બેંગલૂરુમાં ભારતની પ્રથમ થ્રીડી પોસ્ટ ઓફિસનો પ્રારંભ

Saturday 02nd September 2023 04:01 EDT
 
 

બેંગલૂરુ: કર્ણાટકના મહાનગર બેંગલૂરુમાં ભારતની પ્રથમ 3D-પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગનો પ્રારંભ થયો છે. આ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગનું નિર્માણ લાર્સન એન્ડ ટુબ્રોએ કર્યું છે, જ્યારે આઇઆઇટી-મદ્રાસે ટેક્નિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. સમગ્ર નિર્માણકાર્ય માત્ર 45 દિવસમાં પૂરું થયું હતું. આ જ નિર્માણ પરંપરાગત પદ્ધતિથી કરવામાં આવે તો તેને છથી આઠ મહિના લાગી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ થ્રીડી પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસનો ફોટો શેર કરીને જણાવ્યું હતું કે દરેક ભારતીયને આ પોસ્ટ ઓફિસ જોઈને ગર્વ થશે. તે આપણા દેશની નવીનતા અને પ્રગતિનો પુરાવો છે, તે આત્મનિર્ભર ભારતની ભાવનાનું પણ પ્રતીક છે. આ અનોખી ઇમારતનું ઉદ્ઘાટન કર્યા બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે થ્રીડી-કોંક્રિટ પ્રિન્ટીંગ ટેકનોલોજી દ્વારા આ નવી કન્સ્ટ્રક્શન ટેકનોલોજી લાવવામાં આવી છે, જે ફુલ્લી ઓટોમેટેડ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી છે. તેમાં રોબોટિક પ્રિન્ટર નિર્ધારિત ડિઝાઇન અને વિશેષ ગ્રેડ મુજબ કોંક્રિટ સ્તર બનાવે છે. તેમાં સ્પેશ્યલ ગ્રેડ કોંક્રિટનો ઉપયોગ કરાયો છે. આ પદ્ધતિથી નિર્માણમાં ખર્ચ અને સમયની બચત થાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter