પંડિતજીઃ બેટા, 40 વર્ષની ઉંમર સુધી તારા જીવનમાં બહુ તકલીફો આવશે.
સોનુઃ પંડિતજી, 40 વર્ષની ઉંમર પછી?
પંડિતજીઃ પછી તો આદત પડી જશે, સહન કરતાં શીખી જઇશ.
•••
ડોક્ટરઃ તમને કોઇ જૂની બીમારી છે, જે ધીરે ધીરે તમારું શરીર ખાઇ રહી છે.
ચિન્ટુઃ ધીમે બોલો ડોક્ટર સાહેબ. એ બહાર જ બેઠી છે.
•••
મમ્મીઃ તારી 2,000 રૂપિયાની બુક્સ આવી છે. ક્યારેય ખોલીને વાંચી છે?
દીકરોઃ આ મોબાઇલ પણ 20 હજારનો લીધો છે. ક્યારેય શાંતિથી વાપરવા દીધો છે?
•••
સાહેબ: બોલો, તમને કેટલી ભાષાઓ આવડે છે?
ઉમેદવાર: પાંચ!
સાહેબ: કઈ કઈ?
ઉમેદવાર: ગુજરાતી, શુદ્ધ ગુજરાતી, કાઠિયાવાડી, સુરતી અને મહેસાણી!
•••
પત્ની: લગ્ન પહેલાં તો તમે મને ‘જાન’ કહેતા હતા, હવે કેમ નામ લઈને બોલાવો છો?
પતિ: અરે ગાંડી, ત્યારે મને તારા નામની ખબર નહોતી એટલે!
•••
શિક્ષક: ‘મેં સુંદર છોકરી સાથે લગ્ન કર્યા’ - આ કયો કાળ છે?
વિદ્યાર્થી: સાહેબ, આ ‘અંધકારમય ભવિષ્યકાળ’ છે!
•••


