મુન્તુએ પરાજય માટે ANTની નિષ્ફળતાને જવાબદાર ઠેરવી

Wednesday 28th April 2021 06:33 EDT
 

કમ્પાલાઃ યુગાન્ડામાં પ્રમુખપદના ભૂતપૂર્વ ઉમેદવાર મેજર જનરલ (રિટાયર્ડ) ગ્રેગરી મુગીશા મુન્તુએ જણાવ્યું હતું કે કોવિડ મહામારી પ્રમુખ મુસેવેનીની કુદરતી તાકાત બની ગઈ છે અને તેનાથી તેઓ ધારે તેનો વિનાશ કરી શકે છે. કબાલે જિલ્લામાં પક્ષના સભ્યો સાથેની બેઠકમાં અલાયન્સ ફોર નેશનલ ટ્રાન્સફોર્મેશન (ANT)ના નેતાએ આ દાવો કર્યો હતો. તેમણે ઉમેર્યું કે તાજેતરની ચૂંટણી દરમિયાન પ્રમુખ મુસેવેનીએ તેમના રાજકીય હરીફો સાથે નિર્દયતાપૂર્વક વર્તવા માટે કોવિડ – ૧૯ની ગાઈડલાઈન્સનો ઉપયોગ કર્યો હતો. કોવિડના પગલાંનું ઉલ્લંઘન કરવાના આરોપસર ઘણાં રાજકીય કેદીઓ હજુ જેલમાં છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter