મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટના બોર્ડમાં નીતા અંબાણી

Wednesday 20th November 2019 05:42 EST
 
 

ન્યૂ યોર્ક: જાણીતાં સખાવતી અને રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેરપર્સન નીતા અંબાણીની જગવિખ્યાત ધ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં માનદ્ ટ્રસ્ટી તરીકે વરણી થઇ છે. ‘ધ મેટ’ના નામે જાણીતા ન્યૂ યોર્ક સ્થિત આ મ્યુઝિયમના ઇલેક્શન બોર્ડની ૧૨ નવેમ્બરે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હોવાની જાહેરાત ચેરમેન ડેનિયલ બ્રોડસ્કીએ કરી હતી. નીતા અંબાણી આ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય છે.
બ્રોડસ્કીએ એક નિવેદનમાં જણાવ્યું કે નીતા અંબાણીની ‘ધ મેટ’ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ભારતીય કળા-સંસ્કૃતિના જતન – સંવર્ધન માટેની ધગશ પ્રશંસનીય છે. તેમના સહયોગ થકી વિશ્વના દરેક ખૂણામાં આર્ટ એજ્યુકેશન અને એક્ઝિબિશનનો વ્યાપ વધ્યો છે. નીતા અંબાણીને બોર્ડમાં આવકારતાં અમે પ્રસન્નતા અનુભવીએ છીએ.
અમેરિકાના સૌથી મોટા આ મ્યુઝિયમના બોર્ડમાં વરણી થયા બાદ નીતા અંબાણીએ કહ્યું હતું કે ભારતની વિવિધ કળાઓને પ્રદર્શિત કરવાની ધ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટની ઈચ્છામાં સહભાગી બનવાનું સહયોગ આપવાનું મને ખૂબ જ લાભદાયી રહ્યું છે. વૈશ્વિક સ્તરે ભારતીય કળા અને સંસ્કૃતિનો પ્રસાર કરવાની ધ મેટની તત્પરતાથી હું બહુ પ્રભાવિત થઇ છું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter