યુવતીના પેટમાં પોતાના જોડિયાના અવશેષો હતા

Wednesday 21st August 2019 11:14 EDT
 

ભારતની એક યુવતીને પેટમાં ઘણો દુઃખાવો થતો હતો અને તે તપાસ માટે હોસ્પિટલે પહોંચી હતી તો ડોક્ટરોના આશ્ચર્ય વચ્ચે તેના પેટમાં વાળ, હાડકાં જેવા અવશેષો હતા. તપાસમાં એવું જણાયું હતું કે આ યુવતી જ્યારે તેની માતાના ગર્ભમાં હશે ત્યારે તેની માતાને એક જોડિયું સંતાન પણ હશે, પરંતુ તે જુદું વિક્સી શક્યું નહીં અને તેના શરીરના અંશો આ બાળકીના શરીરમાં આવી ગયા હતા. આ છોકરીના પેટમાંથી જે માનવ શરીરના અવશેષો મળી આવ્યા છે તે આ છોકરીના જોડિયા ભાઈ કે બહેનના જ છે એ વાતની ડોક્ટરોને ખાતરી થઈ ગઈ છે. આવું જવલ્લે જ બને છે. આ છોકરીના જોડિયા ભાઈ કે બહેનનો જુદો વિકાસ થઈ શક્યો નહીં અને તેની માતાની ગર્ભાવસ્થા દરમિયાન જ તે બાળકના શરીરના ભાગો આ છોકરીના પેટમાં આવી ગયા હતા. સમય જતાં તેમનો વિકાસ થતા યુવતી બની ગયેલા આ છોકરીને પેટમાં દુઃખાવો થવા લાગ્યો. આવું લાખ્ખો કેસમાં એકાદ વખત બને છે. બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રગટ થયેલા આ કિસ્સામાં આ યુવતીનું નામ કે ઓળખ આપવામાં આવી નથી. ફક્ત ભારતીય યુવતી એટલી જ ઓળખ આપવામાં આવી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter