જોહાનિસબર્ગમાં નેતા શેક્ડ પિત્સોને પસંદીદા કારમાં દફનાવાયા

Wednesday 08th April 2020 06:23 EDT
 
 

જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યુનાઇટેડ ડેમોક્રેટિક મુવમેન્ટના નેતા શેક્ડ પિત્સોનું તાજેતરમાં નિધન થયું હતું તેમની અંતિમ ઇચ્છા પ્રમાણે તેમને તાબૂતમાં નહીં પણ તેમની પસંદીદા કારમાં દફનાવાયા હતા. તેમના મૃતદેહને ડ્રાઇવિંગ સીટ પર બેસાડાયો હતો અને તેમના બંને હાથ સ્ટિયરિંગ પર રખાયા હતા. શેકેડની પુત્રની સેપોરોએ કહ્યું હતું કે, મારા પિતાને આ ઇ૫૦૦ મર્સીડિઝ કાર ખૂબ જ પસંદ હતી. બે વર્ષ પહેલાં તેમણે ૫૨,૨૪૦ ડોલરમાં (આશરે રૂ. ૪૭ લાખ) આ કાર ખરીદી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter