છેલ્લાં ત્રણ વર્ષમાં મીડલઈસ્ટમાં ૯૩ કેન્યન્સનું મૃત્યુ

Wednesday 21st July 2021 02:40 EDT
 

નાઈરોબીઃ છેલ્લા ત્રણ વર્ષમાં મીડલ ઈસ્ટમાં ૯૩ કેન્યનનું મૃત્યુ થયું હોવાનું લેબર કેબિનેટ સેક્રેટરી સાયમન ચેલુગુઈએ સાંસદોને જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે મોટાભાગે સાઉદી અરેબિયા, કતાર અને યુ.એ.ઇમાં થયેલા કેન્યનોના મૃત્યુ અંગેની પૂરી વિગતો મિનિસ્ટ્રી આપી શકે તેમ નથી. તેમણે નેશનલ એસેમ્બલીની લેબર કમિટીને જણાવ્યું હતું કે આ પીડિતો કોણ હતા અને ક્યાંના હતાં તેના વિશે તેઓ ફોરેન અફેર્સ અને મિનિસ્ટ્રી ઓફ ઇન્ટિરિયર સાથે વાતચીત કરી રહ્યા છે. તેઓ ૨૦૨૦માં સાઉદી અરેબિયામાં મેલ્વિન કાંગેરેહાનું મૃત્યુ કયા સંજોગોમાં થયું તેની સ્પષ્ટતા કરવા પ્રિન્સિપલ સેક્રેટરી પીટર ટુમ સાથે લેબર કમિટી સમક્ષ હાજર થયા હતા. તેમણે જણાવ્યું કે જાન્યુઆરી ૨૦૧૯થી મિનિસ્ટ્રીએ ગલ્ફ રિજનમાં ૮,૭૭૮૪ કેન્યન્સને રોજગારી મેળવવામાં મદદ કરી હતી. મોટાભાગના માઈગ્રન્ટ વર્કરો સાઉદી અરેબિયા, યુએઇ અને બહેરીનમાં છે. આ ગાળામાં જ ગલ્ફ રિજનમાં ૯૩ કેન્યન માઈગ્રન્ટ વર્કરોના મૃત્યુ થયાના અહેવાલ મિનિસ્ટ્રીને મળ્યા હતા


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter