આફ્રિકામાં અપહ્યત ૨૦ ભારતીયોમાંથી ૧૯ મુક્તઃ ૧નું મૃત્યુ

Tuesday 21st January 2020 06:27 EST
 

અબુજાઃ આફ્રિકાના પશ્ચિમી કાંઠાના દરિયામાં વ્યવસાયિક જહાજ એમટી ડ્યુકમાંથી ૨૦ ભારતીય ક્રૂ મેમ્બર્સનાં નાઈજિરિયન ચાંચિયાઓએ અપહરણ કર્યાં હતાં. અપહ્યત ૨૦ ભારતીયોમાંથી ૧૯ને છોડી દેવાયા છે જ્યારે એકનું મૃત્યુ થયું છે. ભારતીય દૂતાવાસ દ્વારા ૧૯મી જાન્યુઆરીએ આ જાહેર કરાયું હતું. અબુજામાં ભારતીય ઉચ્ચાયુક્તે રવિવારે ટ્વિટ કરી કહ્યું હતું કે ૧૯ ભારતીયને ૧૮મીએ છોડી દેવાયા હતા જ્યારે ચાંચિયાઓના કબજામાં પ્રતિકૂળ પરિસ્થિતિઓના કારણે એકનું મૃત્યુ થયું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter