ઓવર - સ્ટેયર્સ

રાકેશ પ્રજાપતિ, સોલિસીટર Wednesday 22nd January 2020 07:38 EST
 
 

યુકે છોડી દેવાની મુદત વીતી ગયા પછી પણ જે યુકેમાં રહે તે ઓવર-સ્ટેયર વ્યક્તિ કહેવાય. ઈમિગ્રેશન એક્ટ, ૧૯૭૧ની સેક્શન ૨૪ હેઠળ ઓવરસ્ટેઈંગ ફોજદારી ગુનો છે, અને આ ગુનામાં દોષિત જણાયેલી વ્યક્તિને દંડ અથવા મહત્તમ છ મહિનાની જેલ થઈ શકે છે. યુકેમાં જુદા જુદા કારણોને લીધે લોકો ઓવર-સ્ટેયર બને છે. તેમાં લીવની મુદત પૂરી થઈ ગઈ હોય અને રિન્યુ ન થઈ હોય, અપીલમાં હારી ગયા હોય, પારિવારિક કારણ, તબિયતનું કારણ  વગેરેનો સમાવેશ થાય છે. યુકે ઈમિગ્રેશન લો અને હ્યુમન રાઈટ્સ એક્ટ ૧૯૯૮ના દાયરામાં રહીને યુકે છોડ્યા વિના આ વ્યક્તિ હજુપણ યુકેમાં તેમનું અથવા તેણીનું સ્ટેટસ કાયદેસર અને નિયમિત કરાવી શકે છે.   આ કેસો પ્રમાણમાં જટિલ અને ઘણી વખત અપર ટ્રિબ્યુનલ IAC, કોર્ટ ઓફ અપીલ, હાઈ કોર્ટ, હાઉસ ઓફ લોર્ડ્સ, સુપ્રીમ કોર્ટ અને યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસ જેવી સિનિયર કોર્ટના કેસ લોઝ પર આધાર રાખે છે. તેમાં કેસનું વર્ણન વિસ્તૃત અને જટિલ રહેતું હોવાથી સામાન્ય રીતે તેની રજૂઆત માટે ક્વોલિફાઈડ લોયરની જરૂર પડે. આ તમામ કેસોની રજૂઆત માટે ખૂબ તૈયારી તેમજ  રુલ્સ, હ્યુમન રાઈટ્સ લો અને કેસ લોઝનું વ્યાપક જ્ઞાન અને જાણકારી હોય તે જરૂરી છે. યુકે છોડ્યા વિના આપ દેશમાં આપનું સ્ટેટસ રેગ્યુલર કરાવી શકો તેના વિશેનો ખ્યાલ આપી શકે તેવા કેટલાંક માર્ગ છે. આ તમામ માર્ગ માટે ખૂબ જ તૈયારી તેમજ સંબંધિત રુલ્સ, એક્ટ્સ અને કેસ લોઝની વિસ્તૃત જાણકારી જરૂરી હોય છે. પેરેગ્રાફ્સ 276ADE (1) હેઠળ તેમાં 7 Years Rule, જાણકારી ૧૮થી ૨૫ વર્ષની વયના ઈમિગ્રન્ટ્સ, યુકેમાં ૨૦ વર્ષ કરતાં ઓછું રહ્યા હોય તેવા ઈમિગ્રન્ટ્સ, ઈમિગ્રન્ટ્સ સેટલમેન્ટ અને યુકેમાં ૨૦ વર્ષ રહ્યા હોય તેવા ઈમિગ્રન્ટ્સને આવરી લેવાયા છે.   અન્ય કેટેગરીમાં બ્રિટિશ સિટીઝન સાથે લગ્ન, આપનું બાળક બ્રિટિશ સિટીઝન હોય, હ્યુમન રાઈટ્સઃ તબીબી કારણોસર સહિતના અસાધારણ અને ફરજ પાડે તેવા સંજોગોનો સમાવેશ થાય છે. હ્યુમન રાઈટ્સના કેસો પ્રમાણમાં અત્યંત જટિલ હોય છે અને તેમાં યુકેમાં લીવ ટુ રિમેન મેળવવા માટે ઘણાં ઉચ્ચ માપદંડોનું પાલન જરૂરી હોય છે.તબીયતના કારણ માટે પણ ઉચ્ચ માપદંડો હોય છે અને તે માત્ર અપવાદરૂપ કિસ્સામાં જ લાગૂ પડે છે. અરજદારને આર્ટિકલ ૩ અને આર્ટિકલ ૮ હેઠળ યુકેમાં લીવ ટુ રિમેન મંજૂર થઈ શકે. અસાધારણ સંજોગો માટે શું જરૂરી છે તે વિશે બેરોનેસ હેલે N-v-SSHD [2005] UKHL 31માં સમજાવ્યું છે. વધુ માહિતી માટે સંપર્કઃ

Rakesh Prajapati Solicitor 

[email protected]

Mobile :  07979 590 670


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter