રિલાયન્સ હવે ડિઝની ઈન્ડિયાનો બિઝનેસ ખરીદવાની તૈયારીમાં

Sunday 29th October 2023 05:13 EDT
 
 

નવી દિલ્હીઃ એશિયાના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણી એક મોટી ખરીદી કરવા જઈ રહ્યા છે. અહેવાલો અનુસાર ટૂંક સમયમાં જ મુકેશની માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ડિઝની ઈન્ડિયાનો બિઝનેસ ખરીદી શકે છે. અમેરિકાની મોટી એન્ટરટેઈનમેન્ટ કંપનીઓમાંની એક ડિઝની અંબાણીને આ બિઝનેસમાં કન્ટ્રોલિંગ હિસ્સો વેચી શકે છે.
આ બિઝનેસનું વેલ્યૂએશન લગભગ 10 બિલિયન ડોલર આંકવામાં આવે છે જ્યારે બીજી તરફ રિલાયન્સ આ એસેટ્સને સાતથી આઠ બિલિયન ડોલરની વચ્ચે આંકી રહ્યું છે. આ સોદાની જાહેરાત આગામી મહિને થઇ શકે છે.
અહેવાલો અનુસાર સોદો પાર પડ્યા પછી રિલાયન્સના કેટલાક મીડિયા યુનિટ્સ ડિઝની સ્ટારમાં મર્જ થઇ જશે. એક રિપોર્ટ અનુસાર આ પ્રસ્તાવ હેઠળ ડિઝની ભારતીય કંપનીમાં એક માઇનોરિટી હિસ્સો રાખી શકે છે. જોકે હજુ સુધી કોઇ ડીલ કે વેલ્યૂએશન પર કોઇ આખરી નિર્ણય લેવાયો નથી. ડિઝની હજુ પણ આ એસેટ્સને વધુ કેટલાક સમય માટે પોતાની પાસે રાખવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. ડિઝનીના ભારત ખાતેના પ્રતિનિધિ તરફથી આ બાબતે કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી ન હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter