કુટેવ છૂટી છે ભારે મહેનત પછી

Monday 28th June 2021 08:33 EDT
 
 

સોશિયલ મીડિયા પર પોતાના ફિટનેસ મંત્ર સાથે સક્રિય રહેતા મિલિંદ સોમનનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં તે સિગારેટને તોડી નાખતો નજરે ચડે છે. આ પોસ્ટ શેર કરી તેણે કેપ્શનમાં લખ્યું હતું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના કહેવા પ્રમાણે તમાકુ જ સૌથી મોટો રોગચાળો છે. દર વર્ષે હજારો લોકો તમાકુ સેવનના કારણે મૃત્યુ પામે છે. જૂની યાદ તાજી કરતા મિલિંદ કહે છે કે ૧૯૯૮માં તેને ૩૨ વર્ષની વયે ‘કેપ્ટન વ્યોમ’ના શૂટિંગ વેળા સિગારેટની લત લાગી હતી. રોજ ૨૦-૩૦ સિગારેટ ફૂંકવા લાગ્યો હતો. મને આ આદતને અટકાવવી ખૂબ મુશ્કેલ લાગતી હતી અને તેનાથી છૂટકારો મેળવામાં લાંબો સમય લાગ્યો છે. પરંતુ હું ભાગ્યશાળી હતો કે આમાં સફળ રહ્યો. મારી સારી આદતોએ મને સાથ આપ્યો.’ નોંધનીય છે કે મિલિંદ સોમન કોરોના સામેનો જંગ પણ જીતી ચૂક્યો છે. તેણે સોશિયલ મીડિયા પર દર્શાવ્યું હતું કે તેણે કોરોનાથી મુક્તિ મેળવી હતી અને ક્વોરેન્ટાઈન દરમિયાન કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કર્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter