કોંગોમાં વિમાન તૂટી પડતાં ૨૫ પ્રવાસીનાં મોત

Wednesday 27th November 2019 06:38 EST
 

કિનશાસાઃ આફ્રિકી દેશ કોંગોના ગોમા શહેરમાં રવિવારે વિમાન દુર્ઘટનામાં ૨૩ પ્રવાસી અને બે ક્રૂ મેમ્બરનાં મૃત્યુ થયાના અહેવાલ છે. ઉત્તર કીવેના ગવર્નર જાજૂ કાસિવિતાએ આ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની ગણતરીના સમયમાં જ વિમાન લાપતા થઈ માપૈંડોમાં તૂટી પડ્યું હતું. વિમાન તૂટી પડ્યા પછી સ્થાનિક લોકો વિમાનનો કાટમાળ પણ ઉઠાવી ગયા હતા. કોંગોમાં વિમાનની યોગ્ય જાળવણી ન થતી હોવાથી વિમાન દુર્ઘટનાઓ સર્જાતી રહે છે. ખાનગી કંપની બિઝી બીકેના આ વિમાને ૨૫૦ કિ.મી.નું અંતર કાપ્યું હતું ત્યાં જ તૂટી ગયું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter