તા. ૨૮-૨-૨૦૧૫ થી તા. ૬-૩-૨૦૧૫

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 25th February 2015 07:04 EST
 

મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહમાં એક પ્રકારની ઉદાસીનતાની અનુભવ થશે. તમારા વિચારો અમલમાં ન મૂકાતા ચિંતા વધશે. સમય-સંજોગો સુધરવામાં હજુ સમય લાગશે. આથી સમજીવિચારીને ખર્ચ કે સાહસ કરજો. નાણાંનો દુર્વ્યય ન થાય તે જોજો. આવકના પ્રમાણમાં ખર્ચ વધુ રહેતાં બચત અશક્ય બનશે. નોકરીના ક્ષેત્રે કોઈ સારી તક મેળવી શકશો. બદલી-બઢતી શક્ય બને. વિરોધીના કારણે થોડી ચિંતા રહેશે. મકાન-જમીનની બાબતો અંગે સમયનો સાથ મળે તેમ જણાતું નથી.

વૃષભ (બ,વ,ઉ)ઃ તમારો પુરુષાર્થ યોગ્ય દિશામાં કરવાથી નિશ્ચિત સફળતા સાંપડશે. પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. આગળ વધો અને વિજય મેળવો. આર્થિક સમસ્યા ગમે તેટલી ઘેરી હશે તો પણ હલ થશે. નાણાંની સમસ્યાઓને ઉકેલી શકશો. એકાદ-બે સારા લાભ પણ મળશે. તમારા માર્ગમાં આવતાં વિઘ્નો કે અંતરાયો દૂર થતાં પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. વિરોધીઓ ખુલ્લા પડતાં જશે. ઉપરી અધિકારીઓ સાનુકૂળ વલણ દાખવશે. વેપાર-ધંધામાં નવીન તકો મળે.

મિથુન (ક,છ,ઘ)ઃ અકારણ ચિંતાઓ મનને અસ્વસ્થ કરશે. અકળામણ-બેચેની વધતાં જણાશે. અગત્યના પ્રશ્નો હલ થતાં સફળતા મળશે. ઉઘરાણીનાં પ્રશ્નો પતાવી શકશો. જરૂરિયાતના પ્રસંગ માટે યોગ્ય વ્યવસ્થા કરી શકશો. તમારા નોકરીના ક્ષેત્રે કેટલાક પ્રશ્નો મૂંઝવણ સર્જશે, જે ઉદ્વેગ પેદા કરશે. વિવાદાસ્પદ વાતથી દૂર રહેજો. બદલી કે સ્થળાંતર થાય. વેપાર-ધંધામાં પણ પ્રતિકૂળ સંજોગો જણાશે.

કર્ક (ડ,હ)ઃ સપ્તાહમાં એક પ્રકારની ઉદાસીનતા, વ્યગ્રતાની લાગણીઓનો અનુભવ થશે. તમારા વિચારોને અમલમાં મૂકવાનું અશક્ય લાગતા તંગદિલી વધશે. સંજોગો હજુ સુધરવામાં સમય લાગે તેમ હોવાથી સમજી-વિચારીને ખર્ચ કે સાહસ કરજો. નોકરીની પરિસ્થિતિ યા વાતાવરણ તમારી તરફેણમાં જણાશે નહીં. પ્રતિકૂળતા અને અડચણોમાંથી માર્ગ કરવો પડશે. ધંધા-વેપારની બાબતો માટે પણ પરિસ્થિતિ હજુ મૂંઝવતી જણાશે. મકાન-મિલકતના પ્રશ્નો હળવા બનતા જણાશે.

સિંહ (મ,ટ)ઃ માનસિક ચિંતા કે સમસ્યા હશે તો ઉકેલ મળશે. કોઈ મહત્ત્વનું કાર્ય સફળ બનતાં આનંદ જણાય. પ્રયત્નો સફળ થતાં જણાશે. નાણાકીય મુશ્કેલીઓનો ઉકેલ આવતો જણાશે. નોકરિયાતોએ હિતશત્રુઓથી સાવધ રહેવું. માનસિક અકળામણ વર્તાશે. નોકરીને લગતા પ્રશ્નો હજુ યથાવત્ રહે. વેપાર-ધંધાની કામગીરીઓ માટે ગ્રહયોગો મંદ ફળ આપનાર જણાય છે. કૌટુંબિક અને ગ્રહજીવનની બાબતો માટે સમય સાનુકૂળ છે. શુભ કાર્યનું આયોજન થશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય પ્રગતિકારક બનાવોની રચના કરશે. યોજનાઓને આગળ વધતી જોઈને આનંદ અનુભવશો. આ સમયમાં નાણાકીય પ્રતિકૂળતાઓમાંથી માર્ગ મળતાં અટવાયેલા કામો પાર પડશે. નોકરિયાતોના પ્રયત્નો સફળ બનતા જણાય. સમસ્યાઓ કે મૂંઝવણો દૂર થતી લાગશે. વેપાર-ધંધાના ક્ષેત્રે મહત્ત્વના પરિવર્તનો થશે, જે લાભકારક પુરવાર થશે. જમીન-મકાન જેવા મિલકતના પ્રશ્નો ઉકેલાતા જણાશે.

તુલા (ર,ત)ઃ સપ્તાહમાં નોકરી-ધંધાના પ્રશ્નો અંગે કેટલીક અગત્યની તકો પ્રાપ્ત થાય. બદલી-બઢતી, પ્રગતિની નવી તક મળે તો અચૂક ઝડપી લેજો. વર્તમાન નોકરી બદલવાની ઇચ્છા હોય તો ફળશે અને સારી તક પણ મળશે. ધંધા-વેપારના વિકાસને લગતા કામકાજમાં પ્રગતિ થશે. અહીં ભાગીદારી, લગ્નજીવન સંબંધિત પ્રશ્ન હશે તો હલ કરી શકશો. રચનાત્મક પ્રવૃત્તિઓ સફળ પુરવાર થશે. આ સમયમાં અમુક અશુભ ગ્રહયોગોના કારણે વાદ-વિવાદ, તકરારો, આવેશાત્મક પગલાઓ ભરવાથી દૂર રહેવું જરૂરી છે.

વૃશ્ચિક (ન,ય)ઃ માર્ગ આડેનાં વિઘ્નો દૂર થાય. તમારા માર્ગ પર સફળતાપૂર્વક આગળ વધી શકશો. ખર્ચ-વ્યયનું પ્રમાણ વધતું જણાશે. ખર્ચ-ખરીદી પર કાબૂ રાખજો. લેણી રકમ પૂરતી મળે નહીં. આમ છતાં પણ અંતઃસ્ફુર્ણાથી આર્થિક મૂંઝવણમાંથી બહાર નીકળવાનો માર્ગ દેખાશે. નોકરિયાતો માટે સમય સાનુકૂળ નીવડશે. હાથ ધરેલા કામકાજમાં સફળતા યશ મળશે. હિતશત્રુ પર વિજય મળે. વેપાર-ધંધાની સ્થિતિ સુધરતી જણાશે. આવકવૃદ્ધિ, લાભની આશાઓ ફળશે. જમીન-મકાન લે-વેચનું કે સરકારી કામકાજ ઉકેલી શકશો.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ મનોસ્થિતિ ગૂંચવાયેલી રહેશે. અલબત્ત આ મૂંઝવણો કાલ્પનિક વધુ હશે. વાસ્તવિક રીતે મૂંઝવણનો સવાલ નથી. કેટલીક નાણાકીય જવાબદારીઓ વધતી જોવાશે. આવક કરતાં ખર્ચનાં પ્રસંગો વધશે. વિશ્વાસે ધીરધાર કરવાનું વલણ ટાળશો. મોટા સાહસમાં પડશો નહિ. નુકસાન અને હાનિયોગ છે. નોકરીના ક્ષેત્રે વાતાવરણ યથાવત્ રહે. બદલી-બઢતીનો માર્ગ રુંધાશે. વાદ-વિવાદ સર્જાય.

મકર (ખ,જ)ઃ અકારણ માનસિક ઉત્પાત કે અજંપો વર્તાશે. તમારી લાગણી કે સ્વમાન ઘવાય તેવા પ્રસંગો પણ બેચેન બનાવશે. નાણાંકીય પરિસ્થિતિમાં સુધારો થશે. અગત્યની કામગીરીઓ સફળ થતાં લાભ ઊભો થાય. આવક કરતાં જાવકનું પ્રમાણ વધશે. નોકરિયાતને બદલી-બઢતીના પ્રયત્નો આડે હજી અવરોધ જણાશે. સાથીદારો કે ઉપરીઓ દ્વારા યશ-માન ન મળતાં ઉદ્વેગ જણાશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ પુરુષાર્થ યોગ્ય દિશામાં હોવાથી નિશ્ચિત સફળતા સાંપડશે. પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. કાર્યશીલ રહેશો અને ધીરજ ધરશો તો આર્થિક સમસ્યા ગમે તેટલી ઘેરી હશે તો પણ ઉકેલ મળશે જ. એકાદ મહત્ત્વના લાભની આશા ફળશે. નોકરિયાત વર્ગને માર્ગમાં આવતા વિઘ્નો કે અંતરાયો દૂર થતાં જણાશે. પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. વિરોધીઓ ખુલ્લાં પડતાં જશે. વેપાર-ધંધાની પ્રગતિની નવીન તકો મળશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહમાં કાલ્પનિક કારણોસર અશાંતિનો અનુભવ કરશો. તમારા વિચારોના ઘોડાઓને કાબૂમાં રાખશો તો જ શાંતિ શક્ય છે. તમે પરિણામો વિશે વધુ ચિંતા કરશો નહીં. અણઉકેલ્યા નાણાકીય પ્રશ્નોનો કોઈ ઉકેલ મળશે. તમારી મૂંઝવણમાંથી માર્ગ મળશે. ધિરાણ-લોન દ્વારા આર્થિક ચિંતા દૂર થશે. નોકિરયાતોની મૂંઝવણો કે સમસ્યાઓ ઉકેલાતી જણાય. નોકરીમાં કોઈ બદલી કે પરિવર્તનની શક્યતા જણાય છે. યોગ્ય પ્રયત્નો ફળદાયી બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter