મળે. નોકરિયાતો માટે સમય મહત્ત્વનો નીવડશે. તમે નોકરીમાં સારું પદ મેળવવામાં સફળ થશો.

વૃષભ (બ,વ,ઉ)ઃ યોજનાઓ અંગે જોઈતી સાનુકૂળતા કે સગવડો ઊભી થતાં પ્રગતિ થશે. સારી તકો મળશે. સફળતાના કારણે માનસિક સ્થિતિ સ્વસ્થ રહેશે. દૃઢતાપૂર્વક આગળ વધી શકશો. આ સમયમાં ખર્ચ-વ્યયનું પ્રમાણ વધતું જણાશે. રોજિંદા ચાલુ ખર્ચ ઉપરાંત ખર્ચ ખરીદી પર કાબૂ રાખજો. લેણી રકમો પૂરતી મળતી ન જણાય. જો નોકરિયાતો હો તો હવે કોઈ મહત્ત્વના ફેરફારો થતાં જણાશે. બઢતીનો માર્ગ રુંધાયો હશે તો હવે ખૂલી જશે.

મિથુન (ક,છ,ઘ)ઃ વિના કારણ પરિસ્થિતિ કે પ્રસંગોથી માનસિક ઉત્પાત વર્તાશે. લાગણીઓ કે સ્વમાન ઘવાય તેવા પ્રસંગો પણ બેચેન બનાવશે. આત્મવિશ્વાસ અને ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા વડે તમે રાહત મેળવશો. તમારા વિચારો અને હેતુને વળગી રહેજો. નોકરિયાતોની બઢતી આડે વિઘ્ન હશે તો તે દૂર થશે. બદલી અંગેના પ્રયત્નો સફળ થશે. વેપાર-ધંધાની પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે.

કર્ક (ડ,હ)ઃ મહત્ત્વની કામગીરીમાં સફળતા મળશે. આ સમયમાં પરિવર્તનકારી પરિસ્થિતિ જણાશે. ઉત્સાહ વધશે. માનસિક સ્વસ્થતા અને સમતોલન જળવાશે. મહત્ત્વના સમાચારથી આનંદ મળે. આવકનું પ્રમાણ વધારી શકશો. જરૂરિયાત મુજબ નાણાકીય જોગવાઈ કરી શકશો. નોકરિયાતોને સ્થાન પરિવર્તન, બદલી અને કેટલીક મુશ્કેલીઓને બાદ કરતા આ સમય એકંદરે પ્રગતિકારક છે. વેપારી વર્ગ અહીં મળતી તકો ઝડપી લેશે તો લાભ છે.

સિંહ (મ,ટ)ઃ માનસિક આનંદ, સ્વસ્થતા અને શાંતિ જણાશે. પ્રગતિકારક સંજોગો આશાનો સંચાર કરશે. મૂંઝવણો હલ થાય. અગત્યના નાણાકીય પ્રશ્નો હલ થતાં સફળતા મળશે. ઉઘરાણી-લેણાંના પ્રશ્નો પતાવી શકશો. જરૂરિયાતના પ્રસંગો માટે યોગ્ય વ્યવસ્થા કરી શકશો. આવક વધતા રાહત મળે. તમારા માર્ગમાં આવતા વિઘ્નો કે અંતરાયો દૂર થતાં પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. વિરોધીઓ ખુલ્લા પડતા જણાશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં કોઈને કોઈ પ્રકારે નાની-મોટી ચિંતાઓના કારણે અશાંતિ-ઉદ્વેગ જણાશે. બેચેની અને અસ્વસ્થતાને કારણે તમે ધાર્યું કરી શકશો નહીં. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધુ રહેતાં મૂંઝવણ જણાશે, જેનો ઉકેલ લાવવા તમારે વધુ પ્રયત્નો કરવા પડશે. નોકરિયાતોને આ સમયના યોગો પ્રગતિકારક અને આશાજનક જણાશે. અગત્યના કામોમાં સફળતા મળશે. વિવાદો કે વિરોધોમાંથી બહાર નીકળી શકશો.

તુલા (ર,ત)ઃ સપ્તાહ વિના કારણ માનસિક અશાંતિ અને બેચેનીમાંથી પસાર થાય તેમ લાગે છે. ઉશ્કેરાટ અને આવેશાત્મક વલણ છોડજો. શાંતિ અને સ્વસ્થતાથી ચાલશો તો કશું જ અનિચ્છનીય બનશે નહીં. તમારી નાણાકીય પ્રગતિ શક્ય બનશે. આવકમાં વૃદ્ધિ થાય. ઉઘરાણીના કાર્યો પતશે. નવીન કામકાજોથી પણ આવક વધશે. ગણતરીપૂર્વક ચાલશો તો લાભ મળશે.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય શુભાશુભ એટલે કે મિશ્ર અનુભવ કરાવશે. તમે જેટલા સક્રિય અને સુવ્યવસ્થિત રહેશો તેટલા સફળ થશો. બેદરકારી, આળસ અને અન્યના ભરોસે રહેવાની વૃત્તિ નુકસાન કરાવશે. નવીન બાબતોનું આયોજન કરવામાં આટલી વાતનું ધ્યાન રાખજો. માર્ગ આડે આવતા અવરોધો દૂર થશે. વિરોધીઓની કારી ફાવશે નહીં. આ સમય દરમિયાન ઊભા થતાં આકસ્મિક ખર્ચાઓ અંગે નાણાકીય મૂંઝવણ જણાશે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ તમારા માર્ગ આડે કેટલાક અવરોધો છે તેને પાર કરવા તરફ તમારા મનની શક્તિને કેન્દ્રિત કરવી પડશે. ઉતાવળા સાહસથી દૂર રહેજો. કોઈની સાથે કારણ વિનાના વિખવાદ કે ઘર્ષણમાં ઉતરવાનું ટાળજો. નાણાંકીય દૃષ્ટિએ સમય સાનુકૂળ હોવાથી જરૂરિયાતો તથા ખર્ચાઓ માટેની આર્થિક વ્યવસ્થા થઈ શકશે. ઉઘરાણીના કામ પાર પડશે. મૂડીરોકાણ લાભદાયક પુરવાર થશે.

મકર (ખ,જ)ઃ મનની ચિંતા કે સમસ્યાઓના ઉકેલ માટે આ સમય સાનુકૂળ છે. અંતરાયોને પાર કરીને સફળતા મેળવી શકશો. આર્થિક જવાબદારી કે કરજના ભારની ચિંતા હશે તો તેના ઉકેલ મેળવશો. અહીં ખર્ચ અને ખરીદીઓ પર અંકુશ રાખશો તો વાંધો નહીં આવે. ઉઘરાણીના નાણા મેળવી શકશો. નોકરિયાત વર્ગે ગુપ્ત શત્રુઓથી સાવધ રહેવું. બદલી કે પરિવર્તનની તક ઊભી થતી જણાય.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહમાં કારણ વિનાની માનસિક અશાંતિ વર્તાશે. તમારા વિચોરાના ઘોડાઓને કાબૂમાં રાખશો તો જ શાંતિ મળે. તમે પરિણામો વિશે વધુ ચિંતા કરશો નહીં. અણઉકેલ્યા નાણાકીય પ્રશ્નનો કોઈ સારો ઉકેલ મળશે. તમારી મૂંઝવણમાંથી માર્ગ મળશે. આર્થિક ચિંતા દૂર થશે. ખર્ચ પર કાપ મૂકવો જરૂરી છે. નોકરિયાતને કામકાજનો બોજો વધશે. વેપાર-ધંધામાં હરીફોથી સાવધ રહેવું. ધાર્યું ફળ મળવામાં વિલંબ થાય.

મીન (દ,ચ,ઝ,થ)ઃ કેટલાક પ્રસંગોથી માનસિક ઉત્પાત કે અજંપો વર્તાશે. તમારી લાગણીઓ કે સ્વમાન ઘવાય તેવા પ્રસંગો પણ બેચેન બનાવશે. આત્મવિશ્વાસ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વડે જ તમે રાહત મેળવી શકશો. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થઈ શકશે. અગત્યની કામગીરીઓ સફળ થતાં લાભ ઊભો થાય. અહીં આવક કરતાં જાવક વધશે. નોકરિયાતોને સમય-સંજોગો મનનો અજંપો વધારે તેવા જણાશે. બદલી-બઢતીના પ્રયત્નોમાં અવરોધ રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter