યુગાન્ડામાં ટેન્કરમાં આગ લાગતા ૨૦નાં મોત

Wednesday 21st August 2019 11:10 EDT
 

કમ્પાલાઃ પૂર્વીય આફ્રિકામાં આવેલા ગણરાજ્ય યુગાન્ડાની પોલીસના અહેવાલ પ્રમાણે પશ્ચિમ યુગાન્ડામાં એક અકસ્માત બાદ ફ્યુઅલ ટેન્કરમાં વિસ્ફોટ થવાના કારણે ૨૦ લોકોનાં મોત થયા હતા.
અકસ્માતની વિગતો આપતાં પોલીસે જણાવ્યું કે, રવિવારે ફ્યુઅલ ટેન્કરના ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા મુસાફરો ભરેલી બે ટેક્સી અને એક ગાડી સાથે અકસ્માત કર્યો હતો. રસ્તા સાંકડા હોવાને કારણે ત્યાં પાર્ક કરાયેલા અન્ય ત્રણ વાહનોમાં પણ વિસ્ફોટ થયો હતો. અનેક દુકાનોમાં આગની જ્વાળા પ્રસરી હતી.
યુગાન્ડાની પોલીસ મોટાભાગે અકસ્માત માટે વાહનોની ગતિ વધુ હોવાનું કારણ આપે છે. તેમાં પણ ઈંધણ ભરેલા વાહનોનો અકસ્માત વધારે જોખમી બની જાય છે કારણ કે આસપાસના લોકો પ્લાસ્ટિકના કેરબા લઈને ઈંધણ ભરવા અકસ્માત સ્થળની નજીક જાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter