મોરેશિયસના ભૂતપૂર્વ વડાપ્રધાન જુગનાથનું ૯૧ વર્ષની વયે નિધન

Wednesday 09th June 2021 06:40 EDT
 
 

પોર્ટ લુઈસઃ મોરેશિયસના ભૂતપૂર્વ વડાપ્રધાન અને પ્રેસિડેન્ટ સર અનિરુદ્ધ જુગનાથનું ૯૧ વર્ષની વયે નિધન થયું હતું. તેઓ દેશમાં સૌથી વધુ સમય માટે વડા પ્રધાન પદે રહ્યા હતા. તેઓ ૧૮ વર્ષથી વધુ સમય સુધી મોરેશિયસના વડા પ્રધાનપદે રહ્યા હતા. તેમને ૧૯૮૦ના દાયકાના મોરેશિયસના આર્થિક ચમત્કારના પિતા ગણવામાં આવતા હતા.    
તેમણે ૧૯૮૨ અને ૧૯૯૫ વચ્ચે  અને ફરી ૨૦૦૦થી ૨૦૦૩ સુધી વડા પ્રધાન પદ સંભાળ્યું હતું. તે પછી તેઓ પ્રેસિડેન્ટપદે ચૂંટાયા હતા અને તે હોદ્દા પર ૨૦૦૩થી ૨૦૧૨ સુધી રહ્યા હતા. ૨૦૧૪ના જનરલ ઈલેક્શનમાં તેમના પક્ષના વિજય પછી ૧૪ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ પ્રમુખ કૈલાશ પુર્યાગે છઠ્ઠી ટર્મ માટે તેમની વડા પ્રધાન તરીકે નિમણુંક કરી હતી. ૨૦૧૭માં તેમણે પોતાના પુત્ર પ્રવિન્દ જુગનાથને વડા પ્રધાન પદ સોંપ્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter