યુગાન્ડાના ગુલુ શહેરની કોર્ટે શુક્રવાર 25 ઓક્ટોબરે લોર્ડ્ઝ રેઝિસ્ટન્સ આર્મી (LRA)ના સભ્ય વિરુદ્ધ સૌપ્રથમ લેન્ડમાર્ક ટ્રાયલ પછી કમાન્ડર થોમસ ક્વોયેલોને યુદ્ધ અપરાધો બદલ 40 વર્ષની જેલ ફટકારી છે. ચાર જજીસની કોર્ટે જણાવ્યું હતું કે આરોપીએ ગંભીર અપરાધોના પ્લાનિંગ, રણનીતિ અને વાસ્તવિક અમલમાં અગ્રભૂમિકા ભજવી હતી. ક્વોયેલોને ઓગસ્ટ મહિનામાં બળાત્કાર અને હત્યા સહિત 44 અપરાધોમાં દોષિત ઠરાવાયો હતો. 31 અન્ય અપરાધો ફગાવી દેવાયા હતા.
યુગાન્ડાના પ્રમુખ મુસેવેનીની સરકાર ઉથલાવી દેવાના મનસૂબા સાથે 1980ના દાયકામાં LRAની સ્થાપના કરાઈ હતી તેમજ ઉત્તર યુગાન્ડામાં લશ્કરી દળો સામે લડાઈઓ આદરી હતી. દ્વારા હજારો બાળકોનું અપહરણ કરાયું હતું અને બાળસૈનિક અથવા સેક્સ ગુલામ તરીકે ઉપયોગ કરાયો હતો. ક્વોયેલોની ધરપકડ 2009માં કરાયા પછી તેને 14 વર્ષ જેલમાં રખાયો હતો.
• સુદાનની મસ્જિદમાં બોમ્બમારાથી 31નાં મોત
મધ્ય સુદાનના ગેજિરા પ્રાંતનાં મુખ્ય શહેર વાડ-મદનીમાં એક મસ્જિદ ઉપર થયેલા હવાઈ હુમલામાં 31નાં મૃત્યુ થયાં છે. એક સ્થાનિક સંસ્થા મુજબ 20 ઓક્ટોબરના રવિવારે યુદ્ધ વિમાનોએ સાંજની નમાજ પછી શેખ અલ જેવી મસ્જિદ અને બાજુના અલ ઇમ્તિદાદ આસપાસના પ્રદેશોમાં વિસ્ફોટક બોમ્બ વર્ષા કરી હતી. તેમાં 31 લોકોનાં મૃત્યુ થયાં હતાં. અર્ધલશ્કરી હુમલાઓમાં અન્ય 20ના મોત નીપજ્યા હતા. ઉત્તર અને દક્ષિણ સુદાન વચ્ચે ચાલતા વર્ષોના સંઘર્ષમાં સામસામી બોમ્બ વર્ષા થતી રહે છે. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 24,850નાં મોત થયાં છે. મસ્જિદ ઉપર બોમ્બ વર્ષાના મૃતકોમાં 15ની ઓળખ થઇ શકી છે.