સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

મોરબી પુલ કેસઃ હાઇકોર્ટે ઓરેવાની ઝાટકણી કાઢી

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઈએલની સુનાવણીમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે ઓરેવા કંપનીના બેજવાબદાર વલણ અંગે ઝાટકણી કાઢી છે. 

પીએમઓના ચીફ સેક્રેટરી સરહદી ક્ષેત્રની મુલાકાતે

 વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ના ચીફ સેક્રેટરી પી. કે. મિશ્રાએ કચ્છના પશ્ચિમી સાગરકાંઠાના સરહદી વિસ્તારોની મુલાકાત લઇને વિકાસકામોનું નિરીક્ષણ કર્યું હતું. મિશ્રા 20 એપ્રિલે વહેલી સવારે હેલિકોપ્ટર દ્વારા લક્કી હેલીપેડ પર ઉતરાણ કર્યા બાદ સીધા કોરીક્રીક...

ભુજની સૌથી જૂની મોટી પોશાળ જાગીરમાં અંકિત છે જૈનના 24મા તીર્થંકરની કુંડળી

જૈન ધર્મના 24મા તીર્થંકર એટલે ‘અહિંસા પરમો ધર્મ’નો સંદેશ આપનાર ભગવાન શ્રી મહાવીર. ભગવાન મહાવીરનો જન્મ માતા ત્રિશલાના કુખે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયો હતો. 

ટ્રાફિક પોલીસને માથે ઠંડા ઠંડા કુલ કુલ હેલ્મેટ

વડોદરા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કરતા પોલીસ જવાનોને ઉનાળાની ગરમીમાં રાહત મળી રહે તે માટે એસી હેલ્મેટ આપવામાં આવી છે. 

બુલેટ ટ્રેન માટે આણંદ સ્ટેશને કોન્કોર્સ અને ટ્રેક સ્લેબનું કામ પૂરું

 બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ગુજરાતમાં રોકેટ ગતિએ ચાલી રહ્યું છે. સમગ્ર યોજનાના ભાગરૂપે ‘મિલ્ક સિટી’ આણંદની આગવી ઓળખને જાળવી રાખવા અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આણંદ સ્ટેશનનો બહારનો દેખાવ તેમજ અંદરની ઇન્ટિરિયર ડિઝાઈન દૂધના ટીપાંના...

ગુજરાતી ફિલ્મોના નિર્માતા પ્રદીપ શુક્લાની ધરપકડ

જાણીતી ગુજરાતી ફિલ્મો ‘નાડીદોષ’, ‘ચાસણી’ અને ‘રાડો’ તેમજ પંજાબી-મરાઠી ફિલ્મના પ્રોડ્યુસર પ્રદીપ ઉર્ફે મુન્ના શુકલાની રૂ. 3.74 કરોડના ચીટિંગના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે.

સુરત ડાયમંડ બુર્સના ચેરમેનપદે ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદભાઇ ધોળકિયાની વરણી

હીરાઉદ્યોગના હૃદયસમાન સુરત ડાયમંડ બુર્સ (એસડીબી)ના ચેરમેન પદે જાણીતા ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદભાઇ ધોળકિયાની વરણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના વતની અને સખાવતી તરીકે નામના ધરાવતા ગોવિંદભાઇ હીરા ઉદ્યોગમાં મોખરાનું સ્થાન ધરાવતા હોવા ઉપરાંત તાજેતરમાં...

વડાલી ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજનો હોબાળો

ભાજપના વરિષ્ઠ નેતા અને રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી હજુ પણ ભાજપ માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે. ક્ષત્રિયોએ જયાં સુધી લોકસભાની ચૂંટણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી ગામેગામ ભાજપનો વિરોધ કરવાની હાકલ કરી છે. 

મહેસાણાના પટેલ પરિવારમાં જન્મેલા આચાર્ય દોલતસાગરજી 103 વર્ષની વયે કાળધર્મ પામ્યા

 સંઘસ્થવીર, સૌભાગ્ય-તિલક સાગર સમુદાયના આઠમા ગચ્છાધિપતિ આચાર્ય દોલત-સાગરસૂરીશ્વરજી મહારાજ 103 વર્ષની વયે પૂણે ખાતે કાળધર્મ પામ્યા છે. તેઓ કાળધર્મ પામતાં જિનશાસને એક વિરાટ શિરછત્ર ગુમાવ્યું છે.



to the free, weekly Gujarat Samachar email newsletter