હળવે હૈયે...

Wednesday 29th March 2017 07:52 EDT
 

પહેલો સૈનિકઃ તું કેમ આર્મીમાં જોડાયો?
બીજો સૈનિકઃ મારે પત્ની નથી અને મને યુદ્ધ ગમે છે... પણ તારું શું?
પહેલો સૈનિકઃ મારે પત્ની છે, પણ મને શાંતિ ગમે છે.

નટુ તેનો ગધેડો લઈને પશુઓના ડોક્ટર ગટુ પાસે પહોંચ્યો. નટુએ કહ્યું, ‘ડોક્ટર સાહેબ, આ ગધેડો ખાઈ-પીને આખો દિવસ પડી રહે છે. તેના પર કોઈ વજન લાદો તો તે ચાલતો જ નથી.’
ડોક્ટર ગટુએ ગધેડાને ત્યાં જ એક દવા પીવડાવી, એટલે ગધેડો પૂરજોશમાં દોડીને બહાર નીકળી ગયો. નટુએ ડોક્ટરને તેમની ફી પૂછતા ગટુએ દસ રૂપિયા આપવા જણાવ્યું. નટુએ દસને બદલે વીસ રૂપિયા આપીને ડોક્ટરને કહ્યું, ‘ડોક્ટર સાહેબ, મને પણ આ દવા આપો, જેથી હું મારા ગધેડાને પકડીને ઘરે લઈ જઈ શકું.’

એક સવારે નટુ ઊઠ્યો ત્યાર તેનો કૂતરો રોજની જેમ પૂંછડી પટપટાવતો તેની પાસે આવ્યો નહીં એટલે તે કૂતરા પાસે ગયો. તેણે ઘણા પ્રયત્ન કર્યા. પરંતુ કૂતરો સહેજ પણ હલનચલન કરતો ન હતો. આથી તે કૂતરાને લઈને પશુઓના ડોક્ટર ગટુ પાસે ગયો.
ગટુએ કૂતરાની તપાસ કરીને કહ્યું કે કૂતરો મરી ગયો છે.
વ્યથિત નટુએ પૂછયું, ‘ડોક્ટર, તમને ખાતરી છે કે તે મરી ગયો છે? શું તમે બીજું કંઈ ન કરી શકો?’
ડોક્ટર ગટુએ થોડી ક્ષણ વિચારીને જવાબ આપ્યો, ‘આપણે એક કામ કરી શકીએ છીએ.’
તે રૂમમાંથી બહાર ગયા અને પછી પાંજરું લઈને પાછા આવ્યા. ડોક્ટર ગટુએ પાંજરું ખોલીને તેમાંથી બિલાડીને બહાર કાઢી. બિલાડી (કેટ) ચાલતી ચાલતી કૂતરા પાસે ગઈ. તેણે કૂતરાને સૂંઘ્યો અને પછી પાંજરામાં જઇને પાછી બેસી ગઈ.
ડોક્ટર ગટુએ નટુને કહ્યું. ‘બિલાડી પણ એ હકીકતને સમર્થન આપે છે કે તમારો કૂતરો મરી ગયો છે.’
આનાથી નટુને સંતોષ થયો કે ડોક્ટરે તેમનાથી થાય તે બધું જ કર્યું. આથી તેણે ડોક્ટરને પૂછ્યું, ‘ડોક્ટરસાહેબ, તમને કેટલા રૂપિયા આપું?’
ડોક્ટર ગટુ બોલ્યા, ‘અગિયારસો રૂપિયા’
આશ્ચર્યચકિત થઈ ગયેલા નટુએ પૂછ્યું, ‘તમે એવું શું કર્યું કે તેના અગિયારસો રૂપિયા થાય?’
ડોક્ટર ગટુએ જવાબ આપ્યો, ‘વેલ, મારી ફી તો સો રૂપિયા છે, પરંતુ હજાર રૂપિયા કેટ (બિલાડી) સ્કેનના થયા.’

બોસ નટુ મુંબઈમાં તેમની ઓફિસના પચીસમા માળે હતા. તેમણે પહેલા માળ પર તેમના કર્મચારી ગટુને એક મહત્ત્વની ફાઇલ તમની પાસે લાવવાની સૂચના આપતાં કહ્યું, ‘જલદી આવજે. ઇમર્જન્સી છે.’
૩૦ મિનિટ પછી ગટુ ફાઇલ લઈને બોસ પાસે આવ્યો ત્યારે તે થાકેલો લાગતો હતો. બોસ નટુએ તેને પૂછ્યું, ‘તું આટલો બધો મોટો કેમ આવ્યો?’
ગટુએ જવાબ આપ્યો, ‘બોસ, હું લિફ્ટમાં ગયો, પરંતુ ત્યાં લખ્યું હતું ‘ઇમર્જન્સીમાં પગથિયાંનો ઉપયોગ કરો.’ એટલે હું લિફ્ટમાંથી બહાર નીકળી ગયો અને પગથિયાં ચડીને આવ્યો.’

નટુઃ યાર ગટુ, તેં તારી લગ્નવિષયક જાહેરખબરમાં તો જણાવ્યું હતું કે તને સુંદર, સુશીલ અને ગુણવાન છોકરી જોઈએ છે, પરંતુ ભાભી તો...
ગટુઃ પરંતુ એ જાહેરખબરમાં એક વાત મેં જણાવી નહોતી. ભઇલા, જાહેરખબરમાં હું એવું થોડો જણાવી શકતો હતો કે દહેજ અનુસાર આ શરતોમાં બાંધછોડ કરી શકાશે.

નટુએ ઓફિસમાં તેની સાથે નોકરી કરતી સુંદર અને યુવાન શાંતાને કહ્યું, ‘જો હું તને મારી સાથે લગ્ન કરવાનું પૂછું તો તું શું કહીશ?’
શાંતા બોલી, ‘કશું નહીં કારણ કે હસતી વખતે હું કશું જ બોલી શકતી નથી.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter