વાયબ્રન્ટ ગુજરાતના નામે ચૂંટણી પ્રચારઃ નમો ફિર એક બાર લખેલા ટી-શર્ટનું વેચાણ

Friday 25th January 2019 06:49 EST
 
 

અમદાવાદઃ વાયબ્રન્ટ સમિટ વેળા મહાત્મા મંદિર પરિસરમાં અલાયદો ઉભો કરાયેલો મોદી મર્ચન્ડાઈઝ સ્ટોલ જોતાં લાગતું હતું કે જાણે ગુજરાતમાં નરેન્દ્ર મોદીના નામે પ્રચાર શરૂ થઇ ગયો હોય.. આ સ્ટોલમાં ‘નમો ફીર એક બાર’ અને NAMO Againલખેલાં ટી-શર્ટ વેચાઈ રહ્યા હતા. આ જોતાં ચૂંટણી પ્રચારનો માહોલ જીવંત બન્યો હતો.
મહાત્મા મંદિરમાં ૧૧૫ દેશોના પ્રતિનિધિઓની ઉપસ્થિતમાં ગુજરાતમાં મૂડીરોકાણ વિશે પ્રવચનો થઈ રહ્યા હતા ત્યારે બીજી તરફ આ પરિસરમાં મોદી મર્ચન્ડાઈઝ સ્ટોલમાં મુલાકાતીઓને મોદી એપ ડાઉનલોડ કરવા જાણકારી અપાઇ હતી. સ્ટોલમાં રૂ. ૨૦૦માં નમો ટી-શર્ટ, રૂ. ૨૦માં મોદીપેન, રૂ. ૧૮૫માં મોદી ઘડિયાળ અને રૂ. ૨૦૦માં મોદી માસ્ક વેચાઈ રહ્યા હતા. ઘણાં તો મોદી માસ્ક પહેરીને ફોટા પડાવતા હતા. આ ઉપરાંત આ સ્ટોલની પાસે જ રૂ. ૨૫૦૦થી માંડીને રૂ. ૪૦૦૦ સુધીના મોદીકુર્તા વેચાઈ રહ્યા હતા. આમ ગુજરાતમાં રોજગારીના નામે શરૂ થયેલાં વાયબ્રન્ટ ગુજરાતમાં જાણે મોદીનો પ્રચાર થતો હોય તેવો ચૂંટણી માહોલ જામ્યો હતો.
એટલું જ નહીં, વડા પ્રધાન સાથે ફોટો પાડવાની તક મળે તે માટે પિક્ચર વીથ મોદી ઝોન પણ ઊભો કરાયો હતો. જેમાં ડેલિગેટો, મુલાકાતીઓની લાઈન લાગી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter